Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત દ્વારા મૂળભૂત દેશમાંથી નફાનું ધોવાણ અને નફાની વહેંચણી અટકાવવાના પગલાં સાથે સંબંધિત કરવેરા સમજૂતીનો અમલ કરવા બહુપક્ષીય સંમેલનમાં હસ્તાક્ષર કરવા મંત્રીમંડળે મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મૂળ દેશને નુકસાન અને નફાનું સ્થળાંતરણ અટકાવવા કરવેરા સમજૂતી સંબંધિત પગલાંનો અમલ કરવા બહુપક્ષીય સંમેલન માટે મંજૂરી આપી હતી. આ સંમેલન ઓઇસીડી/જી20ની બેઠકનું પરિણામ છે. બીઇપીએસ પ્રોજેક્ટનો મૂળ ઉદ્દેશ કરેવરાના આયોજનની વ્યૂહરચનાઓ મારફતે ઓછો કરવેરો કે કરેવરો ન લાગે તેવા દેશોમાં ખસેડવા માટે કરવેરાના નિયમોમાં રહેલી ખામીઓનો ઉપયોગ કરીને મૂળ દેશને નુકસાન અને નફાનું સ્થળાંતરણ અટકાવવાનો છે. હકીકતમાં ઓછો કરવેરો ધરાવતા કે કોઈ કરવેરો ન ધરાવતા દેશોમાં આર્થિક પ્રવૃત્તિઓ પર કરવેરો લાગતો નથી, જેના પરિણામે કોર્પોરેટ કરવેરો ચુકવવો પડતો નથી.

બીઇપીએસ પ્રોજેક્ટમાં 15 કામગીરી ઓળખવામાં આવી છે, જેથી બીઇપીએસને વિસ્તૃતપણે સંબોધી શકાય. અંતિમ બીઇપીએસ પેકેજીસના અમલીકરણ માટે 3000થી વધારે દ્વિપક્ષીય કરવેરા સમજૂતીઓમાં ફેરફાર કરવાની જરૂર છે, જેમાં ઘણો સમય લાગે છે અને કંટાળાજનક છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને સંમેલનની કલ્પના બહુપક્ષીય માધ્યમ તરીકે કરવામાં આવી હતી, જે બીઇપીએસ પગલાંનો અમલ કરવા આવરી લેવાયેલી તમામ દ્વિપક્ષીય કરવેરા સમજૂતીઓ (આવરી લેવાયેલી કરવેરા સમજૂતીઓ/સીટીએ)માં ઝડપથી સુધારો કરશે. આ હેતુ માટે આ પ્રકારની બહુપક્ષીય માધ્યમના વિકાસ માટે કામચલાઉ જૂથની રચના કરવામાં આવી હતી, જેને ફેબ્રુઆરી, 2015માં જી-20ના નાણાં પ્રધાનો અને સેન્ટ્રલ બેંકના ગવનર્સ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

પૃષ્ઠભૂમિઃ

ભારત જી20, ઓઇસીડી, બીઇપીએસ એસોસિએટ્સ અને અન્ય રસ ધરાવતા દેશોના 100થી વધારે દેશોના કામચલાઉ જૂથનો ભાગ હતો, જેણે 15 મે, 2015ના રોજ શરૂ થયેલા બહુપક્ષીય સંમેલનની સમજૂતીને અંતિમ ઓપ આપવા સમાન ધોરણે કામ કર્યું હતું. સમજૂતીની શરતો અને સ્પષ્ટીકરણના નિવેદનનો સ્વીકાર કામચલાઉ જૂથે 24 નવેમ્બર, 2016ના રોજ કર્યો હતો.

સંમેલને સમજૂતીના દુરુપયોગના નિવારણ અને પારસ્પરિક સમજૂતી પ્રક્રિયા મારફતે વિવાદ નિવારણ સાથે સંબંધિત બે લઘુતમ ધારાધોરણોનો અમલ કર્યો છે. સંમેલન સુધારેલા પ્રોટોકોલ મુજબ એક વર્તમાન સમજૂતી તરીકે કામ નહીં કરે, જે આવરી લેવાયેલી કરવેરા સમજૂતીમાં પ્રત્યક્ષ સુધારો કરશે. તેના બદલે તે વર્તમાન કરવેરા સમજૂતીઓની સાથે લાગુ પડશે, બીઇપીએસ પગલાંનો અમલ કરવા તેમની કામગીરીમાં સુધારણા કરશે. સંમેલન બહુપક્ષીય સંદર્ભમાં બીઇપીએસ પ્રોજેક્ટના અમલીકરણમાં સાતત્યતા અને ચોક્કસતા સુનિશ્ચિત કરશે. સંમેલન ચોક્કસ કરવેરા સમજૂતીને બાકાત રાખવાની સુવિધા પ્રદાન કરે છે અને અનામત મારફતે જોગવાઈઓના ભાગરૂપે કે જોગવાઈઓને સામેલ ન કરવાની સુવિધા આપે છે.

સંમેલન હસ્તાક્ષર માટે 31 ડિસેમ્બર, 2016ના રોજ ખુલ્યું છે અને પ્રથમ સંયુક્ત હસ્તાક્ષર સમારંભ પેરિસમાં 7 જૂન, 2017ના રોજ યોજાશે. સંમેલનમાં સંમતિ વ્યક્ત કરવાની પ્રક્રિયાનું પ્રથમ પગલું હસ્તાક્ષર છે, જે મંજૂરીને આધિન રહેશે. તેમાં આવરી લેવાયેલી કરવેરાની સમજૂતીઓની યાદી તથા દેશ દ્વારા પસંદ કરાયેલા અનામતો અને વિકલ્પોની યાદી હસ્તાક્ષરના સમયે કે બહાલી આપવામાં આવે ત્યારે આપવી જરૂરી છે.

મંત્રીમંડળની મંજૂરી ભારત દ્વારા સંમેલનના હસ્તાક્ષર માટે આપવામાં આવી છે. તેમાં આવરી લેવાયેલી કરવેરાની સમજૂતીઓની કામચલાઉ યાદી અને જૂન, 2017માં હસ્તાક્ષર સમયે રિઝર્વેશનની કામચલાઉ યાદીની પણ દરખાસ્ત છે. બંને માટે અંતિમ યાદી ભારત મંજૂરી આપતી વખતે રજૂ કરશે.

બહુપક્ષીય સંમેલનમાં હસ્તાક્ષર સરળતાપૂર્વક ભારતને વર્તમાન કરવેરાની સમજૂતીઓમાં સુધારા મારફતે બીઇપીએસ પરિણામો લાગુ કરવા સક્ષમ બનાવશે. તે સુનિશ્ચિત કરવું ભારતના હિતમાં પણ છે કે તેના તમામ સમજૂતી ભાગીદારો બીઇપીએસ દુરુપયોગ વિરોધી પરિણામો અપનાવે. સંમેલનમાં હસ્તાક્ષર સમજૂતીના દુરુપયોગ અને મૂળભૂત દેશને નુકસાન તથા નફાના સ્થળાંતર મારફતે આવકમાં નુકસાનને નિયંત્રણમાં લેવા સક્ષમ બનાવશે. આ રીતે નોંધપાત્ર આર્થિક પ્રવૃત્તિ થાય ત્યાં નફા પર કરવેરો લગાવવાનું સુનિશ્ચિત થશે અને જ્યાં મૂલ્ય સર્જન થાય છે ત્યાં નફાનું વહન થશે.

TR