Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના માનમાં સ્મારક સિક્કાનાં વિમોચન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના માનમાં સ્મારક સિક્કાનાં વિમોચન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના માનમાં સ્મારક સિક્કાનાં વિમોચન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના માનમાં સ્મારક સિક્કાનાં વિમોચન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ


અટલજી હવે આપણી વચ્ચે નથી. આ વાત આપણું મન માનવા માટે તૈયાર થતું નથી. ભાગ્યે જ એવી કોઈ ઘટના બની હશે કે જ્યારે કોઈ વ્યક્તિ રાજનીતિના મંચ પર 8-9 વર્ષ સુધી ક્યાંય નજરે પડે નહીં, બિમારીને કારણે જાહેર જીવનની તમામ પ્રવૃત્તિઓ બંધ થઈ હોય, પરંતુ તે પછીનાં આટલાં વર્ષો પછી, આટલુ અંતર વિતી ગયા પછી, એક રીતે કહીએ તો જાહેર જીવનની એક આખી પેઢી બદલાઈ જતી હોય છે, પરંતુ તેમની વિદાયને જે રીતે સમગ્ર દેશમાં આદર પ્રાપ્ત થયું, સન્માન હાંસલ થયું, દેશવાસીઓએ તેમની વિદાયનો અનુભવ કર્યો. તેમના જીવનની આ સૌથી મોટી તપસ્યાનો આપણે એક પ્રકાશ પૂંજ તરીકે અનુભવ કરી રહ્યા છીએ. વિશ્વના જે કોઈ રાજકીય વિશ્લેષકો હશે તે આ બાબતનું જરૂરથી વિસ્તારપૂર્વક રાજકીય વિશ્લેષણ કરશે કે સિદ્ધાંતોના બળ પર ઉભેલો એક રાજકીય પક્ષ, સામાન્ય કાર્યકર્તાઓના બનેલા નાના-નાના લોકોના ભરોસે એક તરફ સંઘર્ષ કરતો રહે અને બીજી તરફ સંગઠનને આગળ વધારવાનો અને ત્રીજી બાજુએ સામાન્ય લોકોને પોતાની તરફ આકર્ષિત કરતા રહેવાનું, તેમનામાં પ્રભાવ પેદા કરવાનુ તથા જન-જનમાં આંદોલન પ્રેરવાનુ કામ કરતા રહેવાનું. આ બધી વાતો કરતા-કરતા તેમણે એક પછી એક ઈંટ મુકીને સંગઠનનું નિર્માણ કર્યું અને દુનિયામાં ભાગ્યે જ બન્યું હશે કે આટલો મોટો દેશ, આટલી મોટી લોકતાંત્રિક વ્યવસ્થા, એક તરફ સવાસો વર્ષથી સુસ્થાપિત રાજકીય મંચ હોય અને બીજી તરફ એક નવું-નવું રચાયેલુ રાજકીય દળ કે જે ખૂબ જ ટૂંકા ગાળામાં રાજકીય પ્રભુત્વ હાંસલ કરે અને તેનો આટલો વ્યાપક વિસ્તાર થાય અને તે સૌથી મોટો રાજકીય પક્ષ બની જાય, તેના મૂળમાં જનસંઘના સમયમાં, ભારતીય જનતા પક્ષના સમયમાં, પક્ષની શરૂઆતના સમયમાં તેને અટલજી જેવી વ્યક્તિએ એક પૂરી ટીમને નેતૃત્વ આપ્યું. ખભેથી ખભો મેળવીને નાનામાં નાના કાર્યકર્તાઓની સાથે મળી દૂર-દૂરના વિસ્તારોમાં જઈને કામ કરવામાં આવ્યું. જનતા સાથે સીધો સંવાદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એક પ્રકારે કહીએ તો અટલજીની વાણી, કે જે માત્ર