પીએમઇન્ડિયા
શહીદો અમર રહો, અમર રહો, શહીદો અમર રહો અમર રહો
શહીદો અમર રહો, અમર રહો
શહીદો અમર રહો, અમર રહો
વન્દે માતરમ વન્દે માતરમ
વન્દે માતરમ વન્દે માતરમ
વન્દે માતરમ વન્દે માતરમ
મારું સૌભાગ્ય છે કે આ મહત્વપૂર્ણ ઐતાહાસિક અવસર પર તમારી વચ્ચે આવીને આ દેશના વીર જવાનોને નમન કરવાની મને તક મળી છે, શ્રદ્ધા સુમન અર્પિત કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આપણા દેશમાં જ્યારે સેનાનું આપણે સ્મરણ કરીએ છીએ તો તેની મોટાભાગે એક જ રીતની ચર્ચા થાય છે, યૂનિફોર્મ, હાથમાં શસ્ત્ર, આંખોમાં જ્વાળા જેમ દરેક પળે દુશ્મનની શોધમાં હોય. પરંતુ ક્યારેક ક્યારેક એ પણ વિચારો કે ભારતના સૈન્ય બળ માનવતાની એક મોટી મિશાલ છે. ક્યાંય પણ કુદરતી સંકટ આવ્યું હોય, છેલ્લા અમુક દિવસોમાં આપણી સહુની સ્મૃતિમાં બદ્રીનાથ, કેદારનાથનું પ્રાકૃતિક સંકટ. હવે સમગ્ર દેશ, દેશના જવાનોને પોતપોતાના સ્થાન પર નમન કરી રહ્યા હતા. જે પ્રકારથી તે સંઘર્ષ કરીને આપત્તિમાં ફસાયેલા લોકોની જિંદગી બચાવવા માટે પોતાની જીંદગી ખપાવી દેતા હતા.
બે વર્ષ પહેલા જ્યારે શ્રીનગરમાં મોટું પુર આવ્યું હતું, પહેલી વખત શ્રીનગરે આટલું ગંભીર પુર જોયું હતું. એવી સમસ્યાઓ સામે લડવું સરકાર માટે પણ કઠિન કામ હતું. એવા સમયે દેશે જોયું હતું કે આપણી સેનાના જવાન શ્રીનગરના આ પર્વતોમાં પૂર પીડિતોના જીવ બચાવવા માટે પોતાને ખપાવી રહ્યા હતા. અને જ્યારે તે આ મુસીબતમાં ફસાયેલા લોકોની સેવા કરી રહ્યા હતા, તેમને બચાવવામાં લાગ્યા હતા, આ મારી સેનાનું પ્રશિક્ષણ જુઓ, મારી સેનાની અંદરથી ભરેલી માનવતા જુઓ કે ક્યારેય તેમણે એ ન વિચાર્યું કે આ તો એ લોકો છે કે જેઓ પથ્થરો મારે છે, ક્યારેક અમારી આંખો ફોડી દે છે, ક્યારેક અમારું માથું ફોડી દે છે. ક્યારેક પથ્થરોનો હુમલો એટલો ભયંકર હોય છે કે મોત પણ થઇ જતું હતું. આ તમામ અનુભવ કર્યા બાદ પણ જ્યારે માનવતાએ લલકાર કર્યો, આ મારા ફોજના જવાનો, કાલે શું થયું હતું, કોણે શું કર્યું હતું. એને થોડું પણ મનમાં રાખ્યા વિના, તેની પણ જિંગદી મારા દેશવાસીઓની જિંદગી છે, તેને બચાવા માટે તેઓ જીવ રેડી દે છે.
