Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળને ભારત અને ફ્રાન્સ વચ્ચે ‘મેરિટાઈમ અવેરનેસ મિશન’ અંગે સહયોગ બાબતે માહિતી આપવામાં આવી


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકને ભારત અને ફ્રાન્સ વચ્ચે તા. 10 માર્ચ, 2018ના રોજ હસ્તાક્ષર કરાયેલા ‘મેરીટાઈમ ડોમેઈન એવેરનેસ મિશન’ના તૈયારી પહેલાના અધ્યયનના અમલીકરણની વ્યવસ્થા (આઈએ) અંગે માહિતી આપવામાં આવી હતી.

સૂચિત સંયુક્ત અભિયાન દરિયાઈ ક્ષેત્રે જાગૃતિ માટે સમર્પિત છે અને તેનો ઉદ્દેશ બંને દેશોને સંબંધિત ડેટા અને સેવાઓ પૂરી પાડવાનો છે. તેનો ઉદ્દેશમાં ભારત અને ફ્રાન્સ માટે દરિયાઈ ટ્રાફિક તથા નિયમોનુ પાલન નહીં કરતાં જહાજોને ઓળખીને તેમના સંભવિત મહત્તમ પુનઃમુલાકાતની પુનરાવૃત્તિના દરનું નિરીક્ષણ કરવાનો છે. નિરીક્ષણ પદ્ધતિ દ્વારા બંને છેડા સુધી તપાસ, ઓળખ તથા રસ ધરાવતાં ક્ષેત્રોમાં જહાજોનુ નિરીક્ષણ કરવાનો છે.

આ અમલીકરણની વ્યવસ્થા (આઈએ) મુજબ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઇસરો) અને ફાન્સના સેન્ટર નેશનલ ડેટ્યુડ્સ સ્પેશિયલ્સ (CNES), બંને સંયુક્તપણે કેટલીક પ્રવૃત્તિઓ હાથ ધરશે. આ અભિયાન પર હસ્તાક્ષર થયાના એક વર્ષ દરમિયાન બંને દેશોના વરિષ્ઠ સંચાલનને તૈયારી પહેલાના સિદ્ધાંતોનો અભ્યાસ અને તેના પરિણામો રજૂ કરાશે તેની સમીક્ષા કરવામાં આવશે.

NP/J.Khunt/RP