પીએમઇન્ડિયા
મહામહિમ કિંગ અબ્દુલ્લા,
ધ ક્રાઉન પ્રિન્સ,
બંને દેશોના ડેલિગેટ્સ,
બિઝનેસ જગતના લીડર્સ,
નમસ્કાર.
સાથીઓ,
દુનિયામાં ઘણા દેશોની borders મળે જ છે, ઘણા દેશોના માર્કેટ્સ પણ મળે છે. પરંતુ ભારત અને જોર્ડનના સંબંધો એવા છે, જ્યાં ઐતિહાસિક વિશ્વાસ અને ભવિષ્યના આર્થિક અવસર એકસાથે મળે છે.
ગઈકાલે His Majesty સાથે મારી વાતચીતનો સાર પણ આ જ હતો. Geography ને Opportunityમાં અને Opportunity ને Growth માં કેવી રીતે બદલવી, તેના પર અમે વિસ્તારપૂર્વક ચર્ચા કરી.
મહામહિમ,
તમારી લીડરશિપમાં, જોર્ડન એક એવો Bridge બન્યો છે જે અલગ-અલગ રીજન્સની વચ્ચે સહયોગ અને તાલમેલ વધારવામાં ખૂબ મદદ કરી રહ્યો છે. ગઈકાલે અમારી મુલાકાતમાં તમે જણાવ્યું કે કેવી રીતે ભારતીય companies જોર્ડનના માર્ગે USA, કેનેડા, અને અન્ય દેશોના માર્કેટ સુધી પહોંચી શકે છે. હું અહીં આવેલી ભારતીય કંપનીઓથી આ અવસરોનો પૂરો લાભ ઉઠાવવાનો અનુરોધ કરીશ.
સાથીઓ,
ભારત આજે જોર્ડનનો ત્રીજો સૌથી મોટો Trading partner છે. હું જાણું છું કે બિઝનેસની દુનિયામાં numbers નું મહત્વ હોય છે. પરંતુ અહીં અમે માત્ર numbers ગણવા નથી આવ્યા, પરંતુ અમે long term relationship બનાવવા આવ્યા છીએ.
એક જમાનો હતો, જ્યારે ગુજરાતથી Petra ના રસ્તે યુરોપ સુધીનો વેપાર થતો હતો. અમારી Future prosperity માટે અમારે તે links ફરીથી revive કરવા પડશે. અને આને સાકાર કરવામાં આપ સૌનું મહત્વપૂર્ણ યોગદાન રહેશે.
સાથીઓ,
આપ સૌ જાણો છો કે ભારત, Third Largest Economy તરફ ઝડપથી વધી રહ્યું છે. ભારતની Growth Rate Eight percent થી ઉપર છે. આ Growth Number, productivity-driven governance અને Innovation driven policies નું પરિણામ છે.
આજે જોર્ડનના દરેક બિઝનેસ, દરેક Investor માટે પણ ભારતમાં અવસરોના નવા દ્વાર ખુલી રહ્યા છે. ભારતની તેજ Growth માં તમે સહયોગી બની શકો છો, અને તમારા રોકાણ પર શાનદાર Return પણ મેળવી શકો છો.
સાથીઓ,
આજે દુનિયાને નવા Growth Engines જોઈએ છે. દુનિયાને એક trusted supply chain ની જરૂર છે. ભારત અને Jordan મળીને, દુનિયાની જરૂરિયાતોને પૂરી કરવામાં મોટો રોલ નિભાવી શકે છે.
હું આપસી સહયોગના કેટલાક key sectors ની ચર્ચા તમારી સાથે જરૂર કરવા માંગીશ. એવા સેક્ટર, જ્યાં vision, viability અને velocity, આ ત્રણેય હાજર છે.
