Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત તથા સાઓ તોમે અને પ્રિન્સીપી વચ્ચે પરંપરાગત તબીબી પ્રણાલીઓ અને હોમિયોપથીના ક્ષેત્રે થયેલા સમજૂતિ કરારને કેબિનેટની મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં ભારત તથા સાઓ તોમે અને પ્રિન્સીપી  વચ્ચેના પરંપરાગત તબીબી પ્રણાલીઓ અને હોમિયોપથીના ક્ષેત્રે થયેલા સમજૂતિ કરારને પશ્ચાદવર્તી અસરથી મંજૂરી આપવામાં આવી છે. આ સમજૂતિના કરાર પર માર્ચ 2018માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

 

મહત્વપૂર્ણ અસર :

 

આ સમજૂતિ કરારને કારણે બંને દેશો વચ્ચે પરંપરાગત તબીબી પ્રણાલીઓ અને હોમિયોપથીના ક્ષેત્રે સહયોગમાં વૃધ્ધિ થશે. પરસ્પરના આ સાંસ્કૃતિક વારસાને  કારણે આ કરાર બંને દેશો માટે ખૂબ જ મહત્વના બની રહેશે.

 

અમલીકરણની વ્યુહરચના અને લક્ષ્યાંકો:

 

હસ્તાક્ષર કરેલા સમજૂતિ કરારની નકલો પ્રાપ્ત થયા પછી બંને પક્ષો વચ્ચે પ્રવૃત્તિઓ શરૂ થશે. બે દેશો વચ્ચે કરવામાં આવેલી આ પહેલ હસ્તાક્ષર કરાયેલા કરારની શરતો મુજબ રહેશે અને આ સમજૂતિ કરાર અમલમાં રહે ત્યાં સુધી સતત પ્રક્રિયા ચાલુ રહેશે.

 

પશ્ચાદભૂમિકા:

 

ભારતને સુવિકસિત તબીબી પ્રણાલીઓ અને તબીબી છોડ સ્વરૂપે વરદાન પ્રાપ્ત થયું છે. આ બાબત વિશ્વમાં આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ મહત્વ ધરાવે છે.

 

ભારત સરકારના આયુષ મંત્રાલયને મળેલા આદેશ મુજબ આયુર્વેદ, યોગ, અને નેચરોપથી, યુનાની, સિધ્ધ, સોવા-રિગપા અને હોમિયોપથી સહિતની પરંપરાગત તબીબી પ્રણાલીઓને પ્રોત્સાહન, પ્રચાર તથા વિશ્વસ્તરે લઈ જવા માટેની કામગીરી કરાઈ છે. મલેશિયા સરકાર, ત્રિનિદાદ અને ટોબેગો સરકાર, હંગેરીની સરકાર, બાંગ્લાદેશ સરકાર, નેપાળ સરકાર, મોરિશિયસ સરકાર, મોંગોલીયા સરકાર, ઈરાન સરકાર સાથે પરંપરાગત તબીબી પ્રણાલીઓમાં સહયોગનાં અસરકારક પગલાં લેવામાં આવ્યાં છે. શ્રીલંકાની સરકાર સાથે વધુ એક સમજૂતિ કરાર કરવાની દરખાસ્ત છે.

 

NP/J.Khunt/GP/RP