Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે જળ સહયોગ માટે સમજૂતીના કરાર (MoU)ને કેબિનેટની મંજૂરી


પ્રધાનમંત્રીશ્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે જળ સહયોગ અંગેના સમજૂતીના કરાર(MoU) ને મંજૂરી અપાઈ છે.

આ સમજૂતીના કરારમાં જળ વ્યવસ્થાપન ક્ષેત્રે સમાનતા, પરસ્પર સહયોગ અને એકબીજાના લાભ માટે ભારત અને યુરોપિયન યુનિયનમાં વૈજ્ઞાનિક, ટેકનોલોજી અને વ્યવસ્થાપન ક્ષમતા સુદ્રઢ કરવાનો સમાવેશ થાય છે. એમાં રિવર બેસીનમાં અભ્યાસ મુલાકાતોને આધારે સુસંકલિત જળસ્ત્રોત વ્યવસ્થાપન આયોજનો સહિત પાણી અંગેના મુદ્દાઓમાં ટેકનિકલ વિનિમય સહિતની બાબતોની જોગવાઈ કરાઈ છે.

મહત્વના પર્યાવરણલક્ષી મુદ્દાઓ તથા પર્યાવરણલક્ષી વિકાસ અભિગમો કે જેમાં અનુભવો અને સહયોગના વિનિમય પરસ્પરને લાભકર્તા બનીને મજબૂત થઈ, ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે જળ વ્યવસ્થાપન અંગેનો સહયોગ વધુ સુદ્રઢ બનાવવાનો આ સમજૂતીના કરારનો ઉદ્દેશ છે. આ કરારમાં વધતી વસતી તથા જળવાયુ પરિવર્તનની બદલાતી સ્થિતિમાં તથા પાણીની માગને પહોંચી વળવા માટે તથા ભારતમાં જળસ્ત્રોતોનું વધુ પર્યાવરણલક્ષી વ્યવસ્થાપન કરવા માટેની દૂરંદેશી દાખવવામાં આવી છે. આ સમજૂતીના કરારને સાકાર કરવા માટે એક સંયુક્ત કાર્યકારી જૂથની રચના કરવામાં આવશે.

પશ્ચાદભૂમિકા

જળસ્ત્રોતો, નદી વિકાસ તથા ગંગા કાયાકલ્પ મંત્રાલય જળસ્ત્રોત વિકાસ અને વ્યવસ્થાપન માટે અન્ય દેશો સાથે ટેકનિકલ અને નીતિલક્ષી આદાન-પ્રદાન દ્વારા, તાલીમ અભ્યાસો હાથ ધરીને તથા વૈજ્ઞાનિક અને ટેકનિકલ પરિસંવાદો તથા અભ્યાસ મુલાકાતોના દ્વારા દ્વિપક્ષી સહયોગ ઈચ્છી રહી છે. જળસ્ત્રોતોના વ્યવસ્થાપનમાં, પાણીની કિંમત નક્કી કરવામાં તથા કૃષિ પ્રણાલીઓમાં થઈ રહેલા ફેરફારોને પ્રોત્સાહિત કરવામાં યુરોપિયન યુનિયનને મળેલી સફળતાને ધ્યાનમાં રાખીને પાણીની ઓછી માગ ધરાવતા પાક તરફ તબદીલ થવાનું તથા અન્ય પગલા આવશ્યક જણાયા છે. એવો પણ નિર્ણય કરાયો છે કે ઈઝરાયેલને થયેલા લાભ અને નિપુણતાને આધારે એક કરાક કરવાનું પણ વિચારાયું છે. યુરોપિયન યુનિયનના રાજ્યોએ જળસ્ત્રોતોના ઉપયોગમાં વપરાશકારોને પાણીના કાર્યક્ષમ ઉપયોગ માટે પૂરતા પ્રોત્સાહનો આપીને પાણીની કિંમત નક્કી કરવાની નીતિ અપનાવી છે અને એ દ્વારા પર્યાવરણલક્ષી મુદ્દાઓ પણ હલ કર્યા છે.

AP/J.Khunt/TR/GP