Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને વિયેતનામ વચ્ચે પશુ સ્વાસ્થ્યના ક્ષેત્રમાં સહયોગ માટે સમજૂતી મેમોરેન્ડમ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારત અને વિયેતનામની વચ્ચે પશુ સ્વાસ્થ્યના ક્ષેત્રમાં સહયોગ માટે સમજૂતી મેમોરેન્ડમ પર હસ્તાક્ષરને મંજૂરી આપાઈ છે.

સમજૂતી મેમોરેન્ડમમાં પશુ સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ભારત અને વિયેતનામની વચ્ચે પરસ્પર સહયોગને વધારવાના ઉદ્દેશને નિર્ધારિત કરવામાં આવ્યો છે. અને આમાં નીચે મુજબના મુદ્દાઓ પર સહમતિ પ્રદાન કરવામાં આવી છે.

1. પશુ સ્વાસ્થ્યના ક્ષેત્રમાં વિશેષ જાણકારી આદાન-પ્રદાન અને ખાસ કરીને બંને દેશો માટે ચિંતાજનક પશુ રોગો, પશુઓના નિરીક્ષણ અને તેમને અલગ કરવા, પશુ રોગોના સંબંધમાં દેખરેખ અને તપાસની પ્રગતિ અને ખાદ્યજનક રોગાણુઓના સંબંધમાં માહિતીનું આદાન-પ્રદાન.

2. માંસ પ્રક્રિયા, માંસ ઉત્પાદનો અને કતલખાનાના સંબંધમાં ખાસ જાણકારીનું આદાન-પ્રદાન

3. પશુ સ્વાસ્થ્યના ક્ષેત્રમાં પરસ્પર સમજૂતી અને બંને પક્ષોના સક્ષમ અધિકૃતતાની વચ્ચે સ્વાસ્થ્ય પ્રમાણપત્ર રજૂ કરવા.

4. પશુ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં માનવ સંસાધનોના પ્રશિક્ષણ અને ઉચ્ચીકરણ માટે સહયોગ

સમજૂતી મેમોરેન્ડમ 10 વર્ષની અવધિ માટે લાગુ પડશે જ્યાં સુધી બંને દેશોમાં કોઈ એક પક્ષ ઓછામાં ઓછા છ માસ પહેલા આને સમાપ્ત કરવાની લેખિત નોટીસ ન આપે.

UM/J.Khunt/GP