Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા અને સાઉથ આફિકા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સની વચ્ચે પરસ્પર માન્યતા સમજૂતીને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા અને સાઉથ આફિકા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ (એસએઆઈસીએ)ની વચ્ચે પરસ્પર માન્યતાને મંજૂરી આપી છે.

વિગતો :

લેખા જ્ઞાનના ઉન્નયનન, વ્યાવસાયિક તેમજ બૌદ્ધિક વિકાસ, તેમના સંબંધિત સદસ્યોના હિતોમાં વૃદ્ધિ તેમજ ભારત અને દક્ષિણ આફ્રિકામાં લેખાંકન વ્યવસાયના વિકાસમાં સકારાત્મક યોગદાન માટે પરસ્પર સહયોગના માળખાની સ્થાપના માટે આઈસીએઆઈ અને એસએઆઈસીએની વચ્ચે પરસ્પર માન્યતા સમજૂતી (એમઆરએ)ના સંદર્ભમાં મંત્રિમંડળે મંજૂરી આપી દીધી છે.

આ સમજૂતી

  1. ભારતીય લેખાંકન વ્યવસાયિકોને વર્તમાન આઈસીએઆઈ યોગ્યતાની સાથે સ્થાનિક લેખાંકન યોગ્યતામાં માન્યતા પૂરી પાડશે, જેનાથી દક્ષિણ આફ્રિકી બજારોમાં તેમના માટે વ્યવસાયિક તકો વધશે.
  2. આ બંને વ્યવસાયિક સંસ્થાનોની વચ્ચે કાર્યકારી સંબંધોને મજબૂત કરશે.
  • બંને દેશોની વચ્ચે લેખા વ્યવસાયિકોના આવાગમનમાં વધારો થશે, જેનાથી બંને દેશોના લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગોને એક નવી દિશા મળશે.

લાભ :

વ્યૂહાત્મક રીતે એસએઆઈસીએની સાથે નજીકના સંબંધોને ચાલુ રાખવા આઈસીએઆઈ માટે ઘણું મહત્વપૂર્ણ છે, કેમ કે આનાથી સંસ્થાનોને આફ્રીકી ક્ષેત્રમાં આઈસીએઆઈ બ્રાન્ડને મજબૂતી આપવા અને સભ્યોની સંખ્યા વધારવામાં મદદ મળશે. ગત કેટલાક વર્ષો દરમિયાન વિકસિત થયેલા સંબંધોની પ્રકૃતિ વ્યૂહાત્મક તેમજ પરસ્પર હિતો સાધવાનો છે. એમઆરએ ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે આ ક્ષેત્રોમાં  શ્રેષ્ઠ રોજગારની સંભાવનાઓ પ્રાપ્ત કરાવી શકે છે અને સાથે જ ત્યાંથી ભારત માટે વધારે ધન પ્રાપ્ત કરવાની તક પૂરી પાડશે.

પૃષ્ઠભૂમિ :

આઈસીએઆઈ ભારતીય સંસદ દ્વારા પસાર થયેલ કાયદો ‘ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ 1949’ અંતર્ગત સ્થાપિત એક વૈધાનિક સંસ્થા છે. આની સ્થાપના ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના વ્યવસાયિકોને વિનિયમિત કરવા માટે કરાઈ છે. એસએઆઈસીએ દક્ષિણ આફ્રિકાની અગ્રણી લેખા સંસ્થા છે અને તે વિશ્વની અગ્રણી સંસ્થાઓમાંની એક છે.

 

NP/J.Khunt/GP/RP