પીએમઇન્ડિયા
મલેશિયાના પ્રધાનમંત્રી મહામહિમ દાતો શ્રી મોહમ્મદ નઝીબ તૂન અબ્દુલ રઝાકના આમંત્રણ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 23 નવેમ્બરના રોજ મલેશિયાનો સત્તાવાર પ્રવાસ કર્યો હતો. આ અગાઉ 21 નવેમ્બર 2015ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસિયાન-ભારત શિખર સંમેલન અને પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. બન્ને પ્રધાનમંત્રીઓએ પુત્રજયામાં સત્તાવાર વાતચીત કરી અને કુઆલાલમ્પુરના બ્રીક્ફિલ્ડસમાં સંયુક્ત રીતે તોરણ દ્વારનું ઉદ્ધાટન કર્યું હતું, જે ભારત – મલેશિયાની મૈત્રીના પ્રતીકના રૂપમાં ભારત તરફથી મલેશિયાને ભેટ છે.
ઉષ્માભર્યા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આયોજીત સત્તાવાર મંત્રણા દરમિયાન બન્ને પ્રધાનમંત્રીઓએ સ્વીકાર્યું કે તાજેતરના વર્ષોમાં ભારત – મલેશિયાના સંબંધોમાં અસરકારક પ્રગતિ થઈ છે. મંત્રીમંડળ અને આધિકારીક સ્તરની મંત્રણાઓ તથા અનેક સમજૂતિઓથી ઓક્ટોબર 2010માં બન્ને દેશો વચ્ચે સ્થાપિત વ્યૂહાત્મક ભાગીદારીનું સંપૂર્ણ ક્ષમતા સાથે અમલ કરવા માટે માળખું ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
બન્ને નેતાઓએ મલેશિયાઈ એરલાઇન્સની ઉડ્ડયન સંખ્યા એમએચ-370 પર સવાર લોકોના પરિવારજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરી હતી. આ સંદર્ભે મલેશિયાના પ્રધાનમંત્રીએ મલેશિયામાં સુબંગ એરબેઝ સહિત છ જહાજ અને સાત વિમાનોની તૈનાતી દ્વારા તલાશી અભિયાનમાં ભારત દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી સહાયતા અંગે પણ આભાર વ્યક્ત કર્યો હતો.
બન્ને નેતાઓએ બન્ને દેશોમાં પર્યટકોની વધી રહેલી સંખ્યાનું પણ સ્વાગત કર્યું હતું અને મલેશિયામાં વિશાળ સંખ્યામાં હાજર ભારતીય સમુદાય સહિત બન્ને દેશોના લોકો વચ્ચેની નજીકની સંસ્કૃતિ અને ધાર્મિક આત્મિયતાની ભાવનાનું પણ સ્મરણ કર્યું હતું. આ મલેશિયા અને ભારત વચ્ચે વર્તમાન અને આવનારા સમયમાં મૈત્રીપૂર્ણ સંબંધોને ગતિ પ્રદાન કરીને વધુમાં વધુ વિકસિત અને સુદૃઢ કરવાની દિશામાં એક સકારાત્મક પગલું છે.
બહુસાંસ્કૃતિકવાદને પ્રોત્સાહન આપવા માટે પોતાના હિતોને યાદ કરીને બન્ને નેતાઓએ લોકતંત્ર, બહુલવાદ અને વિકાસ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાને પણ ફરીથી યાદ કરી હતી. બન્ને નેતાઓએ એશિયા પ્રશાંત ક્ષેત્રમાં વૃદ્ધિ, આર્થિક વિકાસ અને સ્થાયિત્વને પ્રોત્સાહન આપવા માટે મલેશિયા અને ભારત દ્વારા આપવામાં આવેલા યોગદાનની પણ પ્રસંશા કરી હતી અને આ ક્ષેત્રમાં રાજકીય તથા સામાજીક-આર્થિક હિતો અને આકાંક્ષાઓ પર આધારિત શાંતિ, વિકાસ અને સુરક્ષાને વધારવા માટે એક બીજાની જવાબદારીઓનો સ્વીકાર કર્યો હતો.
