પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે નેઆઝ કેન્દ્ર પ્રાયોજિત આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા અભિયાન (એબી-એનએચપીએમ) શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. તેમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં આયુષ્માન મિશન અંતર્ગત કેન્દ્રીય ક્ષેત્રનાં ઘટકો સામેલ છે. આ યોજનામાં દર વર્ષે કુટુંબદીઠ પાંચ લાખ રૂપિયાનાં લાભનું કવચ આપવામાં આવ્યું છે. પ્રસ્તાવિત યોજનાનાં લક્ષિત લાભાર્થી 10 કરોડથી વધારે પરિવારો હશે. આ પરિવાર એસપીસીસી ડેટા બેઝ પર આધારિત ગરીબ અને નબળા વર્ગનાં હશે. એબી-એનએચપીએમમાં અત્યારે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ પ્રાયોજિત – રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (આસએસબીવાય) તથા વરિષ્ઠ નાગરિક સ્વાસ્થ્ય વીમા યોજના (એસચીએચઆઈએસ) સામેલ હશે.
મુખ્ય વિશેષતાઓ :
આ કવચમાં તમામ દ્વિતીયક અને તૃતિયક સ્વાસ્થ્ય સુવિધાઓની પ્રક્રિયાઓ સામેલ છે. આ સુનિશ્ચિત કરવા માટે કોઈ વ્યક્તિ (મહિલાઓ, બાળકો અને વયોવૃદ્ધ લોકો) બાકાત ન રહી જાય એ માટે યોજનામાં પરિવારના સભ્યોની સંખ્યા અને ઉંમરને લઈને કોઈ પણ પ્રકારની મર્યાદા નક્કી કરવામાં આવી નથી. લાભ કવચમા હોસ્પિટલમાં ભરતી થયા અગાઉ અને ભરતી થયા પછીનાં ખર્ચને સામેલ કરવામાં આવશે. વીમા પોલિસીનાં પ્રથમ દિવસથી તમામ શરતોને આવરી લેવામાં આવશે. લાભાર્થીને દરેક વખતે હોસ્પિટલમાં દાખલ થવા પર પરિવહન ભથ્થાની ચુકવણી પણ કરવામાં આવશે.
અમલીકરણની પ્રકિયા
રાષ્ટ્રીય સ્તરે વ્યવસ્થાપન માટે આયુષ્માન ભારત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન એજન્સી (એબી-એનએચપીએમએ) સ્થાપિત કરવામાં આવશે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને સમર્પિત રાજ્ય સ્વાસ્થ્ય એજન્સી (એસએચએ) દ્વારા યોજના લાગુ કરવાની સલાહ આપવામાં આવશે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો વર્તમાન ટ્રસ્ટ/સોસાયટી/બિનનફાકારક કંપની/રાજ્ય નોડલ એજન્સીનો ઉપયોગ કરી શકશે અથવા નવા ટ્રસ્ટ/સોસાયટી/બિનનફાકારક કંપની/રાજ્ય નોડલ એજન્સી બનાવી શકશે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો યોજનાને વીમા કંપની મારફતે કે પ્રત્યક્ષ રીતે ટ્રસ્ટ/સોસાયટીનાં માધ્યમથી અથવા એકીકૃત મોડલનો ઉપયોગ કરીને યોજના લાગુ કરવા વિશે નિર્ણય લઈ શકે છે.
મુખ્ય અસર :
છેલ્લાં 10 વર્ષ દરમિયાન ભારતમાં દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાનો ખર્ચ લગભગ 300 ટકા વધ્યો છે. (સ્રોતઃ એનએસએસઓ 2015). તેમાંથી મોટા ભાગનાં દર્દીઓ 80 ટકાથી વધારે ખર્ચ પોતાનાં ખિસ્સા (ઓઓપી)માંથી પૂરો કરે છે. ગ્રામીણ કુટુંબ મુખ્યત્વે પારિવારિક આવક/બચત (68 ટકા) અને ઉધારી (25 ટકા) પર નિર્ભર છે. શહેરી કુટુંબ હોસ્પિટલનાં ખર્ચા માટે પોતાની આવક/બચત (75 ટકા) અને ઉધારી (18 ટકા) પર નિર્ભર છે (સ્રોતઃ એનએસએસઓ 2015). ભારતમાં પોતાનાં ખિસ્સામાંથી 60 ટકાથી વધારે ખર્ચ થાય છે. પરિણામ સ્વરૂપે સ્વાસ્થ્ય ખર્ચાઓમાં વધારાનાં કારણે 6 મિલિયન કુટુંબ ગરીબી રેખા નીચે આવી જાય છે. નીચેનાં આધારે એબી-એનએચપીએમની અસર ખિસ્સા ખર્ચમાં ઘટાડો કરશે.
