પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં ભારત સંચાર નિગમ લિમિટેડની ટાવર એસેટસ માટે બીએસએનએલની સંપૂર્ણ માલિકીની અલગ કંપની સ્થાપવાના નિર્ણયને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
આ મંજૂરી મળવાને પરિણામે બીએસએનએલ તેના ટેલિકોમ ટાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ભંડોળ મેળવીને અલાયદી પેટા કંપની સ્થાપી શકશે. દેશમાં અંદાજે 4,42,000 મોબાઈલ ટાવર્સ છે, જેમાંથી 66,000 મોબાઈલ ટાવર બીએસએનએલના છે. કેન્દ્રીત અભિગમ ધરાવતી સ્વતંત્ર અને સમર્પિત ટાવર કંપની સ્થાપવાના અભિગમથી વધારાની ભાડાની આવક મળવા ઉપરાંત નવી કંપનીને વધારે આવકમાં વૃધ્ધિ હાંસલ થાય છે.
પશ્ચાદ્દભૂમિકાઃ
ટેલિકોમ ટાવર ઈન્ડસ્ટ્રી એક સ્વતંત્ર બિઝનેસ તરીકે ઉભરી આવી છે અને માળખાગત સુવિધાઓના આદાન-પ્રદાનથી લાભ મેળવે છે. આ બિઝનેસ મોડેલ આર્થિક પ્રવૃત્તિના વ્યાપ વિસ્તારવાની સિધ્ધિ હાંસલ કરવા અને મોબાઈલ સર્વિસીસ પૂરી પાડવા માટે મૂડીરોકાણમાં ઘટાડો કરવાનો છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT)ની નીતિ નિષ્ક્રિય માળખાગત સુવિધાઓ એટલે કે ટાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિઝલ જનરેટર સેટ, બેટરી યુનિટ, પાવર ઈન્ટરફેસ યુનિટ, એરકંડીશનર વગેરેની પરસ્પર માટે ઉપયોગની મંજૂરી આપે છે અને તેના કારણે ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગની વૃધ્ધિમાં સુગમતા હાંસલ થઈ છે. એક ટાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની મૂળભૂત રીતે નિષ્ક્રિય માળખાગત સુવિધાઓની માલિકી ધરાવે છે અને તે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરને લીઝ ઉપર આપીને બેવડું મૂડીરોકાણ ઘટાડવા અને સંચાલન તથા માવજત (O&M) ખર્ચમાં કરકસર માટે પ્રેરે છે તથા નફાકારકતામાં સુધારો કરે છે.
બીએસએનએલ અને એમટીએનએલના કેપ્ટીવ મોડેલ કે જેમાં સર્વિસ પ્રોવાઈડર્સ નિષ્ક્રિય માળખાગત સુવિધાની માલિકી ધરાવે છે. આ ઉપરાંત ટેલિકોમ ટાવર ઈન્ડસ્ટ્રીમાં બિઝનેસના 3 અલગ અલગ મોડેલ જોવા મળે છે, જેમાઃ- સર્વિસ પ્રોવાઈડરની ટાવર એસેટસનો પોર્ટફોલિયો અલગ કરીને પેટા કંપની સ્થાપવી, સર્વિસ પ્રોવાઈડર્સ દ્વારા સંયુક્તપણે સ્વતંત્ર સંયુક્ત સાહસ સ્થાપવું અને ચોક્કસ સર્વિસ પ્રોવાઈડર્સ દ્વારા કંપની સ્થાપવામાં આવે, પરંતુ એમાં પ્રમોટર ટાવર કંપનીનો મુખ્ય ભાડુઆત હોય તેવી સ્થિતિનો સમાવેશ થાય છે.
TR