બન્ને પ્રધાનમંત્રીઓએ પાછલા વર્ષોમાં દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને હાલના ક્ષેત્રમાં સહયોગ મજબૂત કરવા માટે તથા નવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની સાથે બન્ને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને આગળના સ્તર સુધી લઇ જવા માટેની પોતાની પ્રતિબદ્ધતાનું પણ પુનરાવર્તન કર્યું હતું.
ત્યાર પછી બન્ને પ્રધાનમંત્રીઓની ઉપસ્થિતિમાં 2015થી 2020 સુધીના સમયગાળા માટે સાંસ્કૃતિ આદાન-પ્રદાનની સમજૂતિ પર હસ્તાક્ષર અને પરિયોજના આપૂર્તિ સહયોગ અને નિરીક્ષણ તથા સાયબર સુરક્ષા સહયોગની બે સમજૂતિ કરાર (એમઓયુ) પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
બન્ને દેશો વચ્ચેના સંબંધોને વધારવા માટે તથા સુદૃઢ કરવાના પ્રયાસમાં બન્ને નેતાઓ વ્યૂહાત્મક ભાગીદારીને વધારવા માટે નીચે જણાવેલ પ્રયાસ પર સંમત હતાઃ
રાજકીય વિચાર – વિમર્શ
1. બહુપક્ષીય કાર્યક્રમો ઉપરાંત નિયમિત શિખર સંમેલનોનું આયોજન કરવામાં આવે.
2. બન્ને દેશોના વિદેશ મંત્રીઓની અધ્યક્ષતામાં સંયુક્ત આયોગની આવનારી બેઠક માટેની વ્યવસ્થા કરવામાં આવે. હવે પછીની બેઠકનું આયોજન નવી દિલ્હીમાં 2016ના પ્રથમ છ મહિનામાં કરવામાં આવે.
3. બન્ને દેશો વચ્ચે રોકાણ અને વેપાર માટે અવસર ખોલવા તથા ભારત દ્વારા શરૂ કરવામાં આવેલ નવી વિકાસલક્ષી પહેલ અંગેની જાણકારી આપવા માટે વેપાર તથા ઉદ્યોગ, પરિવહન, લોક નિર્માણ અને પાયાના માળખા ક્ષેત્રના પ્રભારી મંત્રીઓ વચ્ચે કેબિનેટ સ્તરે નિયમિત આદાન-પ્રદાનની વ્યવસ્થા કરવામાં આવે.
4. પરસ્પરના હિત અને ક્ષેત્રીય તથા વ્યૂહાત્મક મુદ્દાઓ સહિત દ્વિપક્ષીય સહયોગની પ્રગતિ પર નજર રાખવા માટે મલેશિયા અને ભારતના વિદેશ મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે નિયમિતપણે વિચાર-વિમર્શ કરવામાં આવે.
5. સંસદીય લોકતંત્ર અને બન્ને દેશોની સંસદ વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવા માટે પોતાની પ્રતિબદ્ધતા ફરીથી યાદ કરવામાં આવી તથા ભારત અને મલેશિયાના સાંસદોને એક બીજાના દેશમાં નિયમિત આવવા-જવા અંગે પ્રોત્સાહન આપવા અંગેના મહત્વ પર પણ ભાર મુકવામાં આવ્યું.
આર્થિક, વેપાર અને નાણાં ક્ષેત્ર
6. વ્યૂહાત્મક ભાગીદારીનું મહત્વપૂર્ણ બિન્દુ દ્વિપક્ષીય વેપાર તથા મૂડીરોકાણ સહયોગને વધારે સૃદૃઢ કરવા અંગે તથા આર્થિક સંબંધોને હજુ વધારવા તથા મજબૂત કરવા માટેની પ્રતિબદ્ધતાને પણ યાદ કરવામાં આવી.