ભારતીય જનતા પક્ષનો અવાજ બની ચૂકી હતી. આ દેશમાં ત્રણ-ચાર દાયકા સુધીનો સમય એવો પણ હતો કે જ્યારે અટલજીની વાણી ભારતના સામાન્ય માનવીની આશા અને આકાંક્ષાઓની વાણી બની ચૂકી હતી. અટલજી બોલી રહ્યા હોય એટલે જાણે કે દેશ બોલી રહ્યો હોય. અટલજી બોલી રહ્યા હોય એટલે કે દેશ સાંભળી રહ્યો હોય. અર્થ એવો થતો કે આપણી ભાવનાઓ જ નહીં, સમગ્ર દેશના જન-જનની ભાવનાઓને સાથે લઈને તે જાણે અભિવ્યક્તિ કરી રહ્યા હોય તેવો માહોલ ઉભો થતો હતો અને તેમણે માત્ર લોકોને આકર્ષિત કર્યા, પ્રભાવિત કર્યા. એટલું જ નહીં, લોકોના મનમાં વિશ્વાસ પણ પેદા કર્યો અને આ વિશ્વાસ શબ્દોના સમૂહથી પેદા થયો નથી, પરંતુ તેની પાછળ 5-6 દાયદા લાંબી જીવન સાધના પડેલી હતી. હાલમાં રાજનૈતિક પક્ષોની માનસિકતા એવી થઈ ગઈ છે કે બે-પાંચ વર્ષ માટે પણ જો કોઈએ સત્તાથી બહાર રહેવું પડે તો તે એટલા બધા બેચેન થઈ જાય છે કે, પરેશાન થઈ જાય છે કે, તે એવી રીતે હાથ-પગ ઊંચા કરવા માંડે છે કે હું શું કહું. ભલે તાલુકા ક્ષેત્ર હોય, તાલુકા ક્ષેત્રના નેતા હોય કે જિલ્લા ક્ષેત્રના નેતા હોય કે પછી રાજ્ય સ્તરના નેતા હોય કે રાષ્ટ્રીય સ્તરના નેતા હોય. કોઈ કલ્પના કરી શકે છે કે આટલા વર્ષ સુધી તપસ્વીની જેમ, એક સાધક તરીકે વિપક્ષમાં બેસીને દરેક પળ સામાન્ય માનવીનો અવાજ ઉઠાવતા રહ્યા હોય. જીંદગી આવી રીતે જીવવી તે એક અસામાન્ય ઘટના છે, પરંતુ શું અટલજીના જીવનમાં એવી પળો નહિં આવી હોય કે જ્યારે રાજનૈતિક અસ્થિતરતાના સમયમાં કોઈએ કહ્યું હશે કે તમે અમારી સાથે આવી જાવ. તમારા સિવાય કોણ છે, આવો. અમે તમને અમારા નેતા બનાવી દઈશું. આવો, અમે તમને આ આપીએ છીએ. ઘણું બધું થયું હશે. હું અનુમાન કરી શકું છું. મારી પાસે જાણકારી નથી, પરંતુ હું જેવુ રાજનૈતિક ચિત્ર જોઉં છું તેમાં ઘણું બધુ થયું હશે, પરંતુ અંદરનું એક ધૈર્ય હતું કે જેની સાથે તેમણે જીવનનો નાતો જોડ્યો હતો અને તેના કારણે જ તેમણે આવા કોઈ લોભ, લાલચ, પ્રલોભન કે એવી અન્ય અવસ્થાને શરણે નહિં ગયા હોય અને જ્યારે દેશ હિતની જરૂર હતી ત્યારે લોકતંત્ર મોટુ કે મારૂં સંગઠન મોટુ, લોકતંત્ર મોટુ કે મારો પક્ષ મોટો, લોકતંત્ર મોટુ કે મારૂં નેતૃત્વ મોટુ. આવી બધી મૂંઝવણ વચ્ચે જ્યારે કસોટીનો સમય આવ્યો હશે ત્યારે તેમણે દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા નેતૃત્વ અને સામર્થ્ય સાથે લોકતંત્રને પ્રાથમિકતા આપી હતી અને પક્ષનો ભોગ લેવાયો હતો. જેમણે જનસંઘને પોતાના ખૂન-પસીનાથી સિંચ્યો હતો એવા જનસંઘને જનતા