પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે કેન્દ્રીય મંત્રીમંડળને ભારે ઉદ્યોગ, ખાસ કરીને ઔદ્યોગિક સહયોગ તેમજ વિભિન્ન એકમોના ક્ષેત્રમાં ભારત અને ચેક ગણરાજ્ય વચ્ચે ગત દિવસોમાં હસ્તાક્ષર કરાયેલા પ્રોટોકોલ અંગે જાણકારી અપાઈ હતી.
ઉપરોક્ત પ્રોટોકોલમાં ચેકોસ્લોવિયાની કંપનીઓ દ્વારા ભારતમાં પ્રવર્તમાન એકમોના આધુનિકરણનો ઈરાદો પણ સામેલ છે. ભારે ઉદ્યોગ વિભાગના તાબા હેઠળના કેન્દ્રીય સાર્વજનિક ક્ષેત્ર ઉદ્યમ હેવિ એન્જિનિયરિંગ કોર્પોરેશનના ત્રણ સંયંત્રોનું આધુનિકીકરણ પણ એમાં સામેલ છે, જે રાંચીમાં આવેલું છે અને તેની સ્થાપના 1960ના દાયકાના પૂર્વાર્ધમાં ચેકોસ્લોવિયાના સહયોગથી કરાઈ હતી.
ઉપરોક્ત પ્રોટોકોલનો ઉદેશ્ય પરસ્પર સુવિધા અને લાભના સિધ્ધાંત પર ભારે ઉદ્યોગના ક્ષેત્રમાં પક્ષકારો સાથે જોડાયેલા બન્ને દેશોની જનતા વચ્ચે દ્વીપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ સિધ્ધાંત પક્ષકારો સાથે જોડાયેલા દેશોના ક્ષેત્રમાં માન્ય ગણાનારા કાયદા અને અન્ય આંતરરાષ્ટ્રીય સમજૂતીઓથી જોડાયેલી પ્રતિબધ્ધતાઓને અનુરુપ હશે.
UM/AP/J.KHUNT/GP