7. બન્ને દેશોના વેપાર અને ઉદ્યોગ મંત્રીઓ વચ્ચે નિયમિત બેઠકોનું આયોજન કરવાની બાબતના મહત્વને પણ રેખાંકિત કરવામાં આવ્યું.
8. બન્ને દેશોના ખાનગી ક્ષેત્રો વચ્ચે સહયોગ અને સંયુક્ત પરિયોજનાની સુવિધા વિશેષ રૂપથી પાયાના માળખા અને નિર્માણ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત સહયોગ. મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા, સ્માર્ટ સિટીઝ અને કૌશલ વિકાસ જેવા ભારત દ્વારા લેવામાં આવી રહેલા નવી વિકાસ અને વેપારી પહેલમાં મલેશિયાના વેપારીઓ માટે મૂડીરોકાણ માટેના મહત્વપૂર્ણ અવસર ઉપલબ્ધ છે. પ્રધાનમંત્રીએ મૂડીરોકાણકારો માટે અનુકૂળ વાતાવરણ પ્રદાન કરવા માટે ભારત સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાં અંગે માહિતી આપી હતી અને બન્ને દેશોના પરસ્પર લાભ માટે મલેશિયાના મૂડીરોકાણકારોને આર્થિક ગતિવિધિઓમાં સક્રિય કરવા માટે આમંત્રિત કર્યાં હતાં.
9. ઉચ્ચ સ્તરીય ભારત – મલેશિયા મુખ્ય કાર્યકારી અધિકારીઓ (સીઈઓ)ની પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા માટેની આવશ્યકતાને સ્વીકારી સીઈઓ ફોરમથી પ્રાથમિકતાવાળા ક્ષેત્રોમાં વેપારી સંબંધોને વધારવા માટે વિશિષ્ટ ભલામણો આપવા માટે પણ કહેવામાં આવ્યું હતું. તેમણે સીઈઓ ફોરમને વર્ષમાં બે વખત સમયસર બેઠક યોજવાનો પણ આગ્રહ કર્યો હતો જેથી ભલામણોનું અસરકારક અમલ તથા સાર્થક તપાસ નિશ્ચિત થઇ શકે.
10. બન્ને ક્ષેત્રાધિકારો, મલેશિયન અને ભારતીય અધિપત્યવાળી નાણાકીય સંસ્થાઓ વચ્ચે વધી રહેલા સહયોગનું સ્વાગત કરવામાં આવ્યું, જેનાથી બન્ને દેશો વચ્ચે વધી રહેલા આર્થિક અને નાણાકીય સંબંધોની જાણકારી મળે છે.
11. મલેશિયામાં પાછલા બે દશકથી પણ વધુ સમયથી રેલવે સહયોગમાં ઇરકોનના યોગદાનની પ્રસંશા કરવામાં આવી અને રેલવેની આગળની પરિયોજનાઓમાં ઇરકોનના સમાવેશ થવા અંગેની મહત્વપૂર્ણ રુચિનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
12. બન્ને દેશોના જાહેર તથા ખાનગી ક્ષેત્રની કંપનીઓને એક બીજાના દેશમાં રોકાણના અવસરોનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી. બન્ને પ્રધાનમંત્રીઓએ ભારતમાં ઉપલબ્ધ વેપારી તકોનો લાભ લેવા માટે મલેશિયાની કંપનીઓની રુચિ અને પાયાના માળખાના ક્ષેત્રમાં મૂડીરોકાણ કરવા માટેની તેમની મહત્વાકાંક્ષાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
13. મલેશિયામાં ભારતીય રોકાણ વિશેષ કરીને સાયબરઝાયા સ્થિત ભારતીય સૂચના પ્રાદ્યોગિકી કંપનીઓના યોગદાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મલેશિયામાં ભારતીય સૂચના પ્રોદ્યોગિકી કંપનીઓને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખવા પર સંમતિ સાધવામાં આવી હતી.
