Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત – બાંગ્લાદેશ પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઈનના ઉદ્ઘાટન સમારંભમાં પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

ભારત – બાંગ્લાદેશ પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઈનના ઉદ્ઘાટન સમારંભમાં પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ


મારી દ્રષ્ટિએ આ એક ઐતિહાસિક અવસર છે. કદાચ દુનિયામાં ખૂબ ઓછા લોકોને આ અવસર મળતો હશે કે આધુનિક વિજ્ઞાનના માધ્યમથી બે દેશોના પ્રધાનમંત્રી એક મુખ્યમંત્રીની સાથે મળીને કોઈ યોજનાનું લોકાર્પણ કરી રહ્યા હોય. આ દ્રષ્ટિથી હું આને એક ખૂબ મહત્વપૂર્ણ અવસર માનું છું. પ્રધાનમંત્રીજીએ પોતાના અભિભાષણના માધ્યમથી તેમણે એ વાતને આગળ વધારી, પ્રોત્સાહન આપ્યું, હું આના માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. બંગબંધુ શેખ મુજિબુર રહમાનજીનો ભારતની સાથે સંબંધ ઘણો અતૂટ રહ્યો. એમણે પણ એ મુશ્કેલીના દિવસોમાં માનવતાથી એ કાર્યોમાં ભારત કેવા પ્રકારથી તેમના દુઃખ દર્દમાં ભાગીદાર બન્યું તેને હંમેશા યાદ કર્યું છે અને ભારત પ્રત્યે આભાર પણ વ્યક્ત કર્યો છે. આજે પણ એ ભાવનાઓને એવી જ તીવ્રતાની સાથે તમે પ્રકટ કરી રહ્યા છો.

એ દિવસ હતા જ્યારે દુઃખ, દર્દ અને પીડાથી ભરેલું બાંગ્લાદેશ હતું. આજે બાંગ્લાદેશ ઉંચાઈઓ તરફ જઈ રહ્યું છે. ત્યારે પણ અમે ખભેથી ખભો મેળવીને તમારી સાથે ચાલી રહ્યા છીએ, તમે અમારી સાથે ચાલી રહ્યા છો. આપણે બંને મળીને દુનિયાની સામે એક ઉદાહરણ રાખી રહ્યા છીએ કે પાડોશીઓની સાથે સંબંધ કેવા પ્રકારના હોઈ શકે છે. એકબીજા આધારિત વિશ્વને સાકાર કરવાનો ઉત્તમમાં ઉત્તમ માર્ગ કયો હોઈ શકે છે અને હું જોઈ રહ્યો છું કે એક પછી એક સહયાત્રાના સહયોગના અમારા પ્રયાસ ખૂબ જ ઉત્તમ પ્રકારના પરિણામ આપવાનું સામર્થ્ય રાખે છે. અને હું આ અવસરને એ રૂપમાં જોઉં છું અને મને વિશ્વાસ છે કે ગ્લોબલ કોમ્યુનીટી એક નાના ખંડમાં વીડિયો કેમેરા દ્વારા થઈ રહેલા આ કાર્યક્રમને એક વૈશ્વિક સ્તર પર પણ એક ઘટનાને જોશે, એવો મને પૂરો વિશ્વાસ છે.

આજની ઘટના – વિજળી ભારતથી બાંગ્લાદેશ જઈ રહી છે. એક નવી ઉર્જા, વિકાસની ઉર્જાનો આ અવસર છે. બીજી તરફ આપણી પાસે એક એવો ગેટવે ખુલી રહ્યો છે. કેમ કે અત્યાર સુધી આપણું પૂર્વ બાકાત હતું. અને હું એક્ટ ઈસ્ટ પોલિસીને લઈને ચાલી રહ્યો છું ત્યારે મારા માટે આ પૂર્વનો ગેટવે ખૂબ મહત્વપૂર્ણ છે. અને બંગ્લાદેશની સાથે મળીને ડિજિટલ વર્લ્ડનો પૂર્વનો ગેટવે ખોલવો એ પોતાનામાં, ભારતના પૂર્વી વિસ્તારોમાં અને ખાસ કરીને આસામ, નોર્થ ઈસ્ટ સહિત ત્રિપુરા અને સિક્કિમ એ અમારું જે અષ્ટ લક્ષ્મીનો પ્રદેશ છે, ત્યાંના નવયુવાનો માટે આ એક નવી ચેતના જગાવનારો અવસર બનવાનો છે. અને આજની દુનિયા કોમ્યુનિકેશનની તાકાત પર ચાલે છે. કોમ્યુનિકેશનની તાકાતને પ્રોત્સાહિત કરવાનો આ અવસર છે. અને માટે જ તમે અમને જે સહયોગ આપ્યો છે, જે સુવિધા આપી એના માટે હું આપનો આભાર વ્યક્ત કરું છું.