તેનાથી ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય અને ચિકિત્સા સુવિધાની પહોંચ વધશે. નાણાકીય સ્રોતોની ઊણપને કારણે વસતિને પૂર્ણ કરવામાં ન આવેલી જરૂરિયાતો પૂરી થશે. તેનાથી સમયસર સારવાર મળશે, સ્વાસ્થ્ય પરિણામોમાં સુધારો થશે, દર્દીને સંતોષ મળશે, ઉત્પાદકતા અને સક્ષમતામાં સુધારો થશે, રોજગારીનું સર્જન થશે અને પરિણામ સ્વરૂપે જીવનની ગુણવત્તા સુધરશે.
સામેલ ખર્ચ :
પ્રીમિયમની ચુકવણીમાં થનારો ખર્ચ નાણાં મંત્રાલયનાં સૂચનો અનુસાર, સૂચિત પ્રમાણમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વહેંચવામાં આવશે. આ રાજ્યોમાં જ્યાં વીમાકંપનીઓનાં માધ્યમથી એબી-એનએચપીએમ લાગુ કરવામાં આવશે, ત્યાં કુલ ખર્ચ વાસ્તવિક બજાર નિર્ધારિત પ્રીમિયમની ચુકવણી પર નિર્ભર રહેશે. જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ટ્રસ્ટ/સોસાયટીનાં માધ્યમથી યોજના લાગુ કરવામાં આવશે, એ રાજ્યોમાં વાસ્તવિક ખર્ચ કે પ્રીમિયમની મર્યાદા (જે ઓછી હોય) અગાઉથી નિર્ધારિત પ્રમાણમાં કેન્દ્રીય ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
લાભાર્થીઓની સંખ્યા :
એબી-એનએચપીએમ 10.7 કરોડ ગરીબ, વંચિત ગ્રામીણ પરિવારો તથા ગ્રામીણ અને શહેરી એમ બંને વિસ્તારોને આવરી લેવા સામાજિક, આર્થિક જાતિ જનગણના (એસઈસીસી)નાં નવા આંકડાને આધારે શહેરી શ્રમિકોની ચિહ્નિત વ્યાવસાયિક શ્રેણીને લક્ષ્યાંક બનાવશે. આ યોજના ગતિશીલ અને મહત્ત્વાકાંક્ષી સ્વરૂપે બનાવવામાં આવી છે અને યોજના એસઈસીસીનાં આંકડામાં બાકાત/સમાવિષ્ટ/વંચિત/વ્યાવસાયિક માપદંડનાં ફેરફારોને ધ્યાનમાં લેશે.
આવરી લેવાયેલા રાજ્યો/જિલ્લાઓ
એબી-એનએચપીએમ તમામ લક્ષિત લાભાર્થીઓને આવરી લેવાનાં ઉદ્દેશ સાથે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં શરૂ કરવામાં આવશે.
પૃષ્ઠભૂમિ :
શ્રમ અને રોજગાર મંત્રાલયે વર્ષ 2008માં આરએસબીવાય શરૂ કરી હતી. તેમાં ગરીબી રેખા નીચે જીવતાં પાંચ સભ્યો ધરાવતાં કુટુંબો અને અસંગઠિત શ્રમિકોની 11 અન્ય પરિભાષિત શ્રેણીઓ પર દર વર્ષે 30,000 રૂપિયાનાં લાભનાં કવરેજની સાથે કેશલેસ સ્વાસ્થ્ય વીમાની જોગવાઈ છે. આરએસબીવાયને સ્વાસ્થ્ય વ્યવસ્થા સાથે એકીકૃત કરવા તથા તેને ભારત સરકારની વ્યાપક સ્વાસ્થ્ય સુવિધાનાં દ્રષ્ટિકોણનો હિસ્સો બનાવવા માટે આરએસબીવાયને 01-04-2015થી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને હસ્તાંતરિત કરવામાં આવ્યો છે. વર્ષ 2016-17 દરમિયાન 3.63 કરોડ કુટુંબ દેશનાં 278 જિલ્લાઓમાં આરએસબીવાય અંતર્ગત આવરી લેવાયેલા અને આ પરિવાર 8,697 પેનલમાં સામેલ હોસ્પિટલોમાં સારવારની સુવિધાનો લાભ ઉઠાવી શકશે. એનએચપીએસ આ હકીકતને ધ્યાનમાં રાખીને લાવામાં આવી છે કે વિવિધ કેન્દ્રીય મંત્રાલય તથા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોએ પોતાનાં લાભાર્થીઓ માટે સ્વાસ્થ્ય વીમા/સુરક્ષા યોજનાઓ લાગુ કરી છે. આ યોજનાઓ વચ્ચે સમન્વય કરવાની મહત્ત્વપૂર્ણ જરૂરિયાત છે, જેથી સુધારો થયેલી સક્ષમતા, પહોંચ તથા વ્યાપક લક્ષ્યાંક પ્રાપ્ત થઈ શકે.
RP
Working steadfastly towards quality and affordable healthcare for the poor, neo-middle class and middle class. https://t.co/832yEM4hyH
— Narendra Modi (@narendramodi) March 21, 2018
via NMApp