રક્ષા અને સુરક્ષા
14. રક્ષામંત્રીઓ, વરિષ્ઠ રક્ષા અધિકારીઓ, સેના પ્રમુખો વચ્ચેની ચર્ચા અને સેવા સ્ટાફ વાર્તા સહિત વિભિન્ન સ્તરની નિયમિત વાતચીતના માધ્યમથી રક્ષા સંબંધી આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા અંગે સહમતિ સધાઈ હતી.
15. રક્ષા સચિવ / સચિવ જનરલ સ્તર પર આવનારી ભારત-મલેશિયાઈ રક્ષા સહયોગ બેઠક આયોજીત કરવા અંગે સહમતિ સાધવામાં આવી હતી.
16. સંયુક્ત અભ્યાસોના પરિણામ હરિમાઉ શક્તિ અને કંપની સ્તરના અભ્યાસોના અમલ માટે તથા ત્યાર પછી ત્રણેય સેનાના અભ્યાસોનું સ્વાગત કરવામાં આવ્યું.
17. મલેશિયામાં ભારતીય પાયલટો દ્વારા એસયુ-30, એમકેએમ તાલીમ કાર્યક્રમના સફળ સમાપનમાં ભારતની મદદથી તાલીમ, પ્રબંધન, તકનીકી સહયોગ, સુરક્ષા સંબંધી મુદ્દા પર સહયોગ માટે એસયુ-30 ફોરમની રચના અંગે સહમતિ સાધવામાં આવી.
18. રક્ષા ઉપકરણ અને ઉદ્યોગ, અનુસંધાન, તાલીમ અને ક્ષમતાને પ્રોત્સાહન વધારવા સહિતના ક્ષેત્રોની સાથે રક્ષા ક્ષેત્રમાં પરસ્પર હિતની પરિયોજનાઓમાં સંયુક્ત સહયોગને પ્રોત્સાહન આપવા અંગે સહમતિ.
19. એશિયાઈ તટરક્ષક એજન્સી પ્રમુખોની બેઠક (એચએસીજીએએમ) સહિત ભારતીય તટરક્ષક દળ અને મલેશિયાઈ સમુદ્રી પ્રવર્તન એજન્સીઓના પ્રમુખો વચ્ચે વાર્ષિક ધોરણે વાતચીત કરવા અંગે સહમતિ સધાઈ.
20. માનવીય સહાયતા અને આપદા રાહત (એચએડીઆર) તથા વ્હાઇટ શિપિંગ માટે સૂચનાનું આદાન-પ્રદાન ભાગીદારી કરવા હેતુ પ્રક્રિયા તૈયાર કરવા અંગે સહમતિ સાધવામાં આવી.
21. સેન્ટર ફોર યુએન પીસ કિપિંગ ઓફ ઇન્ડિયા (સીયુએનપીકે) અને મલેશિયન પીસકીપિંગ સેન્ટર (એમપીસી)ની વચ્ચે સંબંધ સ્થાપિત કરવા અંગે સહમતિ સાધવામાં આવી હતી.
22. આતંકવાદ અને તેના દરેક રૂપ તથા પદ્ધતિઓની કડક નિંદા કરવામાં આવી હતી અને દરેક રાષ્ટ્રોથી આતંકવાદને નકારવા તથા અપરાધિઓને ન્યાયના હકુમત હેઠળ લાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં તેમણે આતંકવાદનો સામનો કરવામાં બન્ને દેશો વચ્ચે ચાલી રહેલા સહયોગનું સ્વાગત કર્યું હતું અને આ દિશામાં આવનારા સમયમાં પણ સહયોગ વધારવા અંગે સહમતિ સાધવામાં આવી હતી.
