Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળને રેલવેનાં ક્ષેત્રમાં સાથસહકાર સ્થાપિત કરવા ભારત અને કોરિયા વચ્ચેના સમજૂતીકરારની જાણ કરવામાં આવી


 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને ભારત સરકારનાં રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન (આરડીએસઓ) અને રિપબ્લિક ઑફ કોરિયા રેલરોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (કેઆરઆરઆઈ) વચ્ચે રેલવેનાં ક્ષેત્રમાં વૈજ્ઞાનિક અને ટેકનિકલ સાથ-સહકારને મજબૂત કરવા અને પ્રોત્સાહન આપવા માટે 10 જુલાઈ, 2018નાં રોજ થયેલા સહકાર માટેનાં સમજૂતીકરાર (એમઓયુ)ની જાણકારી આપવામાં આવી હતી.

અસર:

આ એમઓયુ ભારતીય રેલવેને કોરિયા રેલરોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે રેલવે ક્ષેત્રમાં નવીનત્તમ મહિતી અને કુશળતાઓ વહેંચવા અને તેનું આદાન-પ્રદાન કરવા માટેનું મંચ પૂરું પાડશે. એમાં ટેકનિકલ નિષ્ણાતો, વિવિધ અહેવાલો અને ટેકનિકલ દસ્તાવેજોનું આદાન-પ્રદાન, ચોક્કસ ટેકનોલોજીનાં ક્ષેત્રો પર તાલીમ અને સેમિનાર/કાર્યશાળાનું આયોજન તથા જાણકારીની વહેંચણી માટેના અન્ય આદાન-પ્રદાનો સામેલ છે.

વિગત:

આ એમઓયુ નીચેનાં મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં કેન્દ્રિત અભિગમ માટે સહકાર સ્થાપિત કરવા માળખું પ્રદાન કરશેઃ

  1. પારસ્પરિક હિત ધરાવતી બાબતો માટે સંયુક્ત સંશોધનનું આયોજન અને અમલીકરણ;
  2. ભારતમાં અત્યાધુનિક રેલવે સંશોધન અને વિકાસ સુવિધાઓ સ્થાપિત કરવા માટે સહકાર;
  3. ટેકનિકલ સેમિનાર અથવા ફોરમનું આયોજન અને અમલીકરણ;
  4. કેઆરઆરઆઈ દ્વારા આરડીએસઓ અધિકારીઓ માટે ટૂંકા ગાળાનાં તાલીમ કાર્યક્રમો;
  5. કેઆરઆરઆઈ અને આરડીએસઓ વચ્ચે મર્યાદિત સમયગાળાનાં ચોક્કસ પ્રોજેક્ટ માટે અધિકારીઓનાં આદાન-પ્રદાનનો કાર્યક્રમ
  6. બંને દેશોનાં રેલવે ઉદ્યોગનાં વિકાસ માટે પરામર્શ; અને
  7. બંને પક્ષો દ્વારા સંમત સાથ-સહકાર પ્રવૃત્તિઓનું કોઈ પણ સ્વરૂપ.

પૃષ્ઠભૂમિ:

રેલવે મંત્રાલયે રેલવે ક્ષેત્રમાં ટેકનિકલ સાથ-સહકાર સ્થાપિત કરવા માટે વિવિધ વિદેશી સરકારો અને રાષ્ટ્રીય રેલવે વિભાગો સાથે સમજૂતીકરારો (એમઓયુ) કર્યા છે. આ સાથસહકાર સ્થાપિત કરવા માટેનાં ઓળખ કરાયેલા ક્ષેત્રોમાં હાઈ સ્પીડ કોરિડોર, હાલનાં વિવિધ રૂટની ઝડપ વધારવી, વૈશ્વિક કક્ષાનાં સ્ટેશનો વિકસાવવા, હેવી હોલ કામગીરીઓ અને રેલ માળખાનું આધુનિકરણ વગેરે સામેલ છે. આ સાથસહકાર રેલવે ટેકનોલોજી અને કામગીરી, જાણકારીની વહેંચણી, ટેકનિકલ મુલાકાતો, પારસ્પરિક હિતનાં ક્ષેત્રોમાં તાલીમ અને સેમિનારો અને કાર્યશાળાઓનું આયોજન કરવું.

NP/J.Khunt/GP/RP