પીએમઇન્ડિયા
ભૂતાનનાં રાજા મહામહિમ જિગ્મે ખેસર નામ્ગ્યેલ વાંગચુકે 23 મે, 2019નાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો અને ભારતમાં યોજાયેલી 17મી લોકસભાની ચૂંટણીમાં જબરદસ્ત વિજય પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યાં હતા.
મહામહિમ રાજાએ પ્રધાનમંત્રી શ્રી મોદીનાં નેતૃત્વમાં ભારતનાં લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ મહામહિમ રાજાનો તેમની શુભેચ્છા અને અભિનંદન માટે આભાર માન્યો હતો. તેમણે ખાતરી આપી હતી કે, ભારત સરકાર ભૂતાન સાથે એનાં વિશિષ્ટ અને ખાસ મૈત્રીપૂર્ણ સંબંધોને સર્વોચ્ચ મહત્ત્વ આપે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત સરકાર ભૂતાનની શાહી સરકાર સાથે ગાઢપણે કામ કરવા કટિબદ્ધ છે, જે બંને દેશો વચ્ચેની ભાગીદારીને નવી ઊંચાઈ પર લઈ જશે.
DK/NP/J.Khunt/GP/RP