આજે સમગ્ર વિશ્વમાં દુનિયાના જે રક્ષા બળ છે, સુરક્ષા બળ છે, બની શકે છે કે દુનિયાના ઘણા દેશો પાસે સૈન્ય શક્તિ આપણાથી સેંકડો ગણી વધારે હશે, પરંતુ વિશ્વમાં જ્યારે સુરક્ષા બળોના જુદા – જુદા પેરામીટરથી મૂલ્યાંકન થાય છે તો શિસ્ત, આચાર, સામાન્ય નાગરિકો પ્રત્યે વ્યવહાર, આ તમામ માનકોમાં ભારતની સેના પ્રથમ પંક્તિમાં નજરે ચડે છે, સમગ્ર વિશ્વમાં નજર આવે છે, સમગ્ર વિશ્વમાં શાંતિ માટે એક પીસ કિપિંગ ફોર્સ બનેલી છે. જેમાં દુનિયાભરના રક્ષા બળના જવાનો એક પછી એક આવે છે, કોઇ બે વર્ષ ત્યાં સેવા આપે છે, કોઇ ત્રણ વર્ષ આપે છે, જે દેશમાં તેમને લગાવાય ત્યાં જાય છે. તે દેશની શાંતિ માટે તે પોતાનું જીવન લગાવી દેવા માટે તૈયાર થઇ જાય છે. વિશ્વનું જે પીસ કિપિંગ ફોર્સ છે, દરેક હિન્દુસ્તાનીને ગર્વ થશે કે વિશ્વના આ પીસ કિપિંગ ફોર્મમાં આટલા વર્ષોમાં સતત સૌથી વધારે યોગદાન કરનારો જો કોઇ દેશ છે તો એ દેશનું નામ હિન્દુસ્તાન છે. અને આ એટલા માટે સંભવ થાય છે કે આપણા સુરક્ષા બળોના જવાનોએ ફક્ત શસ્ત્રોના જ આધારે નહીં, નૈતિકતાના અધિષ્ઠાન પર, પોતાના આચરણ પર , પોતાના વ્યવહાર પર વિશ્વને જીતવામાં સફળતા મેળવી છે, ત્યારે જઇને આ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
હાલમાં વેસ્ટ એશિયામાં સતત બોમ્બ ધમાકાનો અવાજ સંભળાય છે. આંતકવાદે ભયંકર રૂપ ધારણ કરી લીધું છે. યમનમાં હિન્દુસ્તાનના હજારો નાગરિકો ફસાયા હતા, બોમ્બ વર્ષા થઇ રહી હતી, જીવન તથા મૃત્યુ વચ્ચે ભારતના નાગરિક ત્યાં મુસીબતથી ઘેરાયેલા હતા, અમે સેનાના જવાનોને ત્યાં મોકલ્યા, મદદ માટે દરેક વ્યવસ્થા લઇને મોકલ્યા, અને આ સેનાના જવાનોનું પરાક્રમ જુઓ, 5 હજારથી વધારે ત્યાં ફસાયેલા આપણા ભાઇઓ તથા બહેનોને સલામત હિન્દુસ્તાન પરત લઇને આવ્યા. અને ફક્ત હિન્દુસ્તાનના જ નહીં, દુનિયાના અનેક દેશોના નાગરિકોનો પણ, પાકિસ્તાનના નાગરિકોને પણ, બચાવીને લાવ્યા હતા. આ ભારતની સેના. એના આ રૂપોની અત્યારે પણ આપણે સમય – સમય પર નજર પડે જ છે. પરંતુ સાતત્ય રૂપથી આપણે ક્યારેક ક્યારેક તેની શક્તિને ભૂલી જઇએ છીએ. અને ફક્ત સીમા, ગોળીઓ, બોમ્બ, બંદૂક, પિસ્તોલ, દુશ્મન એ જ બાબતમાં તેમની તાકાતને ત્રાજવા પર તોલતા રહીએ છીએ. ખૂબ જ ઓછા લોકોને ખબર હશે કે હિન્દુસ્તાનનો ઇતિહાસ તો એ બાબતનું સબૂત છે કે હજારો વર્ષનો આપણો ઇતિહાસ રહ્યો છે, આપણા પૂર્વજોએ ક્યારેય પણ કોઇની એક ઇંચ માટે પણ ઝઘડો કર્યો નથી, યુદ્ધ કર્યું નથી. દુનિયાના કોઇ દેશને દબોચવા માટે, પોતાનું બનાવવા માટે આક્રમણ કર્યું નથી. પરંતુ જો મૂલ્યોના , આદર્શો માટે જીવન – મૃત્યુનો જંગ કરવાની નોબત આવી, હિન્દુસ્તાનની સેના ક્યારેય પાછળ નથી.
