પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને ભારત અને આર્જેન્ટિના વચ્ચે એન્ટાર્કટિક સહકાર પર ફેબ્રુઆરી, 2019માં થયેલા સમજૂતીકરાર (એમઓયુ) અંગે જાણકારી આપવામાં આવી હતી.
આ સમજૂતીકરારથી ભૂ-વિજ્ઞાન તથા એન્ટાર્કટિકા અને દક્ષિણ મહાસાગરોનાં કુદરતી વાતાવરણનું સંરક્ષણ કરવા અને એની જાળવણી કરવા સાથે સંબંધિત ક્ષેત્રોનાં વિવિધ પ્રોજેક્ટ પર વૈજ્ઞાનિક ધોરણે સહકાર સ્થાપિત કરવામાં મદદ મળશે.
વિશિષ્ટ ખાસિયતો:
• ભૂ-વિજ્ઞાન અને જીવન સાથે સંબંધિત વિજ્ઞાનની વિવિધ શાખાઓ, તેમજ એન્ટાર્કટિક અને દક્ષિણ મહાસાગરોનાં કુદરતી વાતાવરણનું સંરક્ષણ કરવા અને એની જાળવણી કરવા જેવા ક્ષેત્રોમાં હાથ ધરવામાં આવેલા વિવિધ ક્ષેત્રોનાં વિવિધ પ્રોજેક્ટ પર વૈજ્ઞાનિક સહકાર સ્થાપિત કરવો;
• એન્ટાર્કટિકા, તેના વાતાવરણ તથા તેના પર નિર્ભર તેમજ જોડાયેલી ઇકોસિસ્ટમનાં અભ્યાસ સાથે સંબંધિત વૈજ્ઞાનિક અને ગ્રંથિસૂચિ સંબંધિત માહિતીનું આદાન-પ્રદાન;
• વૈજ્ઞાનિકોનાં આદાન-પ્રદાનો માટે નવા અવસરો;
• જો જરૂર પડે તો, એક દેશનાં રાષ્ટ્રીય એન્ટાર્કટિક કાર્યક્રમમાંબીજા દેશનાં રાષ્ટ્રીય એન્ટાર્કટિક કાર્યક્રમનાં વૈજ્ઞાનિકો અને ટેકનિકલ નિષ્ણાતોની ભાગીદારી;
• સંયુક્તપણે વિજ્ઞાન પરિષદો અને કાર્યશાળાઓનું આયોજન; શક્ય હોય ત્યાં મુખ્ય પોલર ફોરમ બેઠકોની સાથે-સાથે દ્વિપક્ષીય બેઠકોનું આયોજન કરવું;
• વિજ્ઞાન સંબંધિત સામગ્રીઓનું સંયુક્તપણે પ્રકાશન;
• વિજ્ઞાન સાથે સંબંધિત કર્મચારીઓની તાલીમ;
*****
J.Khunt/RP