Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે કેન્દ્રીય યાદીમાં અન્ય પછાત વર્ગોનાં પેટા-વર્ગીકરણનાં મુદ્દાની તપાસ માટે રચાયેલા પંચની મુદ્દત 20 જૂન, 2018 સુધી લંબાવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે કેન્દ્રીય યાદીમાં અન્ય પછાત વર્ગોમાં પેટા-વર્ગીકરણનાં મુદ્દાની તપાસ માટે રચાયેલા પંચની મુદ્દત બીજી અને અંતિમ વખત લંબાવવા માટે મંજૂરી આપી હતી. આ પંચની મુદ્દત 27 માર્ચ, 2018નાં રોજ 12 અઠવાડિયા વધારીને 20 જૂન, 2018 કરવામાં આવી છે.

પૃષ્ઠભૂમિ :

પંચની રચના 2 ઓક્ટોબર, 2017ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી સાથે બંધારણની કલમ 340 અંતર્ગત કરવામાં આવી હતી. ન્યાયમૂર્તિ (સેવાનિવૃત્ત) શ્રીમતી જી. રોહિણીનાં નેતૃત્વમાં પંચે 11 ઓક્ટોબર, 2017નાં રોજ કામ કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારથી અત્યાર સુધી તે એ તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વાતચીત કરી રહ્યું છે, જેમને અન્ય પછાત વર્ગો અને રાજ્ય પછાત વર્ગ પંચોનું પેટાવર્ગીકરણ કરી રાખ્યું છે. પંચે ઉચ્ચ શૈક્ષણિક અભ્યાસક્રમોમાં ઓબીસી (અન્ય પછાત વર્ગો)નીભરતી સાથે સંબંધિત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી વિભાગો, સરકારી બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે-સાથે સીપીએસઈમાં સરકારી નોકરીઓમાં ઓબીસીની ભરતી સંબંધિત આંકડા માંગ્યા છે, જેથી અન્ય પછાત વર્ગોની કેન્દ્રીય યાદીમાં સામેલ જાતિઓ/સમુદાયો વચ્ચે અનામતનાં લાભનું અસમાન વિતરણ કરવાનાં પાસાંનું આકલન કરી શકાય.

તમામ ક્ષેત્રોમાં પંચ દ્વારા પ્રાપ્ત આંકડા અને એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરવા માટે આંકડાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવા માટે જરૂરી સમયને ધ્યાનમાં રાખીને પંચે પોતાનાં કાર્યકાળને 12 અઠવાડિયા વધારીને 20 જૂન, 2018 સુધી કરવાની માંગણી કરી હતી.

RP