પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે આરોગ્ય અને ઔષધના ક્ષેત્રમાં ભારત અને બ્રાઝિલ વચ્ચેનાં સમજૂતી કરારો (એમઓયુ)ને પૂર્વવર્તી મંજૂરી આપી હતી. આ સમજૂતી કરારો પર નવેમ્બર, 2019 દરમિયાન હસ્તાક્ષર થાય તેવી અપેક્ષા છે.
લાભ:
ભારત અને બ્રાઝિલ વચ્ચેના આ દ્વિપક્ષીય સમજૂતી કરારો સંયુક્ત સાહસો, આરોગ્ય ક્ષેત્રમાં ટેકનોલોજી વિકાસ અને આરોગ્ય ક્ષેત્રમાં સંશોધનના વિકાસના માધ્યમથી બંને દેશો વચ્ચેના સહયોગને પ્રોત્સાહન આપશે. તે બંને દેશોના નાગરિકોના જાહેર આરોગ્યને સુધારવામાં પણ સહાયભૂત બનશે. તે ભારત અને બ્રાઝિલ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવશે.
DS/RP