મારા સ્નેહી ભાઇઓ અને બહેનો, ખૂબ જ ઓછા લોકોને ખબર હશે કે પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધ, આ બંને લડાઇઓ ન આપણે કરી હતી, ન કે આ યુદ્ધ આપણા માટે થયું હતું, ન કે આ યુદ્ધના પરિણામનો આપણે કોઇ લાભ થવાનો હતો. તેની સાથે આપણે કોઇ લેવા – દેવા નહોતા. પરંતુ બે વિશ્વયુદ્ધમાં આ ધરતીના સંતાન, મારા દેશના વીર જવાનો, મારા દેશના વીર સૈનિકો, દોઢ લાખ જવાનોએ બલિદાન આપ્યું હતું, દોઢ લાખ. સમગ્ર વિશ્વ આ બાબતને ભૂલાવી દઇ રહ્યું છે, દુર્ભાગ્ય છે કે ક્યારેક ક્યારેક આપણે પણ ભૂલાવી દઇએ છીએ. દુનિયાની સામે આપણા પૂર્વજોનું માનવતા માટે કરવામાં આવેલો ત્યાગ અને બલિદાન વારંવાર દુનિયાને સ્મરણ કરાવવાની જરૂરીયાત છે. અહીં ગાંધી એમ જ પેદા થતા નથી, અહીં બુદ્ધ એમ જ પેદા થતા નથી, એક મહાન પરંપરા છે જેમાંથી વીર સૈનિકો પણ માનવતા માટે મરે છે તો ગાંધી પણ માનવતા માટે જીવે છે, આ એ ધરતીની વિશેષતા રહી છે. અને તે જ વિશેષતાને લઇને આજે દુનિયામાં આપણી સેના પર ગર્વ કરી શકીએ છીએ. જળ હોય, થળ હોય, નભ હોય, આપણા બીજા પણ સુરક્ષા બળ, બીએસએફના જવાનો, જે પ્રકારથી સીમા પર ઊભા રહે છે. સીઆરપીએફ જવાન, કોસ્ટ ગાર્ડના જવાન, અગણિત વ્યવસ્થાઓ છે. જે એટલા માટે પોતાની જવાની ખપાવી દે છે, કે આપણે ચેનથી ઊંઘી શકીએ. મારા દેશની સેનાને આપણે શાંતિથી ઊંઘી શકીએ, તેની વધારે ખુશી પ્રાપ્ત થાય છે. આપણે શાંતિથી ઊંઘી શકીએ, તેનાથી એમને સંતોષ થાય છે. આપણા ઊંઘવા પર તેમને ફરિયાદ હોતી નથી. પરંતુ જાગવાના સમયે પણ ઊંઘી જઇએ તો સેના આપણને ક્યારેય માફ કરતી નથી અને દુર્ભાગ્ય છે કે ક્યારેક ક્યારેક આપણે જાગવાના સમયે પણ ઊંઘી જઇએ છીએ. સંસ્કૃતમાં કહ્યું છે કે :
રાષ્ટ્રાયામ જાગરયામ વયમ. અનંત સતર્કતા સ્વતંત્રતાની કિંમત છે.
સતત જાગતા રહો. અને ફક્ત સેનાના જવાન જ જાગતા રહે, એ તો તેમની સામે અન્યાય હશે. આપણે પણ જાગવાના સમયે તો જાગવું જ જોઇએ. તે સમયે સુવાનો આપણને હક નથી. જો કોઇ એ ભ્રમ રાખે છે કે હાથમાં કેટલા પણ આધુનિક શસ્ત્રો હોય, ગોળી કેટલી પણ દૂર સુધી જઇ શકતી હોય, એટલા માત્રથી સેના જીતી જાય છે તો એ આપણો ભ્રમ છે, સેનાનું સૌથી મોટું જો શસ્ત્ર હોય છે તે એનું મનોબળ હોય છે. તેના મનની તાકાત હોય છે. અને એ મનોબળ આ મનની તાકાત શસ્ત્રથી નથી આવતી, સવા સૌ કરોડ દેશવાસિયો દ્વારા એક સાથે મળીને તેમની પાછળ ઊભા રહેવાથી આવે છે.
આપણા દેશમાં, સૌથી જૂની ઘટના મને યાદ છે, 62 (બાસઠ) ના યુદ્ધ બાદ દિવાળીના દિવસો હતા, તો લોકો મીઠાઇઓના પેકેટ ફોજને મોકલતા રહેતા હતા, કોઇ પણ સરનામું મળી જાય તો, ઠીક છે કે દેશના આર્મીના જવાન એવું કહીને મોકલતા હતા. પહોંચતા પહોંચતા તે કદાચ ખરાબ પણ થઇ જાય પરંતુ ભક્તિ ભાવથી પહોંચતા હતા, મેં ક્યારેક સાંભળ્યું હતું કે બરોડાથી એક દિકરીએ કોઇ જવાનને મીઠાઇ મોકલી હતી, પોતાનું સરનામું પણ તેમાં મોકલી દીધું હતું. જે જવાન પાસે તે મીઠાઇ પહોંચી, સાથે તે સરનામું પણ પહોંચ્યું હતું. અને ત્યાર બાદમાં મને ખબર પડી હતી કે જીવનભર તે ફોજીએ તે બહેનને પોતાની સગી બહેનથી પણ વધારે પ્રેમ કર્યો હતો. આ સેનાના રૂપ જે છે તે ક્યારેક ક્યારેક આપણે યોગ્ય રીતે સમજી શકતા નથી. આપણી સેના, અને મેં કહ્યું હતું કે સેના બોલતી નથી, સેના પરાક્રમ કરે છે. અને તે દિવસે મારા વાળ ખેંચવામાં આવતા હતા, મોદી સુઇ રહ્યો છે, મોદી કંઇ કરતો નથી, પરંતુ જેમ મારી સેના બોલતી નથી, પરાક્રમ કરે છે, આપણા રક્ષા મંત્રી પણ બોલતા નથી.