આવનારા દિવસોમાં વિજળીના સંબંધમાં પણ જે ટ્રાન્સમિશન લાઈનો નાંખાઈ રહી છે અમે પહેલેથી જ તેની ક્ષમતા વધારે રાખી છે, કે જેથી આવનારા દિવસોમાં જેવી તેની આવશ્યકતા પડે અને અમે જેટલું વધારે આપની સાથે મળીને ઉર્જાના ક્ષેત્રમાં કાર્ય કરી શકીએ. અમારો નિરંતર પ્રયાસ રહેશે અને હું આજે આ અવસર પર, હું આને ખૂબ મહત્વપૂર્ણ માનું છું અને કેટલાક દિવસો પહેલા અમે રોડ કનેક્ટિવીટીનો સફળ પ્રયાસ આગળ વધાર્યો – બાંગ્લાદેશ, નેપાળ, ભારત અને ભૂતાન. આજે અમે વિજળીના માધ્યમથી એક નવી ઉર્જા આપી રહ્યા છીએ અને અમે 21મી સદીની મહત્વપૂર્ણ કનેક્ટિવીટીને – ડિજીટલ કનેક્ટિવીટીને જોડી રહ્યા છીએ. એટલે કે જળ હોય, જમીન હોય, આકાશ હોય. હવે બાંગ્લાદેશ અને ભારત જોડાતા જ જઈ રહ્યા છે અને ખભે થી ખભો મેળવીને આગળ ચાલી રહ્યા છે અને જેવું મેં આવીને કહ્યું હતું.

આજે આપણે અવકાશમાં પણ આગળ સાથે-સાથે વધવાનું છે. બંગ-બંધુ સેટેલાઈટ, ભારતની મહત્વકાંક્ષા છે કે બંગ-બંધુ સેટેલાઈટમાં પણ, જેમ રોડમાં પણ અમે તમારી સાથે જોડાયા છીએ, જેમ જળમાં અમે તમારી સાથે જોડાયા છીએ, જેમ ડિજિટલ દુનિયામાં અમે તમારી સાથે જોડાયા છીએ, સ્પેસમાં પણ અમે સાથે જોડાઈને આગળ વધવા ઈચ્છીએ છીએ. હું ફરી એક વખત આપ સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું અને ખાસ કરીને આજે ભારત હોળીનો ઉત્સવ ઉજવી રહ્યો છે. હોળી અમારા ત્યાં એક મોટો પવિત્ર તહેવાર ગણાય છે, બાંગ્લાદેશમાં પણ કેટલાક ભૂ-ભાગમાં જ્યાં હોળીનો તહેવાર ઉજવાય છે અને હોળીના આ પવિત્ર તહેવાર પર આ અવસર પોતાનામાં, આપણા સંબંધોને નવા રંગોથી ભરી દેશે અને નવી ઉર્જા અને નવી કનેક્ટિવિટીનું કારણ બનશે.

આજે એક બીજો પણ મહત્વપૂર્ણ અવસર છે અને આજે એ મહત્વપૂર્ણ અવસર છે બાંગ્લાદેશ અને ભારત ટી-20ની મેચ આજે છે. હું બંને ટીમોને ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું અને ભારત અને બાંગ્લાદેશ જ્યારે રમે છે આપણા નવયુવાનોમાં તો રમતની હાર-જીતથી ઉપર ઉઠીને સંબંધોમાં ખેલદિલીની તાકાત ઉત્પન્ન થાય છે. જેમ વિજળી નવી તાકાત આપે છે, આપણી ખેલદિલી પણ નવી તાકાત આપે છે. આજે એ ખેલદિલીની સાથે આપણી બંને ટીમો રમે અને દુનિયાને સુંદર ખેલદિલીનું ઉદાહરણ પૂરું પાડે. મારી બંને ટીમોને ખૂબ-ખૂબ શુભકામનાઓ. આપનો પણ ખૂબ-ખૂબ ધન્યવાદ કરું છું.

AP/J.Khunt/GP