પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં ભારત અને વિવિધ દેશો વચ્ચે થયેલા સમજૂતીકરારો (એમઓયુ)ને મંજૂરી આપી હતી, જે ભારત અનેઃ
(1) ઇન્ડોનેશિયા વચ્ચે યુવાનો અને રમતગમતની બાબતોમાં સહકાર સ્થાપિત કરવા થઈ છે, અને
(2) કિર્ગીઝ પ્રજાસત્તાક વચ્ચે યુવા પેઢીના વિકાસના ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા થઈ છે.
આ એમઓયુ ઇન્ડોનેશિયા અને કિર્ગીઝ પ્રજાસત્તાક સાથે યુવા પેઢી સાથે સંબંધિત આદાનપ્રદાન કાર્યક્રમોનું આયોજન તથા યુવા પેઢી અને રમતગમત સાથે સંબંધિત અન્ય બાબતોમાં સહકાર સ્થાપિત કરવાની બાબત પ્રશસ્ત કરે છે.
આંતરરાષ્ટ્રીય યુવા આદાનપ્રદાન કાર્યક્રમો યુવા પેઢી વચ્ચે વિચારો, મૂલ્યો અને સંસ્કૃતિના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપે છે તથા યુવા પેઢી વચ્ચે આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યને વિકસાવવામાં મદદ કરે છે. ઉપરાંત આ કાર્યક્રમો બંને દેશો વચ્ચે શાંતિ અને સમજણને પ્રોત્સાહન આપે છે તથા મૈત્રીપૂર્ણ સંબંધોને મજબૂત કરે છે. યુવા પેઢી સાથે સંબંધિત બાબતો અને રમતગમત સાથે સંબંધિત બાબતોમાં સહકારથી યુવા પેઢીના વિકાસમાં મદદ પણ મળે છે અને ભાગીદાર દેશોમાં રમતગમતને પ્રોત્સાહન મળે છે.
યુવા પેઢી અને રમતગમતના ક્ષેત્રમાં દ્વિપક્ષીય આદાનપ્રદાન કાર્યક્રમોમાંથી પ્રાપ્ત લાભો તમામ યુવાનોને તેમની જ્ઞાતિ, ધર્મ અને જાતિને ધ્યાનમાં લીધા વિના સમાન રીતે ઉપલબ્ધ થશે.
યુવા પેઢીના આદાનપ્રદાન અને અન્ય કાર્યક્રમોમાં સહભાગીદારી માટે યુવાનોની પસંદગી હેતુલક્ષી અને પારદર્શક રીતે થશે તથા એમઓયુ હેઠળના કાર્યક્રમોના પરિણામો જાહેર જનતાની ચકાસણી માટે ઉપલબ્ધ થશે.
યુવા પેઢીના આદાનપ્રદાન અને અન્ય કાર્યક્રમો યુવા પેઢી વચ્ચે આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય વિકસાવવા તથા તેમની જાણકારી અને કુશળતા વધારવા માટે મદદરૂપ થશે.
TR