Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઇટી) ક્ષેત્રમાં ભારત અને વિયેતનામ વચ્ચે થયેલા એમઓયુને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આઇટી ક્ષેત્રમાં સહકાર પર ભારત અને વિયેતનામ વચ્ચે અગાઉ થયેલા એમઓયુ (સમજૂતીકરાર)ને મંજૂરી આપી હતી.

આ એમઓયુનો ઉદ્દેશ બંને દેશના કાયદા અને નિયમોને અનુરૂપ આઇટી ક્ષેત્રમાં સમાનતા અને પારસ્પરિક રસના આધારે લાંબા ગાળાનો અને સ્થાયી સહકાર વિકસાવવાનો છે. એમઓયુના અમલીકરણના પરિણામે આઇટી અને માનવસંસાધન વિકાસના ક્ષેત્રમાં સંસ્થાગત અને ક્ષમતા-નિર્માણ મારફતે આઇટી ક્ષેત્રમાં બંને દેશને ફાયદો થશે.

આ એમઓયુ પાંચ વર્ષ માટે લાગુ રહેશે અને ભારત અને વિયેતનામ વચ્ચે પારસ્પરિક લેખિત મંજૂરી દ્વારા રિન્યૂએબલ બનશે. તેનો અમલ બંને દેશના પ્રતિનિધિઓ સાથે આઇટી પર સંયુક્ત કાર્યકારી જૂથ સ્થાપિત કરીને થશે.

TR