Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળને ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે રેલવે ક્ષેત્રમાં ટેકનિકલ સહયોગ પર સમજૂતીકરારની જાણકારી આપવામાં આવી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકમાં સંયુક્ત આરબ અમિરાતની જમીન અને દરિયાઈ ફેડરલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી સાથે રેલવે ક્ષેત્રમાં થયેલા તકનીકી સહયોગનાં સમજૂતીકરાર (એમઓયુ)ની જાણકારી આપવામાં આવી હતી. આ સમજૂતિ કરારો પર 10 ફેબ્રુઆરી, 2018નાં રોજ હસ્તાક્ષર થયાં હતાં.

આ એમઓયુથી નીચેનાં ક્ષેત્રોમાં તકનીકી સહયોગ સ્થાપિત થઈ શકશેઃ

  • નિયંત્રણ, સુરક્ષા અને દુર્ઘટનાઓની તકનીકી તપાસ.
  • સ્ટેશનનો પુનર્વિકાસ.
  • લોકોમોટિવ કોચ અને વેગન; તથા
  • ભાગીદારો દ્વારા સંયુક્ત સ્વરૂપે ઓળખ કરેલ કોઈ અન્ય ક્ષેત્ર.

લાભઃ

સમજૂતીકરારથી ભારતીય રેલવેને આ ક્ષેત્રમાં નવીન વિકાસ અને જાણકારી વહેંચવા તથા તેનાં વિશે વાતચીત કરવા માટે એક મંચ મળશે. સમજૂતી કરારથી જાણકારીની સરળતાથી આદાન-પ્રદાન થઈ શકશે, નિષ્ણાતોની બેઠક થઈ શકશે, સેમિનાર તકનીકી યાત્રાઓ અને સંયુક્ત સ્વરૂપે મંજૂર સહયોગની યોજનાઓનો અમલ થઈ શકશે.

પૃષ્ઠભૂમિ:

રેલવે મંત્રાલયે રેલવે ક્ષેત્રમાં તકનીકી સહયોગ માટે વિવિધ વિદેશી સરકારો અને રાષ્ટ્રીય રેલવે સાથે સમજૂતી કરારો પર હસ્તાક્ષરો કર્યા છે. અન્ય ક્ષેત્રો ઉપરાંત સહયોગની ઓળખ થયેલા ક્ષેત્રોમાં હાઈ સ્પીડ કોરિડોર (કોરિડોર), હાલનાં રુટોની સ્પીડમાં વધારો, વૈશ્વિક સ્તરનાં સ્ટેશનોનો વિકાસ, ભારી લોડિંગ કામગીરી અને રેલવેની માળખાગત સુવિધાઓનું આધુનિકીકરણ સામેલ છે. રેલવેની ટેકનોલોજી અને કાર્યોનાં ક્ષેત્રો થયેલો વિકાસ સંબંધિત સૂચનાનાં આદાન-પ્રદાન, જાણકારીની વહેંચણી, તકનીકી યાત્રાઓ, તાલીમ અને સેમિનારો તથા પારસ્પરિક હિત સાથે સંબંધિત ક્ષેત્રોમાં કાર્યશાળાઓનું આયોજન કરીને સહયોગ પ્રાપ્ત કરી શકાય છે.

 

RP