Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે આફ્રિકામાં વિકાસ સંબંધિત સહયોગ પર ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે એમઓયુને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આફ્રિકામાં વિકાસ સાથે સંબંધિત સાથસહકાર પર ભારત અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી દીધી છે. આ એમઓયુમાંબંને દેશો વચ્ચે સહયોગની રૂપરેખા નક્કી કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેથી આફ્રિકામાં વિકાસની ભાગીદારીની યોજનાઓ અને કાર્યક્રમોનો અમલ થઈ શકશે.

લાભઃ

આ પ્રસ્તાવથી ભારત અને આફ્રિકાનાં દેશો વચ્ચે રાજકીય અને આર્થિક સંબંધોને મજબૂત કરવામાં મદદ મળશે અને એની સાથે જ વ્યાપક હિતો પૂર્ણ થશે.

J.Khunt/RP