પીએમઇન્ડિયા
આયોગનો કાર્યકાળ હવે 31 જુલાઈ 2019 સુધી લંબાવાયો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં એનડીએ સરકાર વિવિધ ક્ષેત્રોનાં લોકોનાં સંપૂર્ણ વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આ ભાવનાને ધ્યાનમાં રાખીને અને અન્ય પછાત વર્ગની જાતિઓ/સમુદાયોમાં લાભનાં સમાન વિતરણની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બંધારણની કલમ 340 અંતર્ગત એક પંચની રચના કરવામાં આવી છે. આ પંચને કેન્દ્રીય યાદીમાં અન્ય પછાત વર્ગોની અંદર પેટા-વર્ગીકરણનાં મુદ્દાની તપાસ કરવાની છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે અન્ય પછાત વર્ગોનાં પેટા-વર્ગીકરણનાં મુદ્દાની તપાસ માટે પંચનો કાર્યકાળ 31 જુલાઈ, 2019 સુધી2 મહિના લંબાવવામાટે કાર્યોત્તર મંજૂરી આપી દીધી છે.
પંચનાં કાર્યકાળમાં આ છઠ્ઠો વિસ્તાર છે. કાર્યકાળ 31 મે, 2019નાં રોજ સમાપ્ત થઈ ગયો છે.
અસરઃ
પંચનાં કાર્યકાળમાં થયેલા વિસ્તારથી વિવિધ હિતધારકોની સાથે વ્યાપક રીતે ચર્ચાવિચારણાનાં આધારે કેન્દ્રીય યાદીમાં અન્ય પછાત વર્ગોમાં પેટા-વર્ગીકરણનાં મુદ્દાનું મૂલ્યાંકન કરવામાં સમર્થ બનશે. એનાથી પંચને આ મુદ્દા પર પોતાનોવિસ્તૃત રિપોર્ટ પ્રસ્તુત કરવામાં મદદ મળશે.
પૃષ્ઠભૂમિઃ
આ પંચની રચના બંધારણની કલમ 340 અંતર્ગત રાષ્ટ્રપતિની મંજૂરી સાથે 2 ઓક્ટોબર, 2017નાં રોજ કરવામાં આવી હતી. જસ્ટિસ (સેવાનિવૃત્ત) શ્રીમતી જી. રોહિણીની અધ્યક્ષતામાં પંચે ઓક્ટોબર, 2017માં કામગીરી શરૂ કરી હતી. ત્યારથી પંચ અન્ય પછાત વર્ગોનાં પેટાવર્ગીકરણ કરનાર તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્ય પછાત વર્ગ પંચોની સાથે ચર્ચાવિચારણા કરી રહ્યું છે. પંચનો મત છે કે, પંચ દ્વારા અગાઉ ચાલુ ચર્ચાવિચારણાનાં દસ્તાવેજોનાં સંબંધમાં પ્રાપ્ત પ્રતિક્રિયાને ધ્યાનમાં રાખીને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે વ્યાપક ચર્ચાવિચારણા કરવાનું ઉચિત રહેશે. આ સુનિશ્ચિત કરવાનું પણ જરૂરી છે કે, કોઈ પણ સમુદાયને સંપૂર્ણપણે અનિચ્છનિય સ્થિતિમાં રાખવામાં ન આવે. આ માટે આ પ્રક્રિયામાં કેટલાંક મહિનાઓનો સમય લાગશે એવી સંભાવના છે.
આ હકીકતને ધ્યાનમાં રાખીને પંચે 31 જુલાઈ, 2019 સુધી બે મહિના કાર્યકાળ લંબાવવામાંગણી કરી હતી, જેને મંજૂરી આપવામાં આવી છે.
J.Khunt/RP