Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે કૃષિ નિકાસ નીતિ, 2018ને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે કૃષિ નિકાસ નીતિ, 2018ને મંજૂરી આપી દીધી છે. મંત્રીમંડળે કેન્દ્ર સ્તરે નિયંત્રણં રૂપરેખની સ્થાપના કરવાની દરખાસ્તને પણ મંજૂરી આપી હતી જેમાં કોમર્સ એ નોડલ વિભાગ રહેશે કે જે કૃષિ નિકાસ નીતિના અમલીકરણની દેખરેખ રાખવા માટે વિવિધ લાઈનના મંત્રાલયો/વિભાગોના પ્રતીનિધિઓ તથા સંલગ્ન રાજ્યોના પ્રતિનિધિઓનો સમાવેશ કરશે.

સરકાર 2022 સુધીમાં ખેડૂતોની આવકને બમણી કરવા માટેની એક નીતિ લઈને આવી છે. આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે કૃષિ પેદાશોની નિકાસ એ ખુબ મહત્વનો ભાગ ભજવશે. કૃષિ પેદાશોની નિકાસને પ્રોત્સાહન પૂરું પાડવા માટે સરકાર એક સંકલિતકૃષિ નિકાસ નીતિલઈને આવી છે જેનો ઉદ્દેશ્ય કૃષિ નિકાસને બમણી કરવાનો અને ભારતીય ખેડૂતો તથા કૃષિ પેદાશોને વૈશ્વિક મુલ્ય શ્રુંખલા સાથે જોડવાનો છે. કૃષિ નિકાસ નીતિમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે.

કૃષિ ક્ષેત્રમાં ભારતને વૈશ્વિક સત્તા બનાવવા અને ખેડૂતોની આવક વધારવા માટે સંતુલિત નીતિગત સાધનોના માધ્યમથી ભારતીય કૃષિની નિકાસ ક્ષમતાને વધારવી.”

ઉદ્દેશ્યો:

કૃષિ નિકાસ નીતિના ઉદ્દેશ્યો નીચે મુજબ છે:

  • વર્ષ 2022 સુધીમાં કૃષિ નિકાસને વર્તમાન 30થી વધુ બિલીયન અમેરિકી ડોલરથી વધારીને 60થી બિલીયન અમેરિકી ડોલર સુધી વધારવી અને ત્યાર બાદ સંતુલિત નીતિગત પરિપ્રેક્ષ્ય સાથે આગામી કેટલાક વર્ષોમાં 100 બિલીયન અમેરિકી ડોલર સુધી પહોંચાડવી.
  • આપણા નિકાસ બાસ્કેટ, ગંતવ્યોને વૈવિધ્યપૂર્ણ બનાવવા અને ખરાબ થઈ જતી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે જ મુલ્યવર્ધિત કૃષિ નિકાસો અને ઊંચા મુલ્યોને પ્રોત્સાહન આપવું.
  • નવીન, સ્વદેશી, ઓર્ગેનિક, પ્રણાલીગત, પારંપરિક અને બિન પારંપરિક કૃષિ ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપવું.
  • બજાર સુધીની પહોંચ મેળવવા, અવરોધોને અટકાવવા અને સ્વચ્છતા તેમજ ફાયટો-સેનિટરી સમસ્યાઓને પહોંચી વળવા માટે એક સંસ્થાગત માળખું પૂરું પાડવું.
  • જેટલું બને તેટલું જલ્દી વૈશ્વિક મૂલ્ય શ્રુંખલાને સંકલિત બનાવી વૈશ્વિક કૃષિ નિકાસમાં ભારતનો હિસ્સો બમણો કરવા તરફ કામ કરવું.
  • વિદેશના બજારોમાં નિકાસની તકોનો લાભ લેવા માટે ખેડૂતોને સક્ષમ બનાવવા.

કૃષિ નિકાસ નીતિના તત્વો:

કૃષિ નિકાસ નીતિ અંતર્ગત કરવામાં આવેલ સૂચનોને બે શ્રેણીમાં વિભાજીત કરવામાં આવ્યા છે વ્યુહાત્મક અને કાર્યાન્વયન નીચે આપેલ વિગતો અનુસાર:

માળખાગત બાંધકામ અને માલ પરિવહન સહયોગ

નિકાસને પ્રોત્સાહન આપવા માટે સમગ્રતયા પહોંચ

કૃષિ નિકાસમાં રાજ્ય સરકારોની વધુ બહોળી ભાગીદારી

ક્લસ્ટર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું

કિંમત ઉમેરણ કરેલ નિકાસને પ્રોત્સાહન આપવું

 “બ્રાંડ ઇન્ડિયાનું માર્કેટિંગ અને પ્રમોશન

કાર્યાન્વયન

ઉત્પાદન અને પ્રક્રિયામાં ખાનગી રોકાણને આકર્ષિત કરવું

 

મજબૂત ગુણવત્તાના નિયમોની સ્થાપના કરવી

 

સંશોધન અને વિકાસ

 

અન્ય

વ્યુહાત્મક

 

 

 

 

નીતિગત પગલાઓ

 

 

 

RP