પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે ભારત અને માલદીવ વચ્ચે આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહન પરની આવક પરના બમણા વેરા ટાળવા માટેની સમજૂતી પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી છે.
સમજૂતીને પગલે ભારતની એરલાઈન કંપનીને ઈન્ટરનેશનલ ટ્રાફિકમાં એરક્રાફ્ટના કામકાજમાંથી મળતી આવક પર માલદીવના કરવેરામાંથી મુક્તિ મળશે અને એ જ રીતે માલદીવની એરલાઈન કંપનીને ઈન્ટરનેશનલ ટ્રાફિકમાં એરક્રાફ્ટના કામકાજમાંથી મળતી આવક પર ભારતના કરવેરામાંથી મુક્તિ મળશે. આમ, બમણા કરવેરામાંથી ભારત અને માલદીવની એરલાઈન કંપનીઓને રાહત મળશે. સમજૂતી હેઠળ, ઈન્ટરનેશનલ ટ્રાફિકમાં એરક્રાફ્ટનાં કામકાજના નફા પર કોઈ પણ એક દેશમાં જ વેરો ચૂકવવાનો રહેશે. એ જ રીતે, યોગ્ય કરવેરા વસૂલવા માટે એરલાઈન કંપની જે દેશની હશે, તે દેશને તેણે વેરો ચૂકવવાનો રહેશે. સમજૂતીને કારણે ભારત અને માલદીવની એરલાઈન કંપનીઓને કરવેરા અંગે ખાતરી મળશે.
આ ઉપરાંત, સમજૂતીના અમલીકરણમાં કે અર્થઘટનમાં કોઈ મુશ્કેલી કે શંકા ઊભી થાય તો પરસ્પર સમજુતીની પ્રક્રિયા – મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટ પ્રોસીજરનું પ્રાવધાન પણ સમજૂતીમાં કરાયેલું છે.
UM/J.Khunt