પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકમાં નાણાકીય બાબતો પર રચવામાં આવેલી સ્થાયી સમિતિ (એસસીએફ)ની ભલામણનો ધ્યાનમાં રાખીને સરકારની કોઈ પણ સંસ્થા દ્વારા નિયમન ન થતું હોય એવી ડિપોઝિટ યોજનાઓ પર પ્રતિબંધ લગાવવા સાથે સંબંધિત ખરડા, 2018માં સત્તાવાર સંશોધન કરવાનાં પ્રસ્તાવને પોતાની મંજૂરી આપી દીધી છે. નિયંત્રણ ન થયું હોય એવી ફિક્સ્ડ ડિપોઝિટ યોજનાઓ પર પ્રતિબંધ લગાવવા સાથે સંબંધિત ખરડા, 2018ને 18 જુલાઈ, 2018નાં રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો અને એને એસસીએફને સુપરત કરવામાં આવ્યો હતો, જેણે આ ખરડા પર પોતાનો 17મો અહેવાલ 03 જાન્યુઆરી, 2019નાં રોજ સંસદમાં રજૂ કર્યો હતો. સત્તાવાર સંશોધનોથી આ ખરડો દેશમાં ગેરકાયદેસર રીતે ફિક્સ્ડ ડિપોઝિટ એકત્ર કરવાનાં જોખમને અસરકારક રીતે દૂર કરવા અને આ પ્રકારની યોજનાઓ મારફતે ગરીબો અને ભોળા લોકોની મહેનતની કમાણી પચાવી જતાં લોકોની કામગીરીને અટકાવવાની દ્રષ્ટિએ વધારે મજબૂત થઈ જશે.
મુખ્ય બાબતો:
પૃષ્ઠભૂમિ:
નાણામંત્રીએ બજેટ ભાષણ 20176-17માં જાહેરાત કરી હતી કે, ગેરકાયદેસર રીતે ચાલતી ફિક્સ્ડ ડિપોઝિટ યોજનાઓનાં જોખમનું નિવારણ કરવા માટે એક વ્યાપક કેન્દ્રીય કાયદો બનાવવામાં આવશે, કારણ કે તાજેતરમાં આ પ્રકારની યોજનાઓ મારફતે દેશનાં વિવિધ વિસ્તારોમાં અગણિત લોકોને મોટાં પાયે આર્થિક નુકસાન થવાનાં કિસ્સાઓ સામે આવ્યાં છે. આ પ્રકારની યોજનાઓનો સૌથી વધુ ભોગ ગરીબો અને નાણાકીય દ્રષ્ટિએ નિરક્ષર લોકો બન્યાં છે. એટલું જ નહીં આ પ્રકારની યોજનાઓની જાળ અનેક રાજ્યોમાં ફેલાયેલી છે. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી સૂચનાઓ મુજબ જુલાઈ, 2014 અને મે, 2018 વચ્ચેનાં સમયગાળા દરમિયાન બિનસત્તાવાર યોજનાઓનાં 978 કિસ્સાઓ પર વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની રાજ્ય સ્તરીય સમન્વય સમિતિ (એસએલસીસી)ની બેઠકોમાં વિચાર કરવામાં આવ્યો છે અને તેમને રાજ્યો સાથે સંબંધિત નિયમનકારો/કાયદાનો અમલ કરતી સંસ્થાઓને સુપરત કરવામાં આવ્યાં છે. ત્યારબાદ નાણાં મંત્રીએ બજેટ ભાષણ 2017-18માં એવી જાહેરાત કરી હતી કે, ગેરકાયદેસર રીતે ચાલતી ફિક્સ્ડ ડિપોઝિટ યોજનાઓનાં જોખમને લગામ લગાવવા માટે ખરડાનાં મુસદ્દાને જાહેર જનતા સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે અને એને અંતિમ સ્વરૂપ આપ્યાં પછી ઝડપથી સંસદમાં રજૂ કરવામાં આવશે.
નિયમન ન થતી હોય એવી ફિક્સ્ડ ડિપોઝિટ યોજનાઓ પર પ્રતિબંધ લગાવવા સાથે સંબંધિત ખરડા, 2018ને 18 જુલાઈ, 2018નાં રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં આ રીતે દેશભરમાં ગેરકાયદેસર રીતે જમા રકમ એકત્ર કરવાનાં જોખમનો સામનો કરવા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે – ક) નિયમન ન થતું હોય એવી ફિક્સ્ડ ડોપઝિટ યોજનાઓની કામગીરી પર સંપૂર્ણ પ્રતિબંધ – ખ) નિયમન ન થતું હોય એવી ફિક્સ્ડ ડિપોઝિટ યોજનાનાં પ્રચાર-પ્રસાર અથવા સંચાલન કરવા પર દંડ – ગ) ડિપોઝિટર્સને પુનઃચૂકવણીમાં ડિફોલ્ટ થવા પર આકરો દંડ – ઘ) ફિક્સ્ડ ડિપોઝિટ મેળવતી સંસ્થાઓ ડિફોલ્ટ થવાની સ્થિતિમાં ફિક્સ્ડ ડિપોઝિટની પુનઃચૂકવણી સુનશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા એક સક્ષમ સત્તામંડળને અધિકૃત કરવું – ડ) સક્ષમ સત્તામંડને અધિકારો સોંપવા, જેમાં ડોફિલ્ટ કરનાર સંસ્થાઓની અસ્કયામતો કબજે કરવાનો અધિકાર પણ સામેલ છે – ચ) ડિપોઝિટર્સને પુનઃચૂકવણી કરવા અને અધિનિયમ અંતર્ગત ગુનાહિત કાર્યવાહી કરવા માટે અદાલતોને અધિકૃત કરવી – છ) ખરડામાં ફિક્સ્ડ ડિપોઝિટ યોજનાઓની યાદી રજૂ કરવી, જેમાં એક એવી જોગવાઈ હશે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર આ યાદીનો નાની કે મોટી કરી શકશે.
RP