23. આતંકવાદ અને અન્ય પારંપરિક તથા બિન પારંપરિક જોખમોના પડકારોનો સામનો કરવા અંગેની સૂચના એકબીજા સાથે વહેંચવાની બાબત આવનારા સમયમાં પણ ચાલુ રાખવા સહમતિ સધાઈ.
24. બન્ને દેશો દ્વારા એશિયા પ્રશાંત ક્ષેત્ર તથા તેનાથી શાંતિ સમૃદ્ધિ અને સુરક્ષા માટે સહયોગમાં પરસ્પર હિતની ભાગીદારી કરવા અંગે પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું.
25. સજા પામેલા કેદીઓના હસ્તાંતરણના સમજૂતિ અંગે અંતિમ નિર્ણય લેવા માટે આગળ વાતચીત ચાલુ રાખવા અંગે સહમતિ સાધવામાં આવી હતી. સજા પામેલા કેદીઓ પ્રત્યે આ એક મહત્વપૂર્ણ માનવીય લાગણી છે.
પર્યટન અને શિક્ષણ
26. મલેશિયાના સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય, ભારતીય સંસ્કૃતિ મંત્રાલય અને ભારતીય ઉચ્ચાયોગના સહયોગથી મલેશિયામાં ભારત મહોત્સવ-2015ની સફળતાની પ્રશંસા કરવામાં આવી હતી. તેનું પ્રથમ વખત મલેશિયાના દરેક પ્રમુખ શહેરોમાં તથા રાજ્યોમાં આયોજન કરવામાં આવ્યું હતું.
27. છાત્રો દ્વારા ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે એક બીજાના દેશોમાં જવા આવવાની તકો વધારવા માટેની લાગણી ફરીથી તાજી કરવામાં આવી હતી. ભારત અને મલેશિયા વચ્ચે ડિગ્રી અને વિશ્વવિદ્યાલયોની પરસ્પર માન્યતા અંગે વહેલામાં વહેલી તકે એમઓયુ તૈયાર કરવા અંગે સહમતિ સાધવામાં આવી હતી.
28. કુઆલાલમ્પુરમાં ભારતીય ઉચ્ચાયોગ દ્વારા પ્રબંધિત ભારતીય છાત્રવૃત્તિ ટ્રસ્ટ કોષમાં ભારતના 50 મિલિયન રૂપિયાના વધારાના યોગદાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ફંડ 1954થી યોગ્ય મલેશિયાઈ ભારતીય છાત્રો માટે શરૂ કરવામાં આવ્યું હતું.
29. કુઆલાલમ્પુરમાં ભારતીય સાંસ્કૃતિક કેન્દ્રનું નામ નેતાજી સુભાષચંદ્ર બોઝ ભારતીય સાંસ્કૃતિક કેન્દ્રના રૂપમાં રાખવાની બાબતનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
માનવ સંસાધન
30. મલેશિયાની અર્થવ્યવસ્થામાં ભારતીય કામદારોના યોગદાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
31. સંયુક્ત કાર્ય સમૂહ બેઠક અને નવીનતમ નીતિઓ, કાયદા અને નિયમોની જાણકારીના આદાન પ્રદાનના માધ્યમથી શ્રમ ક્ષેત્રમાં બન્ને દેશો વચ્ચે પરસ્પરના હિતને પ્રોત્સાહન આપવું.
આરોગ્ય
32. આયુર્વેદ તથા ભારતીય પરમ્પરાની અન્ય પારંપરિક ચિકિત્સાઓમાં બન્ને દેશો વચ્ચે શ્રેષ્ઠ સહયોગને પ્રોત્સાહન આપવાની જરૂરતનો સ્વીકાર કરતાં મલેશિયાએ ભારતીય તકનીક અને આર્થિક સહયોગ કાર્યક્રમ હેઠળ ભારતથી એક આયુર્વેદ ચિકિત્સક અને બે થેરાપિસ્ટની પ્રતિનિયુક્તિનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બન્ને પક્ષોએ ભારત સરકાર તરફથી મલેશિયાને એક યંત્ર મશીન પણ ભેટ તરીકે સુપરત કરવામાં આવ્યું તે બાબતનો પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
33. ભારતીય તકનીકી અને આર્થિક સહયોગ કાર્યક્રમ હેઠળ ભારતથી એક સિદ્ધ ચિકિત્સક પ્રાપ્ત કરવા અંગે સહમતિ સાધવામાં આવી હતી.