પહેલો, Digital Public Infrastructure અને IT. આમાં ભારતનો અનુભવ જોર્ડનના પણ ખૂબ કામ આવી શકે છે. ભારતે ડિજિટલ ટેક્નોલોજીને inclusion અને efficiency નું model બનાવ્યું છે. અમારા UPI, Aadhaar, Digilocker જેવા frameworks આજે global benchmarks બની રહ્યા છે. His Majesty અને મેં આ frameworks ને Jordan ના Systems સાથે જોડવા પર ચર્ચા કરી છે. અમે બંને દેશો, Fintech, Health-tech, Agri-tech આવા અનેક sectors માં અમારા startups ને directly connect કરી શકીએ છીએ. એક shared ecosystem બનાવી શકીએ છીએ, જ્યાં અમે ideas ને capital થી, અને innovation ને scale થી connect કરી શકીએ છીએ.
સાથીઓ,
Pharma અને Medical Devices ના ક્ષેત્રમાં પણ અનેક સંભાવનાઓ છે. આજે Healthcare માત્ર એક sector નથી, પરંતુ એક strategic priority છે.
જોર્ડનમાં ભારતીય કંપનીઓ Medicine બનાવે, Medical Device બનાવે, તેનાથી જોર્ડનના લોકોને તો ફાયદો થશે જ. West Asia અને Africa માટે પણ જોર્ડન એક reliable hub બની શકે છે. Generics હોય, vaccines હોય, આયુર્વેદ હોય કે wellness, India brings trust અને Jordan brings reach.
સાથીઓ,
હવે પછીનું સેક્ટર Agriculture નું છે. ભારતને dry climate માં ખેતીનો ખૂબ અનુભવ છે. અમારો આ experience, જોર્ડનમાં real difference લાવી શકે છે. અમે Precision farming અને micro-irrigation જેવા solutions પર કામ કરી શકીએ છીએ. Cold chains, food parks અને storage facilities બનાવવામાં પણ અમે મળીને કામ કરી શકીએ છીએ. જેમ Fertilisers માં અમે Joint Venture કરી રહ્યા છીએ, તેમ જ અન્ય ક્ષેત્રોમાં પણ અમે આગળ વધી શકીએ છીએ.
સાથીઓ,
Infrastructure અને Construction તેજ Growth માટે ખૂબ જરૂરી છે. આ ક્ષેત્રોમાં અમારું collaboration અમને Speed અને Scale, બંને આપશે.
His Majesty એ જોર્ડનમાં Railway અને Next-gen Infrastructure બનાવવાનું Vision શેર કર્યું છે. હું તેમને વિશ્વાસ અપાવવા માંગુ છું, કે અમારી કંપનીઓ તેમના Vision ને સાકાર કરવા માટે સક્ષમ પણ છે, અને ઉત્સુક પણ.
ગઈકાલે અમારી મુલાકાતમાં His Majesty એ સિરિયામાં Infrastructure reconstruction ની જરૂરિયાતો વિશે પણ જણાવ્યું. ભારત અને જોર્ડનની કંપનીઓ આ જરૂરિયાતોને પૂરી કરવા પર મળીને કામ કરી શકે છે.
સાથીઓ,
આજની દુનિયા Green Growth વગર આગળ વધી શકતી નથી. Clean Energy હવે માત્ર વિકલ્પ નથી, પરંતુ એક need બની ચૂકી છે. Solar, wind, green hydrogen, energy storage આમાં ભારત ખૂબ મોટી Investor ના રૂપમાં કામ કરી રહ્યું છે. જોર્ડન પાસે પણ ખૂબ મોટું potential છે, જેને અમે Unlock કરી શકીએ છીએ.
એવું જ Automobile અને Mobility નું સેક્ટર છે. ભારત આજે Affordable EVs, two-wheelers અને CNG mobility solutions માં દુનિયાના ટોપ દેશોમાંથી એક છે. આ ક્ષેત્રમાં પણ અમારે વધુમાં વધુ કામ મળીને કરવું જોઈએ.
