Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોમાં સહકાર પર ભારત અને પોલેન્ડ વચ્ચે થયેલી સમજૂતીને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારત અને પોલેન્ડ વચ્ચે કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોમાં સહકાર પર થયેલી સમજૂતીને મંજૂરી અપાઈ હતી.

આ સમજૂતી કૃષિ અને આનુષંગિક ક્ષેત્રમાં વિવિધ પ્રવૃત્તિઓને આવરી લે છે, જેમાં કૃષિમાં વર્તમાન સ્થિતિ પર માહિતી, પાકની ફોટોસેનિટરી સ્થિતિઓ, નુકસાનકારક જીવોનું જોખમ અને ચેપી પશુઓના રોગોના જોખમનું આદાનપ્રદાન સામેલ છે. તેમાં કૃષિ અને એગ્રિ-ફૂડ પ્રોસેસિંગ સાથે સંબંધિત મેળા, પ્રદર્શકો, સેમિનાર્સ અને કોન્ફરન્સમાં સહભાગીતાને પણ આવરી લેવાયા છે, કરારબદ્ધ પક્ષોના રાજ્યો વચ્ચે એગ્રિફૂડ ટ્રેડ કે સપોર્ટ સહિત સંયુક્ત આર્થિક પ્રવૃત્તિઓ હાથ ધરવાનું અને વિકસાવવાની કામગીરી સામેલ છે.

સમજૂતી સંયુક્ત કાર્યકારી જૂથ (જેડબલ્યુજી)નું બંધારણ પૂરું પાડે છે, જેમાં બંને દેશોના પ્રતિનિધિઓ સામેલ છે. જેડબલ્યુજી સહકાર માટે અને સમજૂતીના અમલીકરણ દરમિયાન ઊભી થતી સમસ્યાઓનું સમાધાન પૂરું પાડશે.