વિજ્ઞાન અને ટેકનોલોજી
34. ટકાઉ ઉર્જા વિકાસ ભવિષ્યમાં ઉર્જા સુરક્ષા કરવાની દિશામાં એક પ્રમુખ તત્વ રહ્યું છે અને ભારત તથા મલેશિયા બન્ને દેશ ઉર્જા સુવિધાઓની સાથે પોતાની ઉર્જા સુરક્ષાને મજબૂત કરવાના હેતુથી નવીકરણીય ઉર્જા સ્રોતોને વધારવા પર સક્રિય રૂપથી કામ કરી રહ્યાં છે. બન્ને પક્ષોએ વહેલામાં વહેલી તકે નવીન તથા નવીકરણીય ઉર્જા અંગે એક સંયુક્ત કાર્ય સમૂહની રચના પર સહમતિ રજૂ કરવામાં આવી હતી, જે બન્ને દેશો માટે વિચારોના આદાન પ્રદાન તથા પરસ્પર લાભદાયી સમજૂતિ કરવા માટે એક યોગ્ય મંચના રૂપમાં કામ કરશે.
જાહેર પ્રશાસન
35. જાહેર પ્રશાસન અને શાસનના ક્ષેત્રમાં સહયોગ અંગે સમજૂતિ જ્ઞાપન હેઠળ ભારતના કાર્મિક, નાગરિક ફરિયાદ તથા પેન્શન મંત્રાલય અને મલેશિયાના પબ્લિક સર્વિસ ડિપાર્ટમેન્ટ વચ્ચે ચાલુ શ્રેષ્ઠ સહયોગ નોંધાયો છે. 28-30 સપ્ટેમ્બર, 2015ના રોજ કુઆલાલમ્પુરમાં આયોજીત ત્રીજી સંયુક્ત કાર્ય સમૂહ બેઠક પછી બન્ને પક્ષ અંગ્રેજી ભાષા તાલીમ, તકનીકી સ્વરોજગાર શિક્ષણ અને પ્રશિક્ષણ (ટીવીઈટી), ઈ-ગવર્નન્સ, પ્રશિક્ષણ સંસ્થાન ગઠબંધન, સેવાનિવૃત્તિ લાભ પ્રબંધન, કરાધાન આંકડાકિય માહિતી તથા વ્યવસાય જ્ઞાન અને પરિયોજના અમલકારી અને નીરિક્ષણમાં સહયોગ વધારવા માટે બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોના અમલ કરવા માટે કામ કરશે.
36. પ્રદર્શન પ્રબંધન, પરિયોજના આપૂર્તિ અને નિરીક્ષણના ક્ષેત્રોમાં સહયોગ સ્થાપિત કરવા માટે બન્ને પક્ષોના પ્રસ્તાવનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
37. મલેશિયા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય કાર્ય સમજૂતિના સમાપનનું સ્વાગત કરવામાં આવ્યું, જે રાજનયિક એજન્ટો તથા રાજનયિક મિશનોના પ્રશાસનિક અને તકનીકી કર્મચારીઓના સદસ્યોના પતિ / પત્ની અને દૂતાવાસ પદો પર દૂતાવાસ અધિકારીઓના પતિ /પત્નીના પારસ્પરિક આધારે સંબંધિત દેશમાં રોજગાર લેવા માટે અધિકૃત કરે છે.
ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય સહયોગ
38. એક ખુલ્લી, પારદર્શી અને સમાવેશી ક્ષેત્રીય વ્યવસ્થાને આકાર આપવા માટે તથા વિકસી રહેલા ક્ષેત્રીય માળખામાં આસિયાનની કેન્દ્રીયતા માટે ક્ષેત્રીય પહેલમાં ભારતની વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વની, ખાસ કરીને જ્યારથી નવી દિલ્હીમાં 2012માં આસિયાન-ભારત સંસ્મારક સંમેલનમાં ભાગીદારીને વ્યૂહાત્મક સ્તર સુધી ઉપર લઇ જવામાં આવ્યું, ફરીથી પૃષ્ટિ કરીને ભારત અને આસિયાન વચ્ચેના શ્રેષ્ઠ સંબંધોનું સ્વાગત કરવામાં આવ્યું.
39. 05 ઓગસ્ટ, 2015ના રોજ કુઆલાલમ્પુરમાં આસિયાન-ભારત મંત્રીસ્તરીય બેઠકમાં શાંતિ, પ્રગતિ અને સહયારી ભાગીદારી માટે આસિયાન-ભારત ભાગીદારીના અમલ માટે આસિયાન અને ભારત દ્વારા નવી કાર્ય યોજના (2016-2020)ને લાગૂ કરવાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
40. કુઆલાલમ્પુરમાં નવેમ્બર, 2015માં 27મા આસિયાન સંમેલન તથા સંબંધિત સંમેલનો તથા પૂર્વ એશિયા સંમેલનની 10મી જયંતીના સંસ્મરણના સફળ આયોજનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ, આસિયાન સમુદાયની સ્થાપના અંગે 2015 કુઆલાલમ્પુર ઘોષણાપત્ર અને આસિયાન 2025: સાથે મળીને આગળ વધીએ અંગે કુઆલાલમ્પુર ઘોષણાપત્રનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
41. સેવાઓમાં આસિયાન-ભારત વેપાર તથા રોકાણ સમજૂતિ પર હસ્તાક્ષર કરવા અંગેની બાબતનું સ્વાગત કરવામાં આવ્યું તથા ક્ષેત્રીય વ્યાપક આર્થિક સહયોગ ભાગીદારી (આરસીઈપી) સમજૂતિને સંપન્ન કરવાની દિશામાં સાધવામાં આવેલી પ્રગતિની નોંધ લેવામાં આવી હતી.
42. ભારપૂર્વક કહેવામાં આવ્યું કે સંયુક્ત રાષ્ટ્રની 70મી વર્ષગાંઠ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સુધાર સહિત સંયુક્ત રાષ્ટ્રના પ્રારંભિક સુધારાઓ માટે આગ્રહ કરવા માટેનો અવસર છે. મલેશિયાએ એક સંશોધિત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સ્થાયી સદસ્યતા માટે ભારતની આકાંક્ષાઓ તરફ ધ્યાન આપ્યું અને
43. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સ્વીકારવામાં આવેલા 2015-પશ્ચાયત વિકાસ એજન્ડાનું સ્વાગત કરવામાં આવ્યું, જેમાં 2030 સુધી ગરીબી નાબૂદી એ મુખ્ય ઉદ્દેશ્ય છે.
ભારતના પ્રધાનમંત્રીએ ઉષ્માભર્યા સ્વાગત અને યાત્રા દરમિયાન તેમના તથા તેમના પ્રતિનિધિમંડળના ભાવભીના આવભગત માટે મલેશિયાના પ્રધાનમંત્રીની પ્રસંશા કરી હતી. તેમણે મલેશિયાના પ્રધાનમંત્રીને કોઇ સુવિધાજનક તારીખે ભારતના વધુ એક પ્રવાસ માટે આમંત્રિત કર્યા હતા, જેનો મલેશિયાના પ્રધાનમંત્રીએ સ્વીકાર કર્યો હતો.
UM/J.Khunt/GP