પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે આજે ભારત અને માલદીવ વચ્ચે આપરાધિક બાબતોમાં પરસ્પર કાનૂની સહયોગ સંધિ પર હસ્તાક્ષરને મંજૂરી આપી દીધી છે.
આ સંધિનો ઉદ્દેશ્ય આપરાધિક બાબતોમાં સહયોગ અને પરસ્પર કાનૂની મદદ દ્વારા બંને દેશોમાં અપરાધની અસરકારક તપાસ અને કાર્યવાહીને પ્રોત્સાહન આપવાનો છે. પ્રસ્તાવિક સંધિથી અંતરદેશીય અને આંતકવાદથી જોડાયેલા અપરાધોની અસરકારક તપાસ અને કાર્યવાહીમાં માલદીવ સાથે દ્રિપક્ષીય સહયોગ માટે વિસ્તૃત કાનૂની માળખું ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેની સાથે જ આ સંધિથી અપરાધ અને આંતકવાદી ગતિવિધિઓ માટે ઉપયોગ થનારી રકમ પર નજર, નિયંત્રણ અને રોક લગાવી શકાશે.
AP/J.Khunt/DK