પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય મંત્રિમંડળની બેઠકમાં આજે ભૂતાનમાં ચાલી રહેલી 720 મેગાવોટની માંગદેછૂ જળ વિદ્યુત પરિયોજના (એચઈપી) માટે 4,020.63 કરોડ રૂપિયાનો સુધારેલા અંદાજિત ખર્ચ (આરસીઈ)ને મંજૂરી આપવામાં આવી.
પરિયોજના દેશમાં વિજળીની ઉપલબ્ધતાને વધારવા માટે ભારતને વધારાની વિજળી પ્રદાન કરશે. ઝડપથી આરસીઈ અનુમોદન મળવાથી પરિયોજનાનું કાર્ય કોઈ પણ અડચણ વગર સુચારૂ રૂપથી આગળ વધારવામાં સક્ષમ થઈ જશે.
ભારત અને ભૂતાને માંગદેછૂ જળ વિદ્યૂત પરિયોજનાને નિષ્પાદિત કરવા માટે એપ્રિલ, 2010માં એક દ્વિપક્ષીય સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા જેનો મંજૂરી ખર્ચ 2896.3 કરોડ રૂપિયા (માર્ચ 2008ના મૂલ્યના આધારે) હતો. આમાં ભારત સરકારે 30 ટકા ફાળો આપ્યો હતો જ્યારે 30 સમાન અર્ધવાર્ષિક હપ્તામાં 10 ટકા વાર્ષિક વ્યાજના દરે 70 ટકા લોન અપાઈ હતી. વર્તમાન સ્તર પર પરિયોજનાના કુલ ખર્ચ માં 1124.359 કરોડ રૂપિયાની વૃદ્ધિ થઈ ગઈ છે.
આરસીઈના ખર્ચમાં વૃદ્ધિની પાછળ માર્ચ 2008 થી માર્ચ 2014ની વચ્ચે વધેલી મોંઘવારીની સાથે અન્ય કારણ રહ્યા.
AP/J.Khunt/GP