સ્નેહી, દેશવાસિયો, હું મધ્ય પ્રદેશ સરકારને વિશેષ રૂપથી અભિનંદન કરું છું કે તેમણે આ શૌર્ય સ્મારકનું નિર્માણ કર્યું છે, યુદ્ધ સ્મારક તો હોય છે. શહીદ સ્મારક પણ હોય છે, પરંતુ શૌર્ય સ્મારક તેની અંદર આ તમામ આવરી લેવામાં આવે છે, તેનાથી પણ પ્લસ હોય છે. આ શૌર્ય સ્મારક આપણા સહુ માટે એક તીર્થ ક્ષેત્ર છે. આપણી આગામી પેઢીઓ માટે તે પ્રેરણાનું મંદિર છે. આપણે જોઇએ તો ખરા, અનુભવ તો કરીએ, આપણે જાણીએ તો ખરા સેના છે શું ? જિંદગી શું છે તેમની ? એવી કઇ ટ્રેનિંગ છે કે નસે નસમાં હિન્દુસ્તાન સમાયેલું છે. શું કારણ છે કે સમગ્ર ભારત માને પોતાનો પરિવાર બનાવી દીધો છે અને પોતાને એકલા છોડીને ચાલી નીકળ્યા છે. આ નાનો ત્યાગ નથી મિત્રો. શબ્દોમાં તેનું વર્ણન ન થઇ શકે. આ વીરોની ગાથા છે, દરેક પળ દરેક પગલે પ્રેરણાની એક નવી શક્તિ આ વીરોથી આપણને પ્રાપ્ત થાય છે. તેમનું જીવ , તેમનું કાર્ય , દરેક હિન્દુસ્તાનીના જીવનને દેશ માટે જીવવાની, દેશ માટે કંઇ કરવાની પ્રેરણા આપતું રહે છે, અને આપણા દેશના તમામ ગણમાન્ય કવિ, તેમની કલમ , કોઇ એવી કલમ નહીં હોય કવિઓની , જેનાથી દેશના વીર જવાનોને, શહીદોને, વીરોને, યોદ્ધાઓને , સૈનિકોને સ્મરણ ન કર્યા હોય, અંજલિ ન આપી હોય. આપણે લોકો બાળપણમાં ભણતા હતા માખનલાલ ચતુર્વેદીજીની કવિતા, અને માખનલાલજીએ કહ્યું હતું : –
મુઝે તોડ લેના વનમાલી, ઉસ પથ પર દેના તુમ ફેંક
માતૃભૂમિ પર શીશ ચડાને, જીસ પથ પર જાવે વીર અનેક
ભાઇઓ બહેનો, રામધારી સિંહ દિનકર, આજે આ શૌર્ય સ્મારકના ઉદ્ધાટનના સમયે તેમની એક કવિતા મને ખૂબ જ યોગ્ય લાગે છે, તેમણે લખ્યું છે કે : –
કલમ, કલમ , આજ ઉનકી જય બોલ
કલમ આજ ઉનકી જય બોલ
જલા અસ્થિયાં બારી – બારી, જલા અસ્થિયાં બારી – બારી
ચિડકાઇ જીનમેં ચિનગારી
જલા અસ્થિયાં બારી – બારી, ચિટકાઇ જિનમેં ચિનગારી
જો ચડ ગયે પૂણ્ય વેદી પર, જો ચડ ગયે પૂણ્ય વેદી પર
લિયે બિના ગર્દન કા મોલ, લિયે બિના ગર્દન કા મોલ,
વો ચડ ગયે પૂણ્ય વેદી પર
એવા મહાપુરુષોનું ,વીર પુરુષોનું, આપણે જાણીએ છીએ કે આપણા દેશના જવાનો છેલ્લા ઘણા દશકાથી દરેક સરકાર પાસેથી એક માગ કરી રહ્યા હતા. વન રેન્ક વન પેન્શન. અનેક લોકો નિવૃત્ત થઇ ગયા, માગ કરતા રહ્યા, પરંતુ ફોજી હતા, શિસ્તબદ્ધ હતા, દેશ તેમના માટે પહેલો હતો, પોતે પછી હતા. એટલા માટે યૂનિયનવાળાઓની જેમ તેમણે ક્યારેય ઝઘડા કર્યા નહીં. યોગ્ય રીતે પોતાની વાત જણાવી રહ્યા હતા. અને દરેક સરકાર ખૂબ જ સારા સારા વાયદા કરતી હતી. કોઇ એવી સરકાર નથી કે જેણે પોતે વચન ન આપ્યું હોય. અને અમુક લોકો તો અટેલા મોટા હોંશિયાર હતા કે બસ્સો, પાંચસો કરોડ રૂપિયા બજેટમાં પણ નાંખી પણ દેતા હતા. આ સરકાર આવ્યા બાદ અમે વાયદો કર્યો હતો કે અમે વન રેન્ક વન પેન્શન લાગૂ કરીશું. અને હું આજે મારા વીર જવાનોની સામે માથું ઝુકાવીને આ વાયદાને અમે પૂરો કર્યો છે. આજે હું સંતોષની અનુભૂતિ કરી રહ્યો છું. ચાર ભાગમાં, ચાર ભાગમાં તેમને ચૂકવણી કરવા માટેનો અમે નિર્ણય કર્યો છે. કારણ કે એટલો મોટો આર્થિક બોજ છે કે એક વર્ષમાં ભારત સરકાર માટે પણ આપવો મુશ્કેલ છે. તો એટલા માટે તેને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યો છે. અત્યાર સુધી સાડા પાંચહજાર કરોડ રૂપિયા અપાઇ ચૂક્યા છે. ફોજીના ઘરમાં, તેના ખાતામાં જમા થઇ ચૂક્યા છે. અને લાભ કેટલો થયો છે. જે હવાલદાર, જે હવાલદાર જેણે 17 વર્ષ, સત્તર વર્ષ ફોજમાં કામ કર્યું અને નિવૃત્ત થયો. ઓઆરઓપીના પહેલા તેને 4090 રૂપિયા મળતા હતા, 4090. ઓઆરઓપી બાદ તેને લગભગ લગભગ 7600 રૂપિયા મળવાનું શરૂ થઇ ગયું છે એટલે કે લગભગ લગભગ 30 ટકાથી પણ વધારે.
