પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં મંત્રીમંડળે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીનાં સિલવાસા ખાતે મેડિકલ કોલેજની સ્થાપનાં કરવા માટે મંજૂરી આપી છે.
મુખ્ય વિશેષતાઓ:
લાભઃ
આ મંજૂરી મળવાથી ડૉક્ટરોની ઉપલબ્ધિ વધશે અને ડૉક્ટરોની તંગી દૂર થશે. આનાથી બે કેન્દ્ર શાસિત પ્રદેશોના વિદ્યાર્થીઓ માટે તબીબી શિક્ષણની તકો વધશે. આનાથી જિલ્લા હોસ્પિટલોની હાલની માળખાગત સુવિધાઓનો ઉત્તમ ઉપયોગ થશે અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોના તથા નજીકના વિસ્તારોના લોકો માટે ત્રીજા તબક્કાની સ્વાસ્થ્ય સુવિધાઓની સ્થિતિ સુધરશે. આ મેડિકલ કોલેજથી વિદ્યાર્થીઓને અને ખાસ કરીને બે કેન્દ્ર શાસિત પ્રદેશોના આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોના લોકોને લાભ થશે.
J.Khunt/GP/RP