પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આરોગ્ય અને ચિકિત્સાના ક્ષેત્રમાં ભારત અને સેનેગલ વચ્ચે થયેલા સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપવામાં આવી હતી.
બંને પક્ષો વચ્ચે સહકારના મુખ્ય ક્ષેત્રોમાં નીચેની બાબતો સામેલ હશે:
i. રોગનું સંપૂર્ણ નિરીક્ષણ
ii. તબીબી સંશોધન
iii. કટોકટીમાં રાહત
iv. હોસ્પિટલનું વ્યવસ્થાપન
v. દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદનો/હોસ્પિટલના ઉપકરણો
vi. પરંપરાગત દવાઓ
vii. એઇડ્સનું નિયંત્રણ
viii. પારસ્પરિક હિતના અન્ય કોઈ પણ ક્ષેત્રો
આ સહકારની વિગતો પર વધારે વિચાર કરવા અને આ સમજૂતી કરારના અમલીકરણ પર નજર રાખવા કાર્યકારી જૂથ સ્થાપિત કરવામાં આવશે.
AP/JKhunt/TR/GP