ભાઇઓ અને બહેનો, અત્યારે સાતમું પગારપંચ આવ્યું. આ પગારપંચમાં કોઇને કોઇ અનિયમિતતા રહે છે. દરેક વખતે રહે છે. એક કમિટિ બેસે છે. તે સમસ્યાનું સમાધાન કરવાના રસ્તા શોધે છે. ભારત સરકાર પણ તે દિશામાં છે, સાતમા પગારપંચ બાદ આપણી સેનાના જે મોવડીઓ છે તેમણે પણ અમને પત્ર આપ્યો છે, અમે તેની પર કામ કરી રહ્યા છીએ. અને જરૂર સારું પરિણામ આવશે. પરંતુ એક મહત્વપૂર્ણ વાત હું તમને જણાવું છું. સાતમા પગારપંચે જણાવ્યું હતું કે છઠ્ઠા પગારપંચમાંથી જે મળતું હતું. સાતમા પગારપંચમાં તેના 2.57 ગણા વધી જાય. ભારત સરકાર એ કરી શકતી હતી કારણ કે સાતમા પગારપંચે કહ્યું હતું. પરંતુ અમે એમ ન કર્યું. અમે કહ્યું છઠ્ઠા પગારપંચને આધાર માનીને જો ફોજના લોકોને આપીશું, નિવૃત્ત લોકોને પેન્શન આપીશું તો તેમને ખૂબ જ ઓછો ફાયદો થશે. અમે કહ્યું કે નિર્ણય કર્યો કે ઓઆરઓપી મળ્યા બાદ જે વેતન ભથ્થાં બન્યા છે તેના જ આધાર પર સાતમું પગારપંચ ગણવામાં આવશે. તેમને ભલે બે ગણો ફાયદો થઇ જાય પરંતુ મારા દેશના જવાનો માટે આ કરવું જરૂરી હતું, અમે કર્યું.
સમસ્યાઓનું સમાધાન કરું છું. મેં તપાસ કરી, નિવૃત્ત ફોજીઓની ફરિયાદની સ્થિતિ શું છે. અને હું હેરાન હતો કે ઘણી બધી ફરિયાદો પડી રહી હતી. અમે ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો. અને ખૂબ જ ઝડપી ગતિથી આપણા નિવૃત્ત ફોજીઓની જે ફરિયાદો છે, તેમનું સમાધાન કરવા માટે અને ખૂબ જ મોટી સફળતા, ઝડપી ગતિથી સફળતા પ્રાપ્ત થઇ છે. વધુ એક કામ અમે કર્યું છે. અમે જાણીએ છીએ , નાગરિકોના ધ્યાનમાં એ આવતું નથી. નાગરિકો વિચારે છે કે ભાઇ જવાનીમાં તો જે કંઇ કરવું છે કરી લો, પછી શું કરી શકશો. તેના દિમાગમાં તો જવાનીનો ખ્યાલ અલગ હોય છે, અને 35 – 40 વર્ષનો થયા બાદ વિચારે છે કે ચલો યાર હવે ઘણું બધું કરી લીધું, હવે શાંતિથી જીંદગી પસાર કરી લઇશું. ફોજમાં ઊંધું હોય છે, જે જીવન ઉંમરને આપણે ફોજની ઉંમર સમજીએ છીએ, કંઇક કરી છૂટવાની ઉંમર હોય છે. તે સમયે મારા દેશના જવાનો પોતાન જવાની સીમા પર ખપાવી દે છે. સુખ – વૈભવ, એશ-આરામ, મોજ, સપના, અરમાન મા ધરતીને, માટીને સમર્પિત કરીને પોતાનું જીવન પસાર કરે છે. અને 15 – 17 વર્ષની નોકરી બાદ જ્યારે ઘરે આવે છે, 40, 42, 35 વર્ષની ઉંમર હોય છે. આપણે લોકો તે સમયે ઘણું બધું કરી લીધું હવે આરામથી જીવશું તેમ વિચારીએ છીએ. અને તે આવીને વિચારે છે કે હવે નવી જીંદગી કેવી રીતે શરૂ કરું. એક પ્રશ્નાર્થ ચિન્હની સાથે જિંદગી શરૂ કરે છે.
