પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી ભારત સરકારની કેબિનેટે ભારત અને સિંગાપુર વચ્ચે કર્મચારી વ્યવસ્થાપન અને જાહેર વહિવટ ક્ષેત્રે થયેલા સમજૂતિ કરાર (એમઓયુને) પર હસ્તાક્ષરને મંજૂરી આપી છે.
વિવિધ પાસાં :
આ સમજૂતિ કરારનો ઉદ્દેશ શાસનની હાલની પદ્ધતિ કામકાજ કરતા લોકો, કામકાજના સ્થળ અને નોકરીઓ, જાહેર સર્વિસ આપવાની વ્યવસ્થા, માનવ સંસાધન વ્યવસ્થાપન, જાહેર ક્ષેત્રમાં સુધારા નેતૃત્વ/પ્રતિભા વિકાસ, ઈ-ગવર્નન્સ/ડીજીટલ સરકાર અંગેની વર્તમાન શાસન વ્યવસ્થા સુધારવાનો છે.
લાભ:
આ સમજૂતિના કરારથી ભારત અને સિંગાપુર વચ્ચે જાહેર વહિવટ અને શાસનલક્ષી સુધારાના ક્ષેત્રે સહયોગનું માળખુ ઉભુ થશે.
આ સમજૂતિ કરારનો ઉદ્દેશ જાહેર વહિવટ, સુશાસન અને જાહેર સેવાઓના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી હાંસલ કરવાનો છે. જેનાથી વધુ બહેતર જાહેર જવાબદારી ખાતર અને પ્રોત્સાહન પ્રાપ્ત થશે, જેથી તેના દ્વારા ઓનલાઈન પબ્લિક સર્વિસ પૂરી પાડવાના જાહેર વહિવટમાં ઉત્તમ અને નવતર પ્રકારની પ્રણાલી દાખલ કરવાનો ઉદ્દેશ છે.
NP/J.Khunt/GP/RP