Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે આંધ્રપ્રદેશમાં કેન્દ્રીય જનજાતિય વિશ્વવિદ્યાલયની સ્થાપના માટે કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ધારા, 2009માં સંશોધનને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આંધ્રપ્રદેશમાં કેન્દ્રીય જનજાતિય વિશ્વવિદ્યાલયની સ્થાપનાને મંજૂરી આપી દીધી છે. ‘આંધ્રપ્રદેશ કેન્દ્રીય જનજાતિય વિશ્વવિદ્યાલય’ની સ્થાપના વિજયનગરમ જિલ્લાનાં રેલ્લી ગામમાં થશે, જેનો ઉલ્લેખ આંધ્રપ્રદેશ પુનર્ગઠન કાયદા, 2014 (2014નો નંબર 6)ની 13મી યાદીમાં થયો છે. મંત્રીમંડળે કેન્દ્રીય જનજાતિય વિશ્વવિદ્યાલયની સ્થાપનાનાં પ્રથમ તબક્કા માટે રૂ. 420 કરોડની રકમ મંજૂર પણ કરી છે.

J.Khunt/RP