Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે કૃષિ વૈજ્ઞાનિક ભરતી બોર્ડ (એએસઆરબી)ની પુનઃરચનાને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે કૃષિ વૈજ્ઞાનિક ભરતી બોર્ડ (એએસઆરબી)ની પુનઃરચનાને મંજૂરી આપી દીધી છે.

વિગતો:

  • એએસઆરબીમાં 3 ના બદલે હવેથી 4 સભ્યોની સમિતિ હશે. તેમાં એક અધ્યક્ષ અને બાકી 3 સભ્યો હશે.
  • એએસઆરબી ત્રણ વર્ષના સમયગાળા માટે અથવા 65 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી, બે માંથી જે પણ જલ્દી આવે ત્યાં સુધી રહેશે.
  • સ્વયાત્તત્તા, ગુપ્તતા, જવાબદારી અને ચોકસાઈપૂર્ણ કામગીરી માટેના હેતુથી એએસઆરબીને આઈસીએઆર પાસેથી અલગ કરવામાં આવશે અને કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રાલય અંતર્ગત કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ સાથે જોડવામાં આવશે.
  • એએસઆરબી પાસેથી બજેટ વડાને પણ અલગ કરવામાં આવશે અને ડીએઆરબી અંતર્ગત તેની રચના કરવામાં આવશે તેમજ સચિવાલયમાં એએસઆરબીની તેની પોતાની વહીવટી સ્ટાફની એક સ્વતંત્ર વહીવટી અંકુશ ધરાવી કેડર હશે.

અસરો:

એક અધ્યક્ષ અને ત્રણ સભ્યોથી તૈયાર થયેલ ચાર સભ્યોની સમિતિ એએસઆરબીની કામગીરીમાં અને તેના કાર્યને ઝડપી બનાવવામાં મદદ કરશે. આ સમિતિ તેઓની ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવવામાં પણ સહાય કરશે કે જે મોટા પાયે કૃષિ સમુદાય અને કૃષિ માટે લાભકારી સાબિત થશે. વધુમાં તે આઈસીએઆર, કે જે દેશમાં કૃષિને લગતા સંશોધનો અને શિક્ષણ માટેની મુખ્ય સંસ્થા છે તેમાં વિવિધ વૈજ્ઞાનિક જગ્યાઓ પર પ્રશંસાપાત્ર વૈજ્ઞાનિકોની ભરતી કરવામાં વધુ પારદર્શકતા અને ચોક્સાઈની ખાતરી આપશે.

પૂર્વભૂમિકા:

મંત્રીમંડળે નવેમ્બર 1973માં આઈસીએઆર/ડીએઆરઈની કૃષિ સંશોધન સેવા અને સંશોધન વ્યવસ્થાપન સ્થિતિમાં વિવિધ વૈજ્ઞાનિક જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે સ્વતંત્ર ભરતી કરતી સંસ્થા તરીકે કાર્ય કરવા કૃષિ વૈજ્ઞાનિક ભરતી સમિતિની અન્ય બાબતો સહિત સ્થાપના કરવા માટે મંજૂરી આપી દીધી હતી. એએસઆરબીના કાર્યભારમાં નોંધપાત્ર વધારાને ધ્યાનમાં રાખીને સમિતિની પુનઃરચના કરવા માટેની એક દરખાસ્ત મુકવામાં આવી હતી અને મંત્રીમંડળે એએસઆરબીની સભ્યરચનાને એકથી વધારીને ત્રણ કરી અને આ દરખાસ્તને મંજૂરી આપી દીધી. 1986માં એએસઆરબીની છેલ્લી પુનઃરચનાથી લઈને એએસઆરબીનો કાર્યભાર સતત વધતો રહ્યો હતો અને કૃષિ વિજ્ઞાનના ક્ષેત્રમાં નોંધપાત્ર બદલાવ આવ્યા હતા અને આ માટેથી સમિતિની રચનાને વિસ્તૃત કરવાની તેમજ અધ્યક્ષ અને સમિતિના સભ્યોની પસંદગી કરવા માટે નિષ્ણાતોના ક્ષેત્રને વિસ્તૃત કરવાની જરૂરીયાત પડી હતી.

 

RP