પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે સમુદ્ર પર આધારિત અર્થવ્યવસ્થાના ક્ષેત્રમાં સહયોગ માટે પ્રોટોકોલ હેતુ આજે તેની પૂર્વ-વ્યાપી સ્વીકૃતિ આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે 26 ઓગષ્ટ, 2015ના રોજ સેશલ્સના રાષ્ટ્રપતિ ભારતની યાત્રા દરમિયાન ભારત અને સેશલ્સ વચ્ચે આ સંદર્ભમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ પ્રોટોકોલ અંતર્ગત બંને દેશોની વચ્ચે સતત વિકાસ અને આર્થિક ઉદ્દેશ્યો માટે મહાસાગર અધ્યયનોની બાબતમાં સહયોગના તંત્ર અને સાધનોની સાથે-સાથે સમુદ્ર આધારિત સંસાધનોનો વૈજ્ઞાનિક સંશોધન અને ઉપોગ કરાશે.
આ સહયોગ સમુદ્રીય અર્થવ્યવસ્થાના ક્ષેત્રમાં ભારતના રણનીતિક સહયોગ, માનવ સંસાધનોના નિકાસથી લાભ, વિશેષજ્ઞતા અને તકનીકીમાં વધારો કરશે અને આ સેશલ્સની સાથે સહયોગની બાબતમાં સમુદ્ર આધારીત સંસાધનો માટે ભારતની પહોંચમાં વૃદ્ધિ કરશે. સેશલ્સની સાથે સમુદ્રીય અર્થવ્યવસ્થામાં સહોયગથી સમુદ્ર આધારીત સંસાધનો પર નવીન આંકડાઓ પ્રદાન કરશે અને ભારતીય વૈજ્ઞાનિકો અને અનુસંધાન સંસ્થાનો દ્વારા વિકસિત વિશેષજ્ઞતા અને પ્રૌદ્યોગિકીની વહેંચણી કરી શકાશે. આનાથી મહાસાગરના અનુસંધાન અને પ્રૌદ્યોગિકીના ક્ષેત્રમાં ઘરેલુ અભિનવોમાં પણ સહાયતા મળશે.
AP/J.Khunt/GP