Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળને ભારત અને મોરોક્કો વચ્ચે સાયબર સુરક્ષાનાં ક્ષેત્રમાં સહકાર પર થયેલા એમઓયુ વિશે જાણકારી આપવામાં આવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને સાયબર સુરક્ષાનાં ક્ષેત્રમાં સહકાર પર ભારત અને મોરોક્કો વચ્ચે થયેલા સમજૂતી કરાર (એમઓયુ)ની જાણકારી આપવામાં આવી હતી. આ એમઓયુ પર 25 સપ્ટેમ્બર, 2018નાં રોજ હસ્તાક્ષર થયાં હતાં.

આ એમઓયુનો આશય ભારત અને મોરોક્કો વચ્ચે સુરક્ષા સાથે સંબંધિત નિદાન, સમાધાન અને નિવારણમાં જાણકારી અને અનુભવનાં આદાન-પ્રદાન માટે ગાઢ સહકારને પ્રોત્સાહન આપવાનો છે. એમઓયુનાં અમલથી સાયબર સુરક્ષાનાં ક્ષેત્રમાં મોરોક્કો સાથે સંસ્થાગત અને ક્ષમતા નિર્માણ મારફતે મહત્વપૂર્ણ પારસ્પરિક લાભ થશે.

***

RP