Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે નિર્ધનતા અને ભૂખ નિવારણ માટે ઇબ્સા ફંડ હેતુ ત્રિપક્ષીય સમજૂતિને કેબિનેટે મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે નિર્ધનતા અને ભૂખ નિવારણ હેતુ ત્રિપક્ષીય સમજૂતિ પર હસ્તાક્ષર કરવા માટેની અનુમતિ આપવામાં આવી હતી.

આ નિર્ણયથી દક્ષિણ-દક્ષિણ સહયોગના ક્ષેત્રમાં અદ્વિતિય ઇબ્સા ફંડ (IBSA Fund)ને મજબૂત બનાવવા માટે મદદ મળશે. ઈબ્સા દેશ આ ફંડમાં વાર્ષિક એક મિલિયન અમેરિકી ડોલર આપે છે જે ફેબ્રુઆરી 2015 સુધીમાં 28.2 મિલિયન ડોલર જેટલું થઇ ગયું છે. ભારત અત્યાર સુધી આ ફંડમાં 9.1 મિલિયન અમેરિકી ડોલર આપી ચૂક્યું છે.

ઈબ્સા ફંડ વિકાસ પરિયોજનાઓની જવાબદારીઓને સંભાળે છે. ઈબ્સા કોષ દ્વારા વિત્તપોષિત પહેલી પરિયોજના કૃષિ અને પશુધન વિકાસ અંગે હતી. ડિસેમ્બર 2006માં ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર દિવસના અવસરે આ ઇબ્સા ફંડને દક્ષિણ-દક્ષિણ સહકારિતા પુરસ્કાર આપવામાં આવ્યું હતું. તેનાથી દક્ષિણ-દક્ષિણ વિકાસાત્મક સહકારિતાના ક્ષેત્રમાં ઇબ્સા ફંડનું મહત્વ અને કદનું નિર્દેશ મળે છે.

ઇબ્સા ડાયલોગ ફોરમ હેઠળ સહયોગના ત્રણમાંથી એક સ્તંભ તરીકે ઇબ્સા ફંડની રચના વર્ષ 2004માં નિર્ધનતા અને ભૂખ નિવારણના હેતુ માટે કરવામાં આવી હતી. અન્ય બે સ્તંભ છે જેમાં વિશ્વ રાજનીતિ પર મંત્રણા અને સમન્વયન અને યથાર્થપૂર્ણ ક્ષેત્રો અને પરિયોજનાઓ અંગે ત્રિપક્ષીય સહયોગ છે.

પૃષ્ઠભૂમિકા :

ઇબ્સા ડાયલોગ ફોરમને દક્ષિણના વૈશ્વિક પ્રાસંગિકતા અને પ્રભાવવાળા ત્રણ ઉત્સાહપૂર્ણ જનતંત્રોની વચ્ચે સહયોગ હેતુ જૂન 2003માં શરૂ કરવામાં આવ્યું હતું. બધા ત્રણ દેશ બહુલવાદી, બહુસાંસ્કૃતિક, બહુનસ્લીય, બહુભાષીય અને અનેક ધર્મોના સમાજવાળા વિકાસશીલ દેશ છે.

J.Khunt/PIB Ahmedabad