Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે અંગ પ્રત્યારોપણ સેવાઓના ક્ષેત્રમાં સહકાર પર ભારત અને સ્પેન વચ્ચે થયેલા એમઓયુને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં અંગ પ્રત્યારોપાણ સેવાઓના ક્ષેત્રમાં ભારતના સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ અને સ્પેનના સ્વાસ્થ્ય, સામાજિક સેવાઓ અને સમાનતા મંત્રાલયના રાષ્ટ્રીય પ્રત્યારોપાણ સંસ્થા વચ્ચે થયેલા સમજૂતીકરાર (એમઓયુ) પર થયેલા હસ્તાક્ષરને મંજૂરી આપી છે.

આ એમઓયુ અંગ અને પેશી ખરીદી અને પ્રત્યારોપાણના ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહકારની સુવિધા આપશે તથા બંને દેશો વચ્ચે સમજૂતી વધારશે. તેમાંથી પ્રાપ્ત જાણકારીથી અંગ નિષ્ફળતાના અંતિમ તબક્કાથી પીડાતા દર્દીઓને આપવામાં આવતી સેવાઓમાં સુધારો કરવામાં મદદ મળશે.

સ્પેન આગામી દ્વિપક્ષીય બેઠક દરમિયાન સમજૂતીકરાર પર હસ્તાક્ષર કરશે.

TR