આજે આપણે દરેક વર્ષે નિવૃત્તમાન ફોજીઓને , 50,000 લોકોને તાત્કાલિક રોજગારનો પ્રબંધ કરીએ છીએ. અત્યારે એક મોટું મહત્વપૂર્ણ કામ કર્યું છે ભારત સરકારે. ફોજમાંથી જે નિવૃત્ત થવાનું નક્કી કરી લે છે બસ હવે મારે નથી રહેવું, જવું છે, એક ઉંમર બાદ તેને જવા દેવામાં આવે છે. તો છેલ્લા વર્ષમાં સરકાર તરફથી તેને સ્કીલ ડેવલોપમેન્ટના સર્ટિફિકેટ કોર્સ માટે ટ્રેનિંગ આપવામાં આવે છે. ભારત સરકારનું સ્કીલ ડેવલોપમેન્ટ વિભાગ તથા આપણી સેનાની ત્રણેય પાંખો, તેમની સાથે એમઓયુ થયા છે. સ્કીલ ડેવલોપમેન્ટ કર્યા બાદ તેને સર્ટિફિકેટ આપવામાં આવે છે. હવે ફોજના લોકો ફોજની અંદર ટ્રેનિંગ તો મેળવે જ છે. ત્યાં પણ કમ્યુનિકેશન નિષ્ણાત હોય છે, ત્યાં પણ ટેક્નોલોજીના નિષ્ણાત હોય છે, ત્યાં પણ નિષ્ણાત ડ્રાઇવર હોય છે , પરંતુ જ્યારે તે બહાર આવે છે, તો લોકો કહે છે કે ભાઇ તમારી પાસે સર્ટિફિકેટ છે કે શું ? તો કામ નથી મળતું.
પહેલી વખત ભારત સરકારે ફોજમાં નિવૃત્ત થનારા લોકોની પાસે જે સ્કીલ છે તેને સ્પેશિયલ ટ્રેનિંગ છેલ્લા બે વર્ષમાં આપવી, સર્ટિફિકેટ આપવું અને જે પ્રકારના જે માર્કેટ છે ત્યાં તેને એક રોજગાર મળે, નહીં તો તેની જિંદગી આવ્યા બાદ પણ ક્યાંયને ક્યાંય ચોકીદાર બનીને પસાર થતી હતી. હવે તે એક ટ્રેનર તરીકે કામ કરશે, સ્કીલ ડેવલોપમેન્ટના રૂપમાં કામ કરશે, દેશની યુવા પેઢીને સ્કીલ આપવાનું કામ કરશે. આ એક ખૂબ જ મોટો નિર્ણય સરકારે કર્યો છે.
કદાચ ઘણા બધા નાગરિકોને ખબર નહીં હોય. સરકારમાં એ રક્ષા મંત્રી વિવેકાધિન રાશી રહે છે, જે નિવૃત્ત ફોજી હોય છે તેમના પરિવામાં કોઇ તકલીફ હોય, જરૂરિયાત હોય, કોઇ બાળકોના અભ્યાસનો વિષય હોય, કોઇ જરૂરિયાત હોય , દિકરીના લગ્ન હોય, આ તમામ વિષયો માટે તે મદદ કરે છે. પહેલા એવરેજ આ લાભ 10થી 12 હજાર લોકોને વર્ષમાં મળતો હતો. આ આપણા રક્ષા મંત્રીજી એટલા સક્રિય છે કે આજે દરેક વર્ષે 50 હજાર પરિવારોને કોઇને કોઇ મદદ આ વ્યવસ્થા અંતર્ગત અપાવામાં આવે છે. પહેલા ફોજથી જે નિવૃત્ત થતા હતા તેમના બાળકોને સ્કોલરશીપ અપતી હતી અને તે લગભગ વર્ષ પૂરું થયા બાદ પહોંચતી હતી. હવે તેમને ટેક્નોલોજી સાથે જોડી દેવામાં આવી છે, જેથી તેને પહેલા સત્રમાં જ આ સ્કોલરશીપ મળી જાય, જેથી તેની જે વ્યવસ્થા છે તે ચાલતી રહે.
