પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે કમ્બોડિયા, લાઓસ, મ્યાન્માર અને વિયેતનામમાં ભારતની આર્થિક હાજરી વધારવા માટે રૂ. 500 કરોડના ભંડોળ સાથે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ ફંડ (પીડીએફ) ઊભું કરવાની મંજૂરી આપી છે.
પીડીએફ વાણિજ્ય વિભાગમાં ઊભું થશે અને એક્ઝિમ બેંક મારફતે તેનું સંચાલન થશે. પીડીએફનું સંચાલન વાણિજ્ય સચિવની અધ્યક્ષતા હેઠળ આંતર મંત્રીમંડળીય સમિતિ દ્વારા થશે.
પૃષ્ઠભૂમિ:
સીએલએમવી દેશો કમ્બોડિયા, લાઓસ, મ્યાન્માર અને વિયેતનામ પ્રાદેશિક મૂલ્ય ચેઇનમાં વિશિષ્ટ સ્થિતિ ધરાવે છે તથા ચીન/યુરોપિયન યુનિયન અને અન્ય બજારોમાં વિવિધ વેપારી સમજૂતીઓના કારણે પ્રવેશદ્વાર ઓફર કરે છે. પ્રદેશમાં ભારતના સ્થાનનો મુખ્ય ફાયદો લાંબા ગાળાના આધારે મૂલ્ય ચેઇનને સુરક્ષિત કરવાનો છે, જે ભારતીય ઉદ્યોગ માટે કાચા માલ અને ઇનપુટના સ્ત્રોત ઉપરાંત ભારતીય કાચા માલ અને વચગાળાની ચીજવસ્તુઓ માટે પ્રતિબદ્ધ બજાર છે. જ્યારે સીએલએમવી પ્રદેશમાં પુષ્કળ તકો રહેલી છે, ત્યારે મર્યાદિત માહિતી, માળખાગત સુવિધા અને અન્ય આકસ્મિક જોખમોને કારણે ભારતીય ઉદ્યોગસાહસિકોના પ્રયાસો મર્યાદિત છે. પીડીએફથી ભારતીય સમુદાયને વ્યાવસાયિક વિસ્તરણનો લાભ થશે અને વૈશ્વિક ઉત્પાદન નેટવર્ક સાથે સંકલન સ્થાપિત થવાની સાથે સપ્લાય ચેઇનમાં અસરકારક ખર્ચ જળવાઈ રહેશે.
AP/TR/GP