પાર્ટીમાં કોઈપણ પ્રકારની અપેક્ષા વગર તેમણે વિલીન કરી દીધો હતો, જેનો એક માત્ર ઉદ્દેશ લોકતંત્રને અમર રાખવાનો હતો. આપણે હોઈએ કે ન હોઈએ, તેમણે એવું કરીને બતાવ્યું કે જનતા પાર્ટીમાં સિદ્ધાંતોને નામે જ્યારે ટીકા થવા માંડી ત્યારે એવુ લાગી રહ્યું હતું કે લોકતંત્ર માટે દેશના માટે ઉપયોગી થવાની બાબતે ષડયંત્ર થઈ રહ્યું છે ત્યારે તેમણે હાથ જોડીને નમસ્તે કરીને કહી દીધું કે તમારો રસ્તો તમને મુબારક છે. અમે મૂલ્યો સાથે સમાધાન કરી શકીએ તેમ નથી. અમે દેશ માટે મરી શકીએ છીએ, પરંતુ પોતાના માટે મૂલ્યો સાથે સમાધાન કરનારા લોકો અમે નથી એમ કહીને નિકળી પડ્યા. ફરીથી એક વખત કમળનું બીજ રોપ્યું અને આજે ભારતના દરેક ખૂણેથી આપણે કમળને ખીલતા જોઈ રહ્યા છીએ. તેમનું દીર્ઘ દ્રષ્ટિ ધરાવતું જીવન કેવું હતું, અંધારૂ દૂર થશે, સૂરજ નિકળશે, કમળ ખિલશે, હવે એક પક્ષ જન્મ લઈ રહ્યો છે. હવે તો જન્મના થોડાક કલાકો પણ થયા નથી, તો પણ કેટલો મોટો આત્મવિશ્વાસ હશે, ભારતના જનસંઘ પર, કેટલો મોટો ભરોસો હશે પોતાના વિચારો પર, પોતાની સાધના પર, પોતાની તપસ્યા પર, પોતાના કાર્યકર્તાઓના પુરૂષાર્થ પર કેટલી મોટી શ્રદ્ધા હશે કે તે વ્યક્તિના મુખમાંથી શબ્દો નીકળ્યા કે, “अंधेरा छटेगा , सूरज निकलेगा, कमल खिलेगा” અને તેને ભવિષ્ય વાણી કહીએ કે પછી અંદરથી નિકળેલો એક સંદેશ કહીએ. આજે આપણે તેનો અનુભવ કરી રહ્યા છીએ. રાષ્ટ્ર જીવનની અંદર વિવિધતા, હું સમજું છું કે આપણું ગૌરવ અને ગરિમા વધારવા માટેનું આ એક ખૂબ મોટુ બળ છે, પરંતુ તેને ટકાવી રાખવું તે આપણા માટે એક જવાબદારી પણ છે. રાજનીતિક વિચારો અને રાજનીતિક નેતૃત્વની વિવિધતા એ ભારત માટે ભારતની એક તાકાત બનીને કોઈને કેવી રીતે મૂલ્ય વૃદ્ધિ કરી રહી છે.

એક જ પ્રકારના નેતા, એક જ પ્રકારની વિચારધારા, એક જ પ્રકારની બોલચાલ, આ બધું ભારતની વિવિધતા સાથે બંધ બેસતું નથી. અને એટલા માટે જ આપણે સૌએ સાથે મળીને તમામ વિચારધારાઓને સાથે રાખીને આગળ વધેલા દેશ માટે જેણે-જેણે પણ કામ કર્યું છે, જ્યાં-જ્યાં પણ નેતૃત્વ પૂરૂ પાડ્યું છે, વિવાદ ઉભો કર્યો છે. આમને-સામને ઉભા રહી ગયા છે. એક બીજાને પરાજીત કરવા માટે જીવન ખપાવી દીધું હોય, પરંતુ દેશ માટે જીવ્યા હોય. આ બધુ ભારતીની વિવિધતા ધરાવતા નેતૃત્વની તાકાત જ મૂલ્ય વૃદ્ધિ કરતી રહી છે. અટલજી એમાંના એક હતા. આ વિવિધતાને આગળ ધપાવનારૂં તેમનું વ્યક્તિત્વ હતું. તેમણે પણ ભારતના રાષ્ટ્રીય જીવનમાં, ભારતના સામાજિક જીવનમાં, ભારતના રાજનૈતિક જીવનમાં એવું