પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્ડિયન કમ્યુનિટી વેલ્ફેર ફંડ (આઇસીડબલ્યુએફ – ભારતીય સમુદાય કલ્યાણ ભંડોળ)ની માર્ગદર્શિકામાં સુધારાને મંજૂરી આપી છે.
વર્ષ 2009માં સ્થાપિત આઇસીડબલ્યુએફનો ઉદ્દેશ વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોને નાણાકીય સહાય માટે સૌથી વધુ લાયકાત ધરાવતા કેસોમાં તનાવ અને કટોકટીના સમયમાં સહાય કરવાનો છે. સંશોધિત માર્ગદર્શિકા કલ્યાણકારક પગલાનો અવકાશ વધારવા વિસ્તૃત આધારે તૈયાર કરવામાં આવી છે. આ પગલાં ફંડ મારફતે લઈ શકાશે. આ માર્ગદર્શિકા મુખ્યત્વે ત્રણ પ્રકારની કામગીરીને આવરી લે છેઃ તનાવની સ્થિતિમાં વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોને મદદ કરવી, સામુદાયિક કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને કોન્સ્યુલર સેવાઓમાં સુધારો કરવો. તેમની પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, તેઓ વિદેશમાં રહેતા ભારતીય નાગરિકો સહાયની વિનંતી કરે ત્યારે સરળતાપૂર્વક અને અસરકારક રીતે વિદેશમાં ભારતીય મિશન અને પોસ્ટ દ્વારા સહાય પ્રદાન કરવામાં આવે.
વિદેશમાં મુશ્કેલીમાં મુકાયેલા ભારતીય નાગરિકોને સહાય કરવા ઉપરાંત આઇસીડબલ્યુએફએ લિબિયા, ઇરાક, યેમેન, દક્ષિણ સુદાનમાં સંઘર્ષ ચાલતા હોય તેવા વિસ્તારોમાં ભારતીય નાગરિકોને કટોકટીમાં સ્થળાંતર કરવામાં મહત્વપૂર્ણ સાથસહકાર આપ્યો છે તથા દક્ષિણ અરેબિયામાં દસ્તાવેજીકરણ ન ધરાવતા ભારતીય કામદારોને પડકારજનક સ્થિતિમાં સહાય કરી છે. ઉપરાંત વર્ષ 2013માં નિટાકેટ અભિયાન અને વર્ષ 2017માં એમ્નેસ્ટી અભિયાનમાં પણ ભારતીય નાગરિકોને સહાય કરી છે.
ફંડ મારફતે આ સ્થળાંતર અને સહાયના માપ અને ઝડપની સમગ્ર દુનિયામાં પ્રશંસા થઈ છે. તેનાથી વિદેશમાં સ્થળાંતર થયેલા કામદારો વચ્ચે કટોકટીના સમયમાં ભારત પાસેથી જે સહકારની અપેક્ષા હોઈ શકે તેને લઈને વિશ્વાસ પણ ઊભો થયો છે.
આઇસીડબલ્યુએફ વિદેશમાં તમામ અભિયાનો અને પોસ્ટને સહાય કરે છે. તેને ભંડોળ મુખ્યત્વે વિદેશમાં સ્થિત ભારતીય મિશન અને પોસ્ટ દ્વારા આપવામાં આવતી વિવિધ કોન્સ્યુલર સેવાઓ પર લગાવવામાં આવતા સર્વિસ ચાર્જ દ્વારા મળે છે.
TR