Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળને નવીનીકરણીય ઊર્જામાં સહયોગ સ્થાપિત કરવા પર ભારત અને ગુયાના વચ્ચેનાં સમજૂતીકરારની જાણ કરવામાં આવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળને નવીનીકરણીય ઊર્જામાં સહયોગ માટે ભારત અને ગુયાના વચ્ચે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ની જાણકારી આપવામાં આવી હતી. આ એમઓયુ પર 30 જાન્યુઆરી, 2018નાં રોજ દિલ્હીમાં રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય વીજ અને નવીન તથા નવીનીકરણ ઊર્જા મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી આર કે સિંહ અને ગુયાનાના દ્વિતીય ઉપરાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી મહામહિમ શ્રી કાર્લ બી ગ્રિનિજ દ્વારા હસ્તાક્ષર થયાં હતાં.

આ એમઓયુનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે પારસ્પરિક લાભ, સમાનતા અને પારસ્પરિક આદાન-પ્રદાનનાં આધારે નવીન તથા નવીનીકરણીય ઊર્જાનાં વિષયો પર તકનીકી દ્વિપક્ષીય સમજૂતીને પ્રોત્સાહન આપવા માટે સહકારી સંસ્થાગત સંબંધનો આધાર તૈયાર કરવાનો છે. સમજૂતીકરારમાં સંયુક્ત કાર્ય સમિતિ સ્થાપિત કરવાની જોગવાઈ છે, જેથી સહયોગ સાથે સંબંધિત વિષયોની સમીક્ષા, તેનાં પર દેખરેખ રાખી શકાય અને તેનાં પર ચર્ચાવિચારણા થઈ શકે. સમજૂતીકરારમાં નિષ્ણાતોનાં આદાન-પ્રદાન અને માહિતી નેટવર્કિગની જોગવાઈ છે. આ એમઓયુથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગ મજબૂત થશે.

RP