સ્થાન પ્રાપ્ત થવું જોઈએ કે જે અનેક લોકોને ઉપલબ્ધ થવું જોઈએ અને તે જ દેશને સમૃદ્ધ કરે છે. આવનારી પેઢીઓને પ્રેરણા આપે છે. પેઢીઓને આ રસ્તા પર ચાલવું કે તે રસ્તા પર ચાલવું તેનાં લેખા જોખાં કરવાનો અવસર મળે છે અને મને વિશ્વાસ છે કે અટલજીનું જીવન આવનારી પેઢીઓના જાહેર જીવન માટે, વ્યક્તિગત જીવન માટે, રાષ્ટ્રીય જીવન માટે, સમર્પણ ભાવની સાથે-સાથે એક જીવન એક મિશન કેવી રીતે કામ કરી શકે તેના માટે હંમેશા પ્રેરણા આપતું રહેશે. અટલજીની વિદાય પછીની પહેલી જન્મજયંતિ આવતીકાલે છે અને તેના એક દિવસ પહેલાં આજે ભારત સરકાર તરફથી તેમની સ્મૃતિમાં એક સિક્કો, 100 રૂપિયાનો આપ સૌની વચ્ચે, દેશવાસીઓની વચ્ચે, એક સ્મૃતિ સ્વરૂપે રજૂ કરવાનો મને અવસર મળ્યો છે. હું નથી માનતો કે આ રૂ. 100નો સિક્કો માત્ર સિક્કો જ છે, કારણ કે અટલજીનો સિક્કો આપણા લોકોના દિલ પર 50 વર્ષ કરતા વધુ સમયથી ચાલ્યો છે અને તેમનો સિક્કો આગળ પણ ચાલવાનો છે. અને એટલા માટે જ જેમનું જીવન પણ એક સિક્કો બનીને આપણી જીંદગીને ચલાવતું રહ્યું છે, આપણા લોકોને પ્રેરણા આપતું રહ્યું છે. તેમને આજે આપણે ધાતુની અંદર પણ ચિરંજીવ બનાવવાનો એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છીએ. આ બાબત પણ અટલજી પ્રત્યેનો આદર વ્યક્ત કરવાનો એક નાનકડો પ્રયાસ છે અને તેના માટે આપણે સૌ એક સંતોષની અનુભૂતિ કરી રહ્યા છીએ.

આવતી કાલે અટલજીની જન્મજયંતિ છે, 25 ડિસેમ્બર. સદૈવ અટલ, સ્મૃતિ સ્થળ પર જઈને ત્યાં કાલે રાજઘાટની નજીકમાં જ આપણે સૌએ અટલજીની ગેરહાજરીમાં એક એક પળ વિતાવવાની છે. તે સ્થળ આ સ્મૃતિને આપણામાં હંમેશા અટલ રાખશે અને વ્યક્તિના જીવનમાં અટલ બની રહેવાની જેટલી તાકાત હોય છે તેટલું જ રાષ્ટ્ર જીવનમાં અને સમાજ જીવનમાં અટલ રહેવાનું મહત્વ છે. આપણો આ જ સંકલ્પ રહેવાનો છે. આ સંકલ્પને આપણે વધુ એક વખત ત્યાં જઈને દોહરાવીશું. પોતાની જાતને સમર્પિત કરીશુ અને તે અટલ ભાવનાને સાથે લઈને, તે અટલ વિશ્વાસને સાથે રાખીને, તે અટલ સપનાઓને સાથે લઈને, અટલ ‘चरैवेती चरैवेती’નો મંત્ર સાથે લઈને સામાન્ય માનવી માટે કંઇકને કંઇક કરવાનો સંકલ્પ લઈ આગળ વધીશું. આ ભાવના સાથે સૌનો હૃદયપૂર્વક આભાર માનુ છું કે આપ સૌ સમય કાઢીને અહિં આવ્યા. તમે સૌએ અટલજીને, જેમણે અટલજીને પોતાના હૃદયમાં બેસાડ્યા છે, પરંતુ તેમણે જે ઈચ્છ્યું છે તેવું કામ પૂરૂ કરવામાં આપણે કોઈ ઊણપ રાખીશું નહીં. આવી ભાવના સાથે હું અટલજીને આદરપૂર્વક નમન કરૂં છું.

ખૂબ-ખૂબ ધન્યવાદ…!

NP/J.Khunt/RP