Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને લાઓ વચ્ચેના હવાઈ સેવા કરાર(એર સર્વિસ એગ્રીમેન્ટ)ને કેબિનેટની મંજૂરી


પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી ભારત સરકારની કેબિનેટે ભારત અને લાઓ પિપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિક (લાઓપીડીઆર) વચ્ચે થયેલા નવા હવાઈ સેવા કરાર(એર સર્વિસીસ કરાર)ને મંજૂરી આપી છે.

આ કરારથી બંને દેશો વચ્ચે વેપાર, મૂડી રોકાણ, પ્રવાસન અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનમાં વ્યાપક ધોરણે વધારો થશે તેવી અપેક્ષા છે અને સિવિલ એવિએશન ક્ષેત્રે બંને દેશો વચ્ચે સંવાદિતા સધાશે. આ કરારથી વ્યાપારી તકો પ્રાપ્ત થવા ઉપરાંત વધુ વ્યાપક અને અપાર કનેક્ટીવિટીમાં વધારો થશે અને સાથે સાથે બંને પક્ષોના કેરિયર્સ (વિમાનો) ને વધુ સલામતી અને સુરક્ષા પ્રાપ્ત થશે.

આ કરાર હેઠળ બંને દેશોની માન્ય એરલાઈન્સને ચોક્કસ રૂટ્સ ઉપર સંમતિ મુજબની સર્વિસીસના સંચાલનમાં વાજબી અને સમાન તકો પ્રાપ્ત થશે. રૂટસ અને ફ્રિકવન્સી અંગેના નિર્ણયો હવે પછી લેવાશે. એએસએ (એર સર્વિસ એગ્રીમેન્ટ) એ બે દેશો વચ્ચે હવાઈ જહાજોની હેરફેર માટેનો પાયાનો કાનૂની ઢાંચો છે.

TR