Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભૂતાનનાં પ્રધાનમંત્રી ડૉ. લોટે ત્શેરિંગે પ્રધાનમંત્રીને ફોન કરી અભિનંદન પાઠવ્યા


ભૂતાનનાં પ્રધાનમંત્રી મહામહિમ લિયોનચેન ડૉ. લોટે ત્શેરિંગે 23 મે, 2019નાં રોજ ફોન કરી લોકસભાની ચૂંટણીમાં તેમના વિજય બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યાં હતા.

પ્રધાનમંત્રી ડૉ. લોટે ત્શેરિંગે ભારતમાં પ્રધાનમંત્રી શ્રી મોદીનાં મજબૂત નેતૃત્વની પ્રશંસા કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે ભારત તેમનાં દૃષ્ટિકોણ અને નેતૃત્વમાં વધારે સફળતા પ્રાપ્ત કરશે.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ શુભેચ્છા બદલપ્રધાનમંત્રી લોટે ત્શેરિંગનો આભાર માન્યો હતો. તેમણે બંને દેશો વચ્ચેનાં વિશિષ અને ઉત્કૃષ્ટ દ્વિપક્ષીય સંબંધને વધારે મજબૂત કરવા અને ગાઢ બનાવવા ભૂતાનનાં પ્રધાનમંત્રી ડૉ. લોટે ત્શેરિંગ અને શાહી સરકાર સાથે કામ કરતા રહેવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

DK/NP/J.Khunt/GP/RP