પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મંત્રીમંડળે આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સિઅલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી બિલ 2019ને પાછુ ખેંચવાની મંજૂરી આપી છે જે 12 ફેબ્રુઆરી 2019ના રોજ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને રાજ્યસભામાં તે પેન્ડિંગ હતું. લોકસભાના આગામી સત્રમાં આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સિઅલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી બિલ 2019ને રજૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
લાભો
વર્તમાન સમયમાં IFSCમાં બેંકિંગ, મૂડી બજારો અને ઇન્શ્યોરન્સ ક્ષેત્રોનું નિયમન બહુવિધ નિયામકો એટલે કે RBI, SEBI અને IRDAI દ્વારા કરવામાં આવે છે. IFSCમાં વ્યવસાયની ગતિશીલ પ્રકૃતિને ઉચ્ચ કક્ષાના આંતર-નિયમનકારી સંકલનની જરૂર છે. IFSCમાં હાલમાં નાણાકીય પ્રવૃત્તિઓ સંચાલિત કરવા માટેના નિયમનોમાં પણ સ્પષ્ટતા અને વારંવાર સુધારાની જરૂર છે.
IFSCમાં નાણાકીય સેવાઓ અને ઉત્પાદનોના વિકાસ માટે કેન્દ્રિત અને સમર્પિત નિયમનકારી હસ્તક્ષેપોની જરૂર પડશે. આથી નાણાકીય બજારના સહભાગીઓને વિશ્વકક્ષાનો નિયમનકારી માહોલ પૂરો પાડવા માટે ભારતમાં IFSC માટે એકીકૃત નાણાકીય નિયમનકાર રાખવાની જરૂર વર્તાઇ રહી છે.
વધુમાં, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના દૃશ્ટિકોણથી પણ આ આવશ્યક રહેશે. એકીકૃત સત્તામંડળ ભારતમાં IFSCના વૈશ્વિક શ્રેષ્ઠ કામગીરીઓને સુસંગત વિકાસ માટે વધુ જરૂરી ગતિ આપવાનું પણ કામ કરશે.
પૃષ્ઠભૂમિ
કેન્દ્રિય કેબિનેટે 6 ફેબ્રુઆરી, 2019 ના રોજ મળેલી બેઠકમાં સંસદમાં આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સિઅલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી બિલ 2019 રજૂ કરીને તમામ નાણાકીય સેવાઓના નિયમન માટે એકીકૃત ઓથોરિટીની સ્થાપનાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ત્યારબાદ, 12 ફેબ્રુઆરી, 2019 ના રોજ આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી બિલ, 2019 તત્કાલીન માનનીય કેન્દ્રિય રાજ્યકક્ષાના મંત્રી (નાણાં) દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
લોકસભા સચિવાલયે હવે જણાવ્યું છે કે બંધારણની કલમ 117(1) હેઠળનું આ ફાઇનાન્સ બિલ છે અને તે બંધારણની કલમ 117(1) અને 274(1) હેઠળ રાષ્ટ્રપતિની ભલામણ મુજબ લોકસભામાં રજૂ થવું જોઈએ.
RP/DS