Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે આઈપીઆર પર ભારત અને કેનેડા વચ્ચે સમજૂતીકરારને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત અને કેનેડા વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)ને પોતાની પૂર્વવ્યાપી મંજૂરી આપી દીધી હતી. બૌદ્ધિક સંપદા (આઈપી)નાં ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગની કામગીરી સ્થાપિત કરવા માટે 23 ફેબ્રુઆરી, 2018નાં રોજ આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. આ એમઓયુનો ઉદ્દેશ બંને દેશોમાં નવીનતા, રચનાત્મકતા અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.

આ સમજૂતીકરાર એક વ્યાપક અને અનુકૂળ માળખાની સ્થાપના કરે છે, જેમાં બંને દેશ સર્વશ્રેષ્ઠ પ્રચલનોને આદાન-પ્રદાન કરી શકે છે અને આઈપીઆર પર જાગૃતિ વધારવા માટે તાલીમ કાર્યક્રમો અને ટેકનિકલ નિયમનો પર એકજૂથ થઈને કામ કરી શકે છે તથા બૌદ્ધિક સંપદા અધિકારો (આઈપીઆર)ની શ્રેષ્ઠ રીતે સુરક્ષા કરી શકે છે.

એમઓયુ અંતર્ગત પ્રાથમિકતા પહેલોમાં સામેલ છેઃ-

1. બંનેદેશોનાંનાગરિકો, વ્યવસાયો અને જાહેર સંસ્થાઓ વચ્ચે આઈપી જાગૃતિ વધારવા શ્રેષ્ઠ પ્રચલનો, અનુભો અને માહિતી અને જાણકારીનું આદાન-પ્રદાન.

2. વિશિષ્ટ આઈપી ક્ષેત્રો સાથે સંકળાયેલા માનવ સંસાધનોની સાથે પરસ્પર સંપર્ક સ્થાપિત કરવા નિષ્ણાતોનું આદાન-પ્રદાન.

3. સહભાગીઓ દ્વારા એકલ સ્વરૂપે કે સંયુક્ત સ્વરૂપે આયોજિત કાર્યક્રમો, તાલીમ અને સમારંભમાં ભાગીદારી મારફતે ઉદ્યોગ, યુનિવર્સિટી, સંશોધન અને વિકાસ સંસ્થાઓ તથા નાનાં અને મધ્યમ ઉદ્યોગો (એસએમઈ)ની સાથે આઈપી પર શ્રેષ્ઠ પ્રચલનો, અનુભવો તથા માહિતી અને જાણકારીનું આદાન-પ્રદાન અને પ્રસાર.

4. આઈપીમાં આધુનિકીકરણ યોજનાઓ, નવીન અને વર્તમાન મેનેજમેન્ટ અને ઇન્ફોર્મેશન સિસ્ટમ્સનાં ઓટોમેશન અને અમલીકરણનાં વિકાસમાં સહયોગ અને આઈપી મેનેજમેન્ટ માટે પ્રક્રિયાઓ.

5. કઈ રીતે પરંપરાગત જ્ઞાનની સુરક્ષા કરવામાં આવે અને પરંપરાગત જ્ઞાન સંબંધિત ડેટા આધારો તથા વર્તમાન આઈપી વ્યવસ્થાઓ વિશે જાગૃતિ વધારવા સહિત શ્રેષ્ઠ પ્રચલિત નિયમનોમાં સહયોગ.

6. સ્થાનિક આઈપી અને વ્યાવસાયિક સમુદાયો માટે આઈપી સંબંધિત તાલીમમાં સહયોગ અને

7. એવા અન્ય કોઈ સાથસહકારની કામગીરી, જેનાં પર આ એમઓયુનાં કાર્યક્ષેત્રની અંદર પારસ્પરિક રીતે નિર્ણય લેવામાં આવ્યો હોય.

RP