Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટે પ્રવેશ પરીક્ષાઓ યોજવા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ની રચનાને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે ભારતીય સોસાયટી નોંધણી ધારા, 1860 હેઠળ રજિસ્ટર્ડ સોસાયટી તરીકે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ની રચના કરવાની મંજૂરી આપી છે. આ એજન્સી સ્વાયત્ત અને સ્વનિર્ભર પ્રીમિયમ ટેસ્ટિંગ સંસ્થા હશે, જે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટે પ્રવેશ પરીક્ષાઓ યોજશે.

ખાસિયતો:

• એનટીએશરૂઆતમાંએવીપ્રવેશપરીક્ષાઓયોજશે, જે અત્યારે સીબીએસઈ યોજેછે.

• સંપૂર્ણપણે સજ્જ થઈ જાય પછી અન્ય પરીક્ષાઓ પણ તબક્કાવાર રીતેએનટીએદ્વારા હાથ ધરવામાં આવશે.

• પ્રવેશ પરીક્ષાઓ વર્ષમાં બે વખત ઓનલાઇન યોજવામાં આવશે, જેથી ઉમેદવારોને શ્રેષ્ઠ રીતે પરીક્ષા આપવાની તક મળશે.

• ગ્રામીણ વિદ્યાર્થીઓની જરૂરિયાતો પૂર્ણ કરવા તે પેટા-જિલ્લા/જિલ્લા સ્તરે કેન્દ્રો નક્કી કરાશે અને જ્યાં સુધી શક્ય હશે, ત્યાં સુધી વિદ્યાર્થીઓને પ્રાયોગિક તાલીમ આપશે.

બંધારણ:

• એનટીએનીઅધ્યક્ષતાએમએચઆરડી દ્વારાનિયુક્ત પ્રસિદ્ધ શિક્ષાવિદકરશે.

• સીઇઓ ડિરેક્ટર જનરલ રહેશે, જેની નિમણૂક સરકાર કરશે.

• ઉપયોગકર્તા સંસ્થાઓનાંસભ્યોનું બોર્ડ ઑફ ગવર્નર્સ બનાવવામાં આવશે.

• મહાનિદેશકને શિક્ષણવિદો/નિષ્ણાતોની અધ્યક્ષતામાં 9 વર્ટિકલ્સ સહાય કરશે.

નાણાકીય બાબત:

એનટીએને ભારત સરકાર રૂ. 25 કરોડની વન-ટાઇમ ગ્રાન્ટ આપશે, જેથી તે પ્રથમ વર્ષમાં કામગીરી શરૂ કરશે. પછી તે નાણાકીય રીતે સ્વનિર્ભર સંસ્થા હશે.

અસર:

એનટીએની રચનાથી વિવિધ પ્રવેશ પરીક્ષાઓ આપનાર આશરે 40 લાખ વિદ્યાર્થીઓને લાભ થશે. તે સીબીએસઇ, એઆઇસીટીઇ અને અન્ય સંસ્થાઓને આ પ્રવેશ પરીક્ષાઓ યોજવાની જવાબદારીમાંથી મુક્ત કરશે તથા વિદ્યાર્થીઓનાં અભિગમ, બૌદ્ધિકતા અને સમસ્યાઓનું સમાધાન કરવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવા અતિ વિશ્વસનિય પદ્ધતિ પુરવાર થશે.

પૃષ્ઠભૂમિ:

અતિ આધુનિક દેશોની જેમ ભારતમાં વિશેષ સંસ્થાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નાણાં મંત્રીએ વર્ષ 2017-18નાં બજેટનાં ભાષણમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) રચવાની જાહેરાત કરી હતી, જે સ્વાયત્ત અને સ્વનિર્ભર પ્રીમિયર ટેસ્ટિંગ સંસ્થા હશે, જેનો ઉદ્દેશ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટે તમામ પ્રવેશ પરીક્ષાઓ હાથ ધરવાનો હશે.

J.Khunt/RP