પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે રોકાણકારોની બચતનું રક્ષણ કરવા મોટી નીતિગત પહેલ સ્વરૂપે સંસદમાં પ્રસ્તુત કરવા માટે નીચેનાં બિલોને મંજૂરી આપી છે.
(ક) સંસદમાં અનિયંત્રિત જમા યોજનાઓ પર પ્રતિબંધ સંબંધી બિલ, 2018 અને
(ખ) ચિટ ફંડ્સ (સંશોધન) બિલ, 2018
અનિયંત્રિત જમા યોજનાઓ પર પ્રતિબંધ સંબંધી બિલ, 2018
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં મંત્રીમંડળે સંસદમાં અનિયંત્રિત જમા યોજનાઓ પર પ્રતિબંધ મૂકવા માટેનું બિલ રજૂ કરવાની મંજૂરી આપી છે. આ બિલનો ઉદ્દેશ દેશમાં ગેરકાયદેસર રીતે જમા ઉઘરાવતી પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવાનો છે. આ પ્રકારની યોજનાઓ ચલાવતી કંપનીઓ/સંસ્થાઓ વર્તમાન નિયમનકારી છીંડાનો ઉપયોગ કરે છે અને કડક વહીવટી પગલાનાં અભાવે ગરીબો અને ભોળા લોકોની પરસેવાની કમાણી પચાવી પાડે છે.
વિગત:
અનિયંત્રિત જમા યોજનાઓ પર પ્રતિબંધ મૂકતું બિલ, 2018 દેશમાં ગેરકાયદેસર જમા યોજનાઓનાં દૂષણને ડામવા વિસ્તૃત કાયદો પ્રદાન કરશે, જે માટે
અસરકારક ખાસિયતો:
બિલની અસરકારક ખાસિયતો નીચે મુજબ છે:
પૃષ્ઠભૂમિ:
નાણાકીય વર્ષ 2016-17નાં બજેટનાં ભાષણમાં નાણાંમંત્રીએ તાજેતરમાં દેશનાં વિવિધ ભાગોમાં ગેરકાયદેસર રીતે ડિપોઝિટ લેતી યોજનાઓમાં લોકો સાથે છેતરપિંડી થવાની ઘટનાઓમાં વધારો થવાની સાથે આ પ્રકારનાં ગોટાળા અટકાવવા વિસ્તૃત કેન્દ્રીય કાયદો લાવવામાં આવશે એવી જાહેરાત કરી હતી. આ પ્રકારની યોજનાઓનો સૌથી વધુ ભોગ ગરીબો અને નાણાકીય જાણકારી ન ધરાવતા લોકો વધારે બને છે તથા આ પ્રકારની યોજનાઓની કામગીરી ઘણા સમયથી એકથી વધારે રાજ્યોમાં ચાલતી હતી. તેનાં પરિણામે નાણાં મંત્રીએ વર્ષ 2017-18નાં બજેટમાં જાહેરાત કરી હતી કે, ગેરકાયદેસર રીતે ચાલતી ડિપોઝિટ યોજનાઓનાં વિષચક્રને અટકાવવા ડ્રાફ્ટ બિલ જાહેર જનતા માટે મૂકવામાં આવ્યું હતું અને તેને અંતિમ સ્વરૂપ આપ્યાં પછી ટૂંક સમયમાં પ્રસ્તુત કરવામાં આવશે.
ચિટ ફંડ્સ (સંશોધન) બિલ, 2018
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે સંસદમાં ચિટ ફંડ્સ (સંશોધન) બિલ રજૂ કરવાની મંજૂરી આપી છે. ચિટ ફંડ્સ કાયદા, 1982માં નીચેનાં સુધારા-વધારા થયા પછી ચિટ ફંડ્સ ક્ષેત્રનો વ્યવસ્થિત વિકાસ કરવા અને ચિટ ફંડ્સ ઉદ્યોગનાં અવરોધો દૂર કરવા બિલ પ્રસ્તુત થયું છે, જે લોકોને અન્ય નાણાકીય ઉત્પાદનોને વધારે સુલભ બનાવશે.
NP/J.Khunt/GP/RP