પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રિત મંત્રીમંડળની બેઠકમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ (આઇટીએન્ડઇ)નાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા ભારત અને પેલેસ્ટાઇન વચ્ચે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ની જાણકારી આપવામાં આવી હતી.
એમઓયુનો આશય ઇ-ગવર્નન્સ, એમ-ગવર્નન્સ, ઇ-પબ્લિક સર્વિસીસ ડિલિવરી, સાયબર સુરક્ષા, સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક્સ, સ્ટાર્ટ-અપ્સ ઇકોસિસ્ટમ વગેરે ક્ષેત્રોમાં સહકારને પ્રોત્સાહન આપવાનો છે.
એમઓયુ વિવિધ પક્ષોનાં હસ્તાક્ષરની તારીખથી અમલમાં આવશે અને 5 વર્ષ માટે લાગુ રહેશે. એમઓયુનો અમલ બંને પક્ષોનાં પ્રતિનિધિ ધરાવતાં આઇટીએન્ડઇ પર કાર્યકારી જૂથ સ્થાપિત કરીને થશે. બી2બી અને જી2જી એમ બંને આઇસીટી ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહકાર વધારવામાં આવશે. તેમાં રોજગારની તકો વધારવા બી2બી જોડાણમાં સુધારાની કલ્પના કરવામાં આવી છે.
પૃષ્ઠભૂમિ:
ભારત પેલેસ્ટાઇનને આંતરરાષ્ટ્રીય અને દ્વિપક્ષીય સ્તરે મજબૂત રાજકીય ટેકો આપે છે. ભારત પેલેસ્ટાઇનનાં લોકોને સામગ્રી અને ટેકનિકલ સહાય પ્રદાન કરે છે. આઇટીએન્ડઇનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા એમઓયુની શરૂઆત નવેમ્બર, 2016માં જેસીએમનાં પ્રથમ સત્ર દરમિયાન થઈ હતી. થોડી વાટાઘાટ પછી એમઓયુને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો અને મે, 2017માં પેલેસ્ટાઇનમાંથી વીવીઆઇપીની મુલાકાત દરમિયાન હસ્તાક્ષર થયાં હતાં.
AP/J.Khunt/GP