પહેલા સ્કોરલશીપ 4000 રૂપિયા મળતી હતી, આ સરકારે આવીને લશ્કરના જવાનોના આ સંતાનો માટે 4000થી વધારીને આ રકમને 5500 કરી દીધી છે, જેથી તેમને એનો લાભ મળી શકે. હવાલદાર સુધીના જે ફોજી હોય છે, જે નિવૃત્ત થાય છે અને સેનામાં 80 – 90 ટકા લોકો આ જ હોય છે. બાકી તો 10 ટકામાં આવે છે. 80 – 90 ટકા આ જ લોકો હોય છે. હવાલદાર સુધીના જે લોકો નિવૃત્ત થાય છે, જો તેમની પુત્રીના લગ્ન થઇ રહ્યા છે તો પહેલા સરકાર પુત્રીના લગ્ન માટે 16000 રૂપિયા આપતી હતી. આપણા રક્ષામંત્રીજીની ઉદારતા છે, હવે આ રકમ 50000 રૂપિયા કરી દેવામાં આવી છે. આપણે અહીં ફોજમાં જે દિવ્યાંગ લોકો હોય છે, લડાઇમાં ઇજા પહોંચે છે. ઇજાગ્રસ્ત બને છે, ફોજના લોકોને પરેશાની રહેતી હતી, હોસ્પિટલથી સર્ટિફિકેટ લેવું પડતું હતું કે કેટલા ટકા દિવ્યાંગ છે. ખૂબ જ મોટું સંકટનું કામ રહેતું હતું અને તે એને મોટી મુશ્કેલીથી પાર કરતા હતા. કોઇ કહેતું હતું કે નહીં 20 ટકા છે, કોઇ કહેતું હતું કે 25 ટકા છે, કોઇ કહેતું હતું કે 30 ટકા છે, ક્યારેક વધારે થયું તો કોઇ 45 , 50 , 55 અને તેના આધાર પર તેના આર્થિક સહાયતા મળતી હતી. આ અસમંજસથી ફોજીઓને પણ ખૂબ જ તકલીફ પડતી હતી. અમુક ફોજના લોકો મને મળ્યા હતા, આ વાત મારા ધ્યાનમાં લાવ્યા હતા. હવે અમે તેને એક બ્રોડ બ્રાન્ડિંગની વ્યવસ્થા બનાવી દીધી છે. જેના કારણે 50થી ઓછાવાળા, 75 અને 50 વચ્ચેવાળા તથા 75થી ઉપરવાળા ત્રણ જ સ્લેબમાં બધું નાંખી દીધું છે જેથી હવે ફોજીઓને આ સંકટમાંથી પસાર ન થવું પડે અને આ કામને તે આરામથી કરી શકે.
એટલું જ નહીં આપણા ફોજના જવાનોને નિવૃત્ત થયા બાદ પણ મેડિકલ સહાયતા મળતી રહે તે માટે અમે લગભગ 472 નવી હોસપિટલ સૂચિબદ્દ કરી છે, જેમાં ફોજીને નાણા વિના પણ સારવાર મળે છે. આપણા મધ્ય પ્રદેશમાં અમે 64 હોસ્પિટલો ફોજીઓ માટે બનાવી છે. તો એક પછી એક એવા અનેક કામ આજે ફોજીઓ માટે, આપણા જવાનો માટે, એક સંવેદનશીલ સરકાર, ભારતની આન બાન શાન, આ આપણા જવાનો, તેમના માટે પ્રાથમિકતા આપતા અમે દેશની અદંર યોજનાઓ બનાવીએ છીએ. અમારો પ્રયત્ન છે કે રક્ષાના ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર કેવી રીતે બને ? શસ્ત્રોનું આપણા દેશમાં ઉત્પાદન કેવી રીતે થાય ? આપણા દેશના યુવાનોમાં પણ ક્ષમતા છે. પ્રતિભા છે, દમ છે. છેલ્લા બે વર્ષમાં હું સતત એ દિશામાં પ્રયાસ કરી રહ્યો છું અને મને વિશ્વાસ છે કે તે દિવસ જરૂર આવશે જ્યારે હિન્દુસ્તાન પોતાની જરૂરિયાતોને પૂરી કરવા તો શસ્ત્ર બનાવશે જ. પરંતુ દુનિયાને વેચવાની તાકાત ધરાવતો પણ બની શકે છે, આ તાકાત આ દેશમાં પડી છે. અને અમે તે દિશામાં પણ કામ કરી રહ્યા છીએ.
મારા સ્નેહી ભાઇઓ , બહેનો, હું ફરીથી એક વખત વીર શહિદોને પ્રણામ કરું છું. હું તે માતાઓને પ્રણામ કરું છે જે માતાઓએ આવા વીર યોદ્ધાઓને જન્મ આપ્યો છે. હું તે બહેનોને પ્રણામ કરું છું જેમણે કદાચ પોતાનો પતિ ગુમાવ્યો હશે, જેણે કદાચ પોતાન ભાઇ ગુમાવ્યો હશે અને ત્યાર બાદ પણ મા ભારતીની સેવા કરવાનો પ્રણ લઇને જીવનારા આ પરિવારોને પણ હું આજે નમન કરું છું.
ભાઇઓ અને બહેનો, દુનિયામાં, દુનિયામાં ઘણા દેશોમાં પરંપરા છે, અત્યારે તે પરંપરા આપણા દેશમાં વિકસી નથી. પરંતુ વિકસે તેવી છે, આપણે કરી શકીએ છીએ. તમે જોયું હશે કે દુનિયામાં કોઇ દેશમાં માની લો કે તમે એરપોર્ટ પર બેઠા છો. સેંકડો મુસાફરો બેઠા હોય છે એરપોર્ટ પર. અને જો ફોજના બે – ચાર જવાનો યુનિફોર્મમાં ત્યાંથી નીકળે છે તો, એરપોર્ટ પર બેઠેલા તમામ નાગરિકો ઊભા થઇ જાય છે. તાળીઓથી તેમનું અભિનંદન કરે છે અને તે પોતાના રસ્તા પર ચાલતા રહે છે. પોતાની જે રીતથી ચાલવાનું છે, ચાલતા રહે છે. રેલવેમાં ક્યાં દેખાઇ જાય, તો ત્યાંના દેશના નાગરિક તેમને જોતા જ ઊભા રહી જાય છે, તાળીઓ વગાડવા લાગે છે, તેમનું ગૌરવ કરે છે. શું આપણે આપણા દેશમાં, આપણે આપણા દેશમાં ધીરે – ધીરે આ સ્વભાવ બનાવી શકીએ છીએ કે કેમ ? મારા ફોજના લોકો જાય છે ક્યારેક તો, દરેક સમયે યુદ્ધના સમયે તેમને યાદ કરીએ તે યોગ્ય નથી. ચોવીસે કલાક તેમના પ્રત્યે આપણા મનમાં આદર હોવો જોઇએ, તેમના પ્રત્યે ભક્તિભાવ હોવો જોઇએ.
શું તમે લોકો ક્યારેય પણ આ પ્રકારથી ફોજીઓને આવતા જતા જોશો તો તાળીઓના ગડગડાટથી તેમનું સન્માન કરશો ? ભૂલી તો નહીં જાઓને ? વાત નાની હોય છે પરંતુ સામાન્ય જીવન પર અને ખાસ કરીને ફોજીના જીવન પર તેનો ખૂબ જ મોટો પ્રભાવ હોય છે. મને વિશ્વાસ છે કે શૌર્ય સ્મારક જેવી વ્યવસ્થા દ્વારા આપણે આપણા દેશના નાગરિકોને પણ પ્રશિક્ષિત કરી શકીશું. આ ફક્ત જવાનોનું સન્માન છે, એટલું જ નહીં, આપણી પેઢીઓને સંસ્કારિત કરવા માટેની પણ આ એક ઓપન સ્કૂલ છે. આ ઓપન યુનિર્વર્સિટી છે. તે રૂપમાં તેનો ઉપયોગ હોય. હું ફરીથી એક વખત તમારું સહુનું હ્દયથી અભિનંદન કરું છું. મધ્ય પ્રદેશ સરકારનું પણ અભિનંદન કરું છું. મારી સાથે સમગ્ર તાકાતથી બંને મુઠ્ઠી બંધ કરીને બોલો : –
શહીદો – અમર રહો .
અવાજ દૂર દૂર સુધી જવો જોઇએ .
શહીદો – અમર રહો .
શહીદો – અમર રહો .
શહીદો – અમર રહો .
ખૂબ – ખૂબ ધન્યવાદ .
TR
When we think of our armed forces we remember their valour. We also recall with pride their role during a natural disaster: PM @narendramodi
— PMO India (@PMOIndia) 14 October 2016
It is the call of humanity that inspires our armed forces when they are helping people during natural disasters. Nothing else matters: PM
— PMO India (@PMOIndia) 14 October 2016
India is one of the biggest contributors to the UN peacekeeping forces: PM @narendramodi
— PMO India (@PMOIndia) 14 October 2016
It was our soldiers who played a key role in rescuing people from Yemen. Those rescued were not only Indians but also from other nations: PM
— PMO India (@PMOIndia) 14 October 2016
Several soldiers from India fought and were martyred during the two World Wars: PM @narendramodi
— PMO India (@PMOIndia) 14 October 2016
The Shaurya Smarak is a Tirtha Sthan for us and for our coming generations: PM @narendramodi
— PMO India (@PMOIndia) 14 October 2016
The demand for OROP was persisting for years. We had promised it will become a reality and this is exactly what happened: PM @narendramodi
— PMO India (@PMOIndia) 14 October 2016
भोपाल में आज शौर्य सम्मान सभा संबोधित की। पूर्व सैनिकों के साथ समय बिताया और सेना की वीरता को सराहा। https://t.co/hPonJKgrHo
— Narendra Modi (@narendramodi) 14 October 2016
शौर्य स्मारक देश के लिए एक तीर्थ क्षेत्र है। आने वाली पीढ़ियों को संस्कारित करने की ओपन यूनिवर्सिटी है। स्मारक के लिए एमपी सरकार को अभिनंदन। pic.twitter.com/4NRnWIHL3P
— Narendra Modi (@narendramodi) 14 October 2016
हमारी सरकार को अपने सैनिकों को ओआरओपी (OROP) समर्पित करने का अवसर मिला और मुझे इस बात पर गर्व है। pic.twitter.com/FPmmREui2Y
— Narendra Modi (@narendramodi) 14 October 2016
हमारी सेना बोलती नहीं, पराक्रम करती है। pic.twitter.com/KfNuxkOTYn
— Narendra Modi (@narendramodi) 14 October 2016