સાથીઓ,
ભારત અને જોર્ડન, બંને દેશો પોતાના Culture, પોતાની Heritage પર ખૂબ ગર્વ કરે છે. Heritage અને Cultural Tourism માટે પણ બંને દેશોમાં ખૂબ વધારે Scope છે. હું સમજું છું કે બંને દેશોના Investors એ આ દિશામાં આગળ વધવું જોઈએ.
ભારતમાં, આટલી બધી Films બને છે. આ Films નું Shooting જોર્ડનમાં થાય, અહીં Joint Film Festivals થાય, તેના માટે પણ જરૂરી પ્રોત્સાહન આપી શકાય છે. ભારતમાં થનારી આગામી WAVES Summit માં અમે જોર્ડનથી એક મોટા Delegation ની અપેક્ષા કરીએ છીએ.
સાથીઓ,
Geography, જોર્ડનની Strength છે, અને ભારત પાસે, Skill પણ છે અને Scale પણ. બંનેની Strength જ્યારે એકસાથે આવશે, તો તેનાથી બંને દેશોના યુવાનોને નવા અવસર મળશે.
બંને દેશોની સરકારોનું Vision બિલકુલ સ્પષ્ટ છે. હવે બિઝનેસ વર્લ્ડના આપ સૌ સાથીઓને પોતાની Imagination, Innovation અને Entrepreneurship થી આને જમીન પર ઉતારવાનું છે.
અંતમાં હું તમને ફરી કહીશ.
Come… Let us invest together Innovate Together And Grow Together
Your Majesty,
હું એકવાર ફરી તમારો, જોર્ડન સરકારનો અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું.
‘શુક્રાન‘. ખૂબ-ખૂબ ધન્યવાદ.
SM/BS/GP/JD
My remarks during the India-Jordan Business Meet. https://t.co/GFuG7MD98U
— Narendra Modi (@narendramodi) December 16, 2025
भारत और जॉर्डन के संबंध ऐसे है, जहाँ ऐतिहासिक विश्वास और भविष्य के आर्थिक अवसर एक साथ मिलते हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 16, 2025
भारत की growth rate 8 percent से ऊपर है।
— PMO India (@PMOIndia) December 16, 2025
ये growth number, productivity-driven governance और Innovation driven policies का नतीजा है: PM @narendramodi
भारत को dry climate में खेती का बहुत अनुभव है।
— PMO India (@PMOIndia) December 16, 2025
हमारा ये experience, जॉर्डन में real difference ला सकता है।
हम Precision farming और micro-irrigation जैसे solutions पर काम कर सकते हैं।
Cold chains, food parks और storage facilities बनाने में भी हम मिलकर काम कर सकते हैं: PM
आज healthcare सिर्फ एक sector नहीं है, बल्कि एक strategic priority है।
— PMO India (@PMOIndia) December 16, 2025
जॉर्डन में भारतीय कंपनियां मेडिसन बनाएं, मेडिकल डिवाइस बनाएं... इससे जॉर्डन के लोगों को तो फायदा होगा ही... West Asia और Africa के लिए भी जॉर्डन एक reliable hub बन सकता है: PM @narendramodi
भारत ने डिजिटल टेक्नॉलॉजी को inclusion और efficiency का model बनाया है।
— PMO India (@PMOIndia) December 16, 2025
हमारे UPI, Aadhaar, डिजिलॉकर जैसे frameworks आज global benchmarks बन रहे हैं।
His Majesty और मैंने इन frameworks को Jordan के सिस्टम्स से जोड़ने पर चर्चा की है: PM @narendramodi
Addressed the India-Jordan Business Forum. The presence of His Majesty King Abdullah II and His Royal Highness Crown Prince Al-Hussein bin Abdullah II made the programme even more special. Highlighted areas where India and Jordan can deepen trade, business and investment… pic.twitter.com/MsXjayDTy8
— Narendra Modi (@narendramodi) December 16, 2025