Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને સંયુક્ત આરબ અમીરાતની વચ્ચે રાષ્ટ્રીય રોકાણ અને માળખાગત કોષમાં લાંબાગાળાના રોકાણને સંકલિત કરવા માટેના સમજૂતી કરારને મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે આજે ભારત અને સંયુક્ત આરબ અમીરાત (યૂએઈ)ની વચ્ચે 11 ફેબ્રુઆરી, 2016ના રોજ હસ્તાક્ષરિત રાષ્ટ્રીય રોકાણ તેમજ માળખાગત કોષ (એનઆઈઆઈએફ)માં લાંબાગાળાના રોકાણને સંકલિત કરવા માટે પૂર્વ વ્યાપી સમજૂતી કરારને મંજૂરી આપી.

એનઆઈઆઈએફનો ઉદ્દેશ અટકી પડેલી પરિયોજનાઓ સહિત, ગ્રીન ફિલ્ડ તેમજ બ્રાઉન ફિલ્ડ બંને પ્રકારની વ્યાવસાયિક રૂપથી વ્યવહારૂ પરિયોજનાઓમાં મુખ્ય રૂપથી માળખાગત વિકાસ દ્વારા આર્થિક પ્રભાવને અધિકત્તમ બનાવવાનો છે. એનઆઈઆઈએફ વ્યૂહાત્મક સ્થાયી ભાગીદારો પાસે ઇક્વિટી ભાગીદારીની અપેક્ષા રહેશે.

આ એમઓયૂ એક પારદર્શી તેમજ ઉચ્ચ સ્તરીય સંરચના તેમજ કમયોગ મંચની સ્થાપના કરવામાં મદદ કરશે જેના અંતર્ગત બંને દેશો એનઆઈઆઈએફ સહિત ભારતમાં ઉપર્યુક્ત માળખાગત પરિયોજના તેમજ સંસ્થાનોમાં યૂએઈની રોકાણ સંસ્થાનોને વિસ્તારિત કરવા તેમજ સુગમ બનાવવાની પદ્ધતિઓની શોધ કરવાની ઈચ્છા રાખે છે. આ એ પ્રકારથી કરાશે જે પરસ્પર સંમતિથી સ્થાપિત રોકાણ માનદંડો તેમજ માનકોને અનુરૂપ હોય.

બંને દેશોના સંબંધિત પ્રતિનિધિઓથી નિર્મિત એક સંયુક્ત કાર્યસમૂહ આ સમજૂતી કરાર અંતર્ગત કમયોગને આગળ લાવશે તથા સંયુક્ત રૂપથી શરતો, સિદ્ધાંતો તેમજ માનદંડો પર વિચાર-વિમર્શ કરશે તથા કમમતિ પ્રદાન કરશે